Home /News /gujarat /

Kutch: હમીરસર કિનારે બનતા કલ્ચરલ પાર્કમાં સનસેટ પોઇન્ટ બનશે, કચ્છી વાજિંત્રો મધુર સંગીત રેલવશે

Kutch: હમીરસર કિનારે બનતા કલ્ચરલ પાર્કમાં સનસેટ પોઇન્ટ બનશે, કચ્છી વાજિંત્રો મધુર સંગીત રેલવશે

બાળકોને

બાળકોને રમવા માટે રાઇડસ પણ મુકાશે

ભુજ શહેરના હૃદય સમા હમીરસર તળાવના કિનારે પાલિકા દ્વારા એક કલ્ચરલ પાર્ક બનાવવામાં આવી રહ્યું છે જેમાં બનતું સનસેટ પોઇન્ટ મુખ્ય આકર્ષણ બનશે.

    Kutch: ભુજ એ કચ્છ જિલ્લાનુંપાટનગર (Bhuj Kutch) હોવા ઉપરાંત એક ઐતિહાસિક શહેર છે. અહીંના હૃદય સમા હમીરસર તળાવના (Hamirsar Lake) ફરતે 24 આરા આવેલા છે. તો તેવા જ એક આરા પાસે પાલિકા દ્વારા એક કલ્ચરલ પાર્ક (Bhuj Cultural Park) બનાવવામાં આવશે. આ પાર્કનું મુખ્ય આકર્ષણ છે અહીં નિર્માણ પામતું ભુજ શહેરનું પ્રથમ સનસેટ પોઇન્ટ (Bhuj Sunset Point). હમીરસર તળાવના કિનારે આ પોઇન્ટ પરથી શહેરીજનો અને પર્યટકો સૂર્યાસ્તના નયનરમ્ય નજારા માણી શકશે. તો સાથે જ કચ્છના ઐતિહાસિક અને વિસરાતા વાજિંત્રો (Kutchi Musical Instruments) દ્વારા સંગીત પ્રદર્શન પણ દર અઠવાડિયે અહીં થશે.

    ભુજના હૃદય સમાન હમીરસર તળવા પાસે આવેલા પાળેશ્વર ચોક પાસે કલ્ચરલ પાર્કનું ખાતમુહૂર્ત બુધવારે સાંજે વિધાનસભા અધ્યક્ષા ડો. નીમાબેન આચાર્યના હસ્તે કરવામાં આવ્યું હતું. તળાવના કિનારે ઘાટ પાસે બનતા આ કલ્ચરલ પાર્કમાં બનતું સનસેટ પોઇન્ટ તેનું મુખ્ય આકર્ષણ બનશે. ઉલ્લેખનીય છે કે ભુજ શહેરમાં અત્યાર સુધી માત્ર હિલ ગાર્ડનમાં જ સનસેટ પોઇન્ટ હતું, જ્યાં બગીચાની દુર્દશાના કારણે લોકો જઈ રહ્યા નથી. ત્યારે શહેરની વચોવચ બનતા આ પાર્કના સનસેટ પોઇન્ટથી લોકો હમીરસર કિનારે બેસી સામી બાજુ ઢળતા સૂરજને જોવાનો લહાવો ઉઠાવી શકશે.

    તદુપરાંત આ કલ્ચરલ પાર્કમાં અઠવાડિયામાં એક વખત પારંપરિક કચ્છી વાજિંત્રો, જે સમય સાથે વિસરાતા જાય છે તેમને પુનઃજીવિત કરવા તેમનું વપરાશ કરી સંગીત સંધ્યા પણ યોજવામાં આવશે. આ રીતે કચ્છના પારંપરિક વાજિંત્રોથી પણ લોકો પરિચિત થશે સાથે જ શહેરીજનો અને પર્યટકો માટે પણ એક નવું આકર્ષણ બનશે.

    આ પણ વાંચો: Jamnagar: ITI માં શરુ થઈ એડમિશન પ્રક્રિયા, વીડિઓની મદદથી સરળતાથી સમજો કેવી રીતે ફોર્મ ભરવુ

    ઉલ્લેખનીય છે કે જે પ્લોટ પર કલ્ચરલ પાર્ક બની રહ્યું છે તે જમીન ભાડા હસ્તક હતી. જેને નગરપાલિકા દ્વારા ટોકન ચાર્જ પર ખરીદવામાં આવી છે. તો અમૃતમ યોજના અંતર્ગત બચત રકમમાંથી રૂ. 56 લાખ ખર્ચી નગરપાલિકા આ ઉદ્યાનનું નિર્માણ કરશે. તો આ બગીચામાં બાળકોને રમવા માટે પણ નાની રાઇડ બનાવાશે તો સાથે જ પ્લોટમાં આવેલા કૂવા ઉપર ચબુતરો પણ બનાવવામાં આવશે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Kutch City, કચ્છ

    આગામી સમાચાર