MLA પદ રદ કરવાના ચુકાદા વિરુદ્ધ પબુભા માણેકની અરજી સુપ્રીમે ગ્રાહ્ય રાખી

પબુભા માણેક, મેરામણ ગોરિયા

સુપ્રીમ કોર્ટ પબુભા માણેકની અરજી પર સપ્ટેમ્બર મહિનામાં સુનાવણી હાથ ધરશે.

  • Share this:
    ન્યૂઝ 18 ગુજરાતી : દ્વારકાના ધારાસભ્ય તરીકે પબુભા માણેકને બરતફ કરવાના ગુજરાત હાઇકોર્ટના ચુકાદાની વિરુદ્ધ પબુભા માણેકે સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી હતી. આજે સુપ્રીમ કોર્ટે પબુભા માણેકની અરજી ગ્રાહ્મ રાખી છે અને આ અરજી પર સપ્ટેમ્બર મહિનામાં સુનાવણી હાથ ધરવાનું કહ્યું છે .

    હાઇકોર્ટે પબુભા માણેકનું સભ્યપદ રદ કરી દીધું હતું ત્યારે હવે તેમણે કરેલી અરજી દેશની વડી અદાલત પબુભાની અરજી પર સપ્ટેમ્બરમાં સુનાવણી હાથ ધરશે. પબુભા માણેક સામે કોંગ્રેસના દ્વારકા બેઠકના ઉમેદવાર મેરામણ ગોરિયાએ હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. અરજીમાં અપીલ કરાઈ હતી કે પબુભા માણેકે પોતાના નામાંકનમાં ક્યાં મતવિસ્તારમાંથી ચૂંટણી લડવી છે તેનો ઉલ્લેખ કર્યો નહોતો. આ મામલે કોર્ટે તમામ પુરાવાઓ ચકાસ્યા બાદ પબુભા માણેકનું ધારાસભ્ય પદ રદ કર્યુ હતું.

    હવે જ્યાં સુધી પબુભાની અરજી પર સુનાવણી નહીં થાય ત્યાં સુધી તેઓ દ્વારાકાના ધારાસભ્ય તરીકે યથાવત નહીં રહે અને હાઇકોર્ટના નિર્ણય મુજબ જ પબુભા દ્વારકાના ધારાસભ્ય નહીં ગણાય. પબુભાને સુપ્રીમે તાત્કાલિક સુનાવણી ધરીને રાહત આપી નથી. ધારાસભ્ય રદ થતા નિયમ મુજબ આ બેઠક પેટા ચૂંટણી જાહેર થવી જોઈએ પરંતુ હવે સપ્ટેમ્બર સુધી આ બેઠક પર ચૂંટણી યોજાશે કે નહીં તે પણ જોવું જ રહ્યું.
    Published by:Jay Mishra
    First published: