Home /News /gujarat /

સુરેન્દ્રનગરની રાસ મંડળીની બસને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, 2 લોકોનાં મોત, 5 ઘાયલ

સુરેન્દ્રનગરની રાસ મંડળીની બસને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, 2 લોકોનાં મોત, 5 ઘાયલ

બિહારના મધુબનીમાં દુર્ગા મહોત્સવમાં સામેલ થવા જઈ રહેલી રાસ મંડળીની બસને અજમેર પાસે નડ્યો અકસ્માત

બિહારના મધુબનીમાં દુર્ગા મહોત્સવમાં સામેલ થવા જઈ રહેલી રાસ મંડળીની બસને અજમેર પાસે નડ્યો અકસ્માત

    રાજુદાન ગઢવી, સુરેન્દ્રનગર : અજમેર (Ajmer)ના આદર્શનગર પોલીસ સ્ટેશનની હદના પાલરા ગામની પાસે બસ (Bus) અને ટ્રક (Truck)ની ટક્કર (Accident)માં સુરેન્દ્રનગરની રાસ મંડળી (Ras Mandali)ના સભ્યો પૈકી બે લોકોનાં મોત થયા છે જ્યારે પાંચ લોકો ઘાયલ થયા છે જેમની સારવાર ચાલી રહી છે. મળતી જાણકારી મુજબ, બસ સુરેન્દ્રનગર (Surendranagar)થી રવાના થઈને બિહાર (Bihar)ના મધુબની જઈ રહી હતી. બસ વહેલી પરોઢે જ્યારે પાલરા ગામની પાસે પહોંચી ત્યારે ટ્રક સાથે ટક્કર થઈ ગઈ જેમાં રાસ મંડળીના બે સભ્યોના મોત થયા.

    આ અકસ્માતમાં હનુમાન સિંહ અને અન્ય એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે પાંચ લોકો ઘાયલ થયા છે. સ્થાનિક પોલીસ બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ, સુરેન્દ્રનગરની રાસ મંડળી બિહારના મધુબનીમાં દુર્ગા મહોત્સવમાં સામેલ થવા જઈ રહી હતી. વહેલી પરોઢે 4:30 વાગ્યાથી 5:00 વાગ્યાની વચ્ચે બસ ચાલકે આગળ જતી ટ્રકને ટક્કર મારી હતી. જેના કારણે બસમાં સવાર બે લોકોનાં મોત થયા અને પાંચ લોકો ઘાયલ થયા છે.

    બસ ચાલકે આગળ જતી ટ્રકને ટક્કર મારતાં બે લોકોનાં મોત થયા જ્યારે પાંચ લોકો ઘાયલ થયા.


    નોંધનીય છે કે, બિહારના ધાર્મિક સ્થળ મધુબનીમાં દુર્ગા મહોત્સવમાં ભાગ લેવા જઈ રહેલી રાસ મંડળીના મૃતક જોરાવરનગરના રહેવાસી હતા. આ અકસ્માત અજમેર પાસે બન્યો હતો.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Ajmer, Bus accident, Surendranagar, બિહાર, રાજસ્થાન

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन