ભાવનગર : કૌટુંબિક કાકાએ ભત્રીજા વહુને પાછળથી બાથ ભીડી લીધી, તાબે થવા ધમકી આપતાં ભત્રીજા વહુની આત્મહત્યા

ભાવનગર : કૌટુંબિક કાકાએ ભત્રીજા વહુને પાછળથી બાથ ભીડી લીધી, તાબે થવા ધમકી આપતાં ભત્રીજા વહુની આત્મહત્યા
પ્રતિકાત્મક તસવીર

પતિ હાજર ન હોય ત્યારે કૌટુંબિક કાકા અવાર નવાર આવી કૌટુંબિક ભત્રીજા વહુને હેરાન કરી તાબે ન થાય તો પતિ અને સંતાનોને માર નાંખવાની ધમકી આપતો હતો

 • Share this:
  નીતિન ગોહેલ, ભાવનગર : જીલ્લામાં વધુ એક આત્મહત્યાની ઘટના આવી સામે છે. ધનજી નામના વ્યક્તિના ખેતરમાં તેમના જ કૌટુંબિક ભત્રીજાએ ભાગીયું ખેતર રાખ્યું હતું. જેમાં પતિ-પત્ની ત્યાં રહી કામ કરતા હતા. ભાગીયું ખેતર આપેલ કૌટુંબિક કાકાએ ભત્રીજા વહુને બાથ ભીડી તેને તાબે થવાની ધમકી આપી અન્યથા તેના પતિ અને બાળકોને મારી નાંખવાની ધમકી આપતા કંટાળેલી પરિણીતાએ ઝેરી દવા પી આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી છે. બનાવ અંગે મૃતકના પતિએ તેમના કૌટુંબિક કાકા વિરુદ્ધ પરિણીતા સાથે અડપલાં કરી, મરવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવી છે.

  ઘોઘા પોલીસ સ્ટેશને નોંધાયેલી પોલીસ ફરિયાદ અંગે વિગત આપતાં જણાવ્યું કે, પોલીસ સ્ટેશન હદ વિસ્તાર તળે આવતાં ગ્રામ્ય પંથકમાં રહેતાં ધનજી નામના શખ્સના ખેતરમાં તેમના જ કૌટુંબિક ભત્રીજાએ ભાગીયું ખેતર રાખ્યું હતું. જેમાં પતિ-પત્ની ત્યાં રહી કામ કરતા હતા. તેવામાં અંદાજે દોઢ માસ પૂર્વે પતિની ગેરહાજરીમાં ખેતરમાલિક કાકાએ આવી કૌટુંબિક ભત્રીજા વહુને પાછળથી ભાથ ભીડી લીધી હતી. જોકે તેવામાં પતિ આવી જતાં તે ચાલ્યો ગયો હતો.  આ પણ વાંચો - અમદાવાદ : પીએસઆઇ મહિલા પોલીસકર્મીને લઈ ગયો હોટલના રૂમમાં, પતિ પહોંચી જતા મામલો ગરમાયો

  બાદમાં બંને પક્ષે ઘરમેળે સમાધાન થઇ ગયું હતું. જોકે બાદમાં હોળી-ધૂળેટી પહેલાં પતિ હાજર ન હોય ત્યારે કૌટુંબિક કાકા અવાર નવાર આવી કૌટુંબિક ભત્રીજા વહુને હેરાન કરી તાબે ન થાય તો પતિ અને સંતાનોને માર નાંખવાની ધમકી આપતો હતો. આ ધમકીથી કંટાળી અને ડરના કારણે ગત 26 તારીખના રોજ પરિણીતા તેમના દિકરાને લઇ પિયર ચાલી ગઇ હતી. જયાં તેણીએ કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લેતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઇ હતી. સારવાર દરમિયાન પરિણીતાનું મોત નિપજ્યું હતું.

  બનાવ અંગે ઘોઘા પોલીસે પતિની ફરિયાદ લઇ કૌટુંબિક કાકા વિરુદ્ધ ભત્રીજા વહુ સાથે અડપલાં કરી મરવા મજબૂર કર્યાની કલમ અન્વયે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
  Published by:Ashish Goyal
  First published:April 01, 2021, 15:14 pm

  ટૉપ ન્યૂઝ