Home /News /gujarat /

સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનમાં ડબલ ટ્રેકની કામગીરી શરૂ, 11મી જૂન સુધી આ ટ્રેનોને થશે અસર

સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનમાં ડબલ ટ્રેકની કામગીરી શરૂ, 11મી જૂન સુધી આ ટ્રેનોને થશે અસર

રાજકોટ ડિવિઝનના સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનમાં આવેલા વાંકાનેર, અમરસર અને સિંધાવદર સ્ટેશનો પર ડબલ ટ્રેકની કામગીરી માટે બ્લોક લેવામાં આવશે

Gujarat Railway news: રેલવે તંત્ર એ મુસાફરોને વિનંતી કરી છે કે, તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનોના સંચાલનને લગતા નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે. 

રાજકોટ ડિવિઝનના સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનમાં આવેલા વાંકાનેર, અમરસર અને સિંધાવદર સ્ટેશનો પર ડબલ ટ્રેકની કામગીરી માટે બ્લોક લેવામાં આવશે જેના કારણે 11 જૂન, 2022 સુધી રેલ ટ્રાફિકને અસર થશે. ટ્રેન નંબર 22959 વડોદરા - જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ 10 જૂન 2022 સુધી રદ કરવામાં આવી છે તો ટ્રેન નંબર 22960 જામનગર - વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ આજ થી 11 જૂન 2022 સુધી રદ રહેશે.

ટ્રેન નંબર 12267 મુંબઈ સેન્ટ્રલ - હાપા દુરંતો એક્સપ્રેસ 9 જુન 2022 સુધી મુંબઈ સેન્ટ્રલથી લઈને અમદાવાદ સુધી ચાલશે. આ ટ્રેન અમદાવાદ-હાપા વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ટ્રેન નંબર 12268 હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ અમદાવાદથી લઈને મુંબઈ સેન્ટ્રલ 10 જુન 2022 સુધી ચાલશે. આ ટ્રેન હાપા-અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

ટ્રેન નંબર 19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસ 9 જૂન 2022 સુધી ભાવનગરથી લઈને સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ટ્રેન નંબર 19210 ઓખા - ભાવનગર એક્સપ્રેસ 10 જુન 2022 સુધી સુરેન્દ્રનગરથી લઈને ભાવનગર સુધી ચલાવવામાં આવશે. આમ, આ ટ્રેન ઓખા-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

આ પણ વાંચો: ગુજરાતના કદાવર નેતાની પત્નીએ જ ખોલી પોલ, ગર્લફ્રેન્ડ સાથે પકડી પાડ્યો

ટ્રેન નંબર 19119 અમદાવાદ-સોમનાથ ઇન્ટરસિટી એક્સપ્રેસ 10 જૂન 2022 સુધી અમદાવાદથી લઈને સુરેન્દ્રનગર સુધી ચાલશે. આ ટ્રેન સુરેન્દ્રનગર-સોમનાથ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

ટ્રેન નંબર 19120 સોમનાથ-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ 10 જુન 2022 સુધી સુરેન્દ્રનગરથી લઈને અમદાવાદ સુધી ચાલશે. આમ આ ટ્રેન સોમનાથ-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.ટ્રેન નંબર 22969 ઓખા - વારાણસી સુપરફાસ્ટ એક્સપ્રેસને 2 જૂન 2022 પર ફરીથી શેડ્યૂલ કરવામાં આવી છે. આ ટ્રેન ઓખાથી તેના નિર્ધારિત સમયને બદલે 14.05 કલાકે 2 કલાક મોડી એટલે કે 16.05 કલાકે ઉપડશે.

આ પણ વાંચો: બનાસકાંઠા: માત્ર 20 રૂપિયા માટે કરાઇ યુવકની ઘાતકી હત્યા, દારૂ પીવા બોલાવીને માર્યા છરીના અનેક ઘા

ટ્રેન નંબર 22938 રેવા-રાજકોટ સુપરફાસ્ટ એક્સપ્રેસ માર્ગમાં 1 કલાક 15 મોડી થશે અને ટ્રેન નંબર 19567 તુતીકોરીન-ઓખા વિવેક એક્સપ્રેસ 1 કલાક મોડી પડશે.ટ્રેન નંબર 22908 હાપા-મડગાંવ એક્સપ્રેસ અને ટ્રેન નંબર 20820 ઓખા-પુરી એક્સપ્રેસ માર્ગમાં 20 મિનિટ મોડી પડશે. ટ્રેન નંબર 15045 ગોરખપુર-ઓખા એક્સપ્રેસ માર્ગમાં 20 મિનિટ મોડી થશે.



રેલવે તંત્ર એ મુસાફરોને વિનંતી કરી છે કે, તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનોના સંચાલનને લગતા નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Surendranagar, ગુજરાત, રાજકોટ

આગામી સમાચાર