અતુલ જોશી, મોરબી : ગંભીર બીમારી સામે ઝઝુમતા ધૈર્યરાજ સિંહ માટે કરોડોનો સારવાર ખર્ચ પરિવારને પોસાય નહી એટલો હોવાનું સામે આવ્યા બાદ સમગ્ર ગુજરાતમાં આર્થિક રકમ એકત્ર કરવામાં આવી રહી છે. જેમાં ટંકારા ખાતે ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા રવિવારે લતીપર ચોકડી ખાતે કેમ્પ યોજી 2.30 લાખ રૂપિયાની રકમ એકત્ર કરવામાં આવી હતી.
ટંકારામાં ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું. જેમાં નગરજનો તેમજ હાઈવે પરથી પસાર થતા વાહનચાલકો પાસેથી રકમ ઉઘરાવી હતી અને ટીપે ટીપે સરોવર ભરાય તેમ નાની નાની મદદનો આંક એકત્ર કરતા 2.30 લાખ રૂપિયાની રકમ એકત્ર થવા પામી છે. જે ધૈર્યરાજને સારવાર માટે અર્પણ કરવામાં આવશે.
આ પણ વાંચો - રાજકોટ : ધૈયરાજની સારવાર માટે રાજકોટના મેયર અને કલાકાર દેવાયત ખવડે રસ્તા પર ઉતરી ફંડ ભેગું કર્યું ટંકારા ખાતે ધૈર્યરાજસિંહની સહાય માટે ટંકારા યુવા સંગઠન દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા 50 જેટલા યુવાનો મળી કુલ રકમ 2.30 લાખ એકઠી કરી હતી. લોકોને સાથ સહકાર આપવા બદલ કેમ્પના આયોજક ભગીરથ સિંહ રૂપસિંહ ઝાલા. વિરેન્દ્ર સિંહ ઝાલા સહિત ટંકારા યુવા ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર