Home /News /gujarat /

જામનગરઃ કોચે મહિલાઓના સ્વીમીંગ કરતો વીડિયો FB પર લાઇવ કર્યો

જામનગરઃ કોચે મહિલાઓના સ્વીમીંગ કરતો વીડિયો FB પર લાઇવ કર્યો

સ્વીમીંગપુલમાં પુરુષોને અને અહીના સ્ટાફ ને પણ (માત્ર લેડીઝ સિવાય)લેડીઝ સ્વીમીંગ ચાલતું હોય ત્યારે જવાની મનાઈ છે.

સ્વીમીંગપુલમાં પુરુષોને અને અહીના સ્ટાફ ને પણ (માત્ર લેડીઝ સિવાય)લેડીઝ સ્વીમીંગ ચાલતું હોય ત્યારે જવાની મનાઈ છે.

    રવિ બુદ્ધદેવ, જામનગરઃ હાલ ટિકટોક વીડિયોને લઇને રાજ્યનો પોલીસ વિભાગ ચર્ચામાં છે. ત્યાં જામનગરમા એક ફેસબુક લાઈવ વીડિયોએ ભારે ચર્ચા જગાવી છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં આવેલા મહિલાઓના સ્વીમીંગ પુલમાંથી એક વીડિયો લાઇવ કરવામાં આવ્યો હતો. બાદમાં તપાસ કરતાં જાણવા મળ્યું કે આ વીડિયો અન્ય કોઇએ નહીં પરંતુ ખુદ મહિલા કોચે જ આ વીડિયો ફેસબૂક પર લાઇવ કર્યો હતો.

    જામનગર મહાનગરપાલિકા સંકુલની બાજુમાં જ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ આવેલું છે, અને આ કોમ્પ્લેક્ષમાં વિવિધ રમતો માટે ઇન્ડોર સ્ટેડીયમ ઉપરાંત સ્વીમીંગ પુલ પણ આવેલું છે, જેમાં બહેનો, ભાઈઓ,બાળકો અને ફેમીલી બેચ હોય છે, પણ શનિવારે સવારે જે સ્વીમીંગપુલમાં પુરુષોને જવાની મનાઈ છે, અને જાણવા મળે છે ત્યાં સુધી અહીના સ્ટાફ ને પણ (માત્ર લેડીઝ સિવાય)લેડીઝ સ્વીમીંગ ચાલતું હોય ત્યારે જવાની મનાઈ છે, તેવામાં જ લેડીઝ સ્વીમીંગના મહિલા કોચ ભાવના નંદાએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર મહિલાઓના સ્નાનનો વિડીયો ફેસબૂક પર લાઇવ કર્યો હતો.

    અહીં ક્લિક કરી વાંચોઃ પીળી સાડીવાળી ઓફિસરનો Tik Tok વાયરલ, લોકોએ કહ્યું- સપનાને મારશે ટક્કર

    સમગ્ર મામલે આખા શહેરને જાણ થઇ જતા મામલો ગરમાયો હતો. બાદમાં મહિલા કોચે વીડિયો તેના એકાઉન્ટ પરથી ડિલેટ કરી નાખ્યો હતો. જો કે મહિલા કોચ વિરુદ્ધ કોઇ પગલા લેવામાં આવશે કે કેમ તે અંગે કોઇ અધિકારીએ જવાબ આપ્યો નહીં. આથી લાગી રહ્યું છે કે મામલાને રફે દફે કરી દેવાના પ્રયાસો શરૂ થયા હતા.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Live Streaming, Swimming coach, Women swimming

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन