રાજકોટ : લૉકડાઉન દરમિયાન સોશિયલ મીડિયાની અસર અંગે થયો એક સર્વે, તારણ જાણી ચોંકી જશો

રાજકોટ : લૉકડાઉન દરમિયાન સોશિયલ મીડિયાની અસર અંગે થયો એક સર્વે, તારણ જાણી ચોંકી જશો
પ્રતિકાત્મક તસવીર

લૉકડાઉનમાં મોટાભાગના લોકો સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરતા હતા

  • Share this:
રાજકોટ : હાલના સમયમાં સોશિયલ મીડિયા સિક્કાની બે બાજુ જેવું સાબિત થઈ રહ્યું છે. હાલ જ્યારે કોરોના સંક્રમણને કારણે લૉકડાઉન કરવામાં આવ્યું હતું ત્યારે લોકો ઘરમાં જ બેઠા હતા. આવા સમયે મોટાભાગના લોકો સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરતા હતા. રાજકોટમાં એક સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં કુલ 594 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેમાં 49.6 ટકા પુરુષો અને 50.4 ટકા મહિલાઓ હતી.

આ સર્વેમાં 94.9 લોકોએ જણાવ્યું હતુંકે લૉકડાઉનમાં સમય પસાર કરવામાં અને લોકો સાથે જોડાયેલા રહેવામાં સોશિયલ મીડિયા ઉપયોગી બન્યું છે. તો 6.8 ટકા લોકોએ જણાવ્યું કે સોશિયલ મીડિયા જરા પણ ઉપયોગી નથી બન્યું. હાલના સમયમાં સોશિયલ મીડિયા કેટલા અંશે ઉપયોગી બન્યું છે. તેના જવાબમાં 62.6 ટકાએ કહ્યું ખુબ જ, 33.1 ટકાએ પ્રમાણમાં અને 4.3 ટકાએ નહિવત પ્રમાણમાં ઉપયોગી બન્યું હોવાનો સર્વે સામે આવ્યો છે.આ પણ વાંચો - રાજકોટ : શિવ મંદિરમાં રહેલા નંદીની મૂર્તિને લાત મારતો વીડિયો વાયરલ, પોલીસે આરોપીની અટકાયત કરી

સોશિયલ મીડિયામાં ખાનગી માહિતી ખાનગી નહીં રહે તેવા સવાલ પર માહિતી ખાનગી રહેશે તેવું 15.8 ટકા લોકોએ જણાવ્યું હતું. બાકીના 43.9 ટકા લોકો હજી નિશ્ચિત નથી તેમ જણાવ્યું હતું. તમે સોશિયલ મીડિયાનો ઉપયોગ શા માટે કરો છો તેના જવાબમાં લોકોએ જણાવ્યું હતું કે નવું જાણવા માટે અને બીજા ક્રમે લોકો સાથે સંપર્કમાં રહેવા માટે ઉપયોગ કરે છે. ત્યાર બાદ લોકોએ જણાવ્યું હતું કે સમય પસાર કરવા માટે અને પોતાના વિચાર રજૂ કરવા માટે જે બાદ જુના સંબંધો સાચવવા, મિત્રો બનાવવા અને સારા દેખાવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હોવાનું જાણવા મળ્યું છે.
Published by:Ashish Goyal
First published:July 04, 2020, 15:18 pm

टॉप स्टोरीज