રાજકોટ : રાજકોટ શહેર (Rajkot)બાદ રાજકોટ જિલ્લામાં પણ વિદ્યાર્થિનીના આપઘાતનો (Students suicide)બનાવ સામે આવ્યો છે. રાજકોટ જિલ્લાના (Rajkot district)ગોંડલ (Gondal)શહેરમાં ધોરણ 10ની વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઇ આપઘાત (suicide)કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર મામલે ગોંડલ સિટી પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચી જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરી લાશને પોસ્ટમોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં વિદ્યાર્થિનીએ તાજેતરમાં જ ધોરણ 10ની પરીક્ષા આપી હોવાનું સામે આવ્યું છે. ત્યારે વિદ્યાર્થિનીના પેપર અપેક્ષા મુજબ ના ગયા હોવાથી તેણે આત્મઘાતી પગલું ભરી લીધું હોવાની શંકા સેવાઇ રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગોંડલ શહેરના કુંભારવાડા વિસ્તારમાં હિરાઆતાની વાડી પાસે સ્નેહ પાટડીયા નામની વિદ્યાર્થિનીએ આપઘાત કરી લીધા હોવાનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર મામલાની જાણ ગોંડલ સિટી પોલીસને થતાં પોલીસનો કાફલો તેમજ 108ની ટીમ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે પહોંચી હતી. 108ની ટીમ દ્વારા વિદ્યાર્થીનીને મૃત જાહેર કરવામાં આવી હતી. ગોંડલ સિટી પોલીસ ના કર્મચારીઓ દ્વારા ઘટનાસ્થળ પર જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી. ત્યાર બાદ મૃતકની લાશને પોસ્ટ મોર્ટમ માટે પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી. પોસ્ટમોર્ટમની કાર્યવાહી પૂર્ણ થયા બાદ લાશને તેના પરિવારજનોને સોંપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ રાજકોટ શહેરમાં એક યુવતીએ પેપર નબળું જતાં પોતાના જ ઘરે બાથરૂમમાં પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન કર્યું હોવાનો બનાવ સામે આવ્યો હતો. ખુશી નામની યુવતીએ ચાલુ વર્ષે ધોરણ 10ની રીપીટર તરીકે એક્ઝામ આપી હતી. પરંતુ તેનું પેપર નબળું જતાં તેને લાગી આવ્યું હતું અને જેના કારણે તેને પોતાના ઘરે બાથરૂમમાં અગ્નિસ્નાન કર્યું હતું. અગ્નિસ્નાન કરતાં ખુશીને તાત્કાલિક અસરથી સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
આ પહેલા 28 માર્ચે ચોટીલાના ખેરાણા ગામે રહેતી વિદ્યાર્થિનીએ ઝેરી દવા પી લેતાં તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. 10 દિવસની સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. સગીરા સણોસરામાં આવેલી મોડલ શાળામાં ધો.12માં અભ્યાસ કરતી હતી. પિતા ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર