જિલ્લાના સીનીયર સિટિઝન્સ અને મહિલાઓને ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યૂ માટે તથા લર્નિગ લાયસન્સ રીન્યુ કરવાની કામગીરી માટે આર.ટી.ઓ.કચેરી-ભુજ તથા મો.વા.નિ.કચેરી-ગાંધીધામ ખાતે સપ્તાહના દર ગુરૂવારે સાંજે ૪ થી ૬ વાગ્યા સુધી વ્યવસ્થા કરવામાં આવી છે. વધુમાં, સીનીયર સીટીઝન્સ અને મહિલાઓને નવા લર્નિગ લાયસન્સ માટે ઓનલાઇન એપ્લીકેશન તથા ઓનલાઇન ફી ભરપાઇ કરી આવવાનું રહેશે.
શાળા/કોલેજના વિધાર્થીઓને કે જેમની પાસે ડ્રાઇવીંગ લાયસન્સ નથી તેમને લર્નિગ લાયસન્સ ઈશ્યુ કરવાની કામગીરી આર.ટી.ઓ. કચેરી-ભુજ તથા મો.વા.નિ. કચેરી-ગાંધીધામ ખાતે તા.૧૫મી નવેમ્બર .૨૦૧૯ સુધીમાં કચેરી ખાતે ઓનલાઇન એપ્લીકેશન કરી અને ઓનલાઇન ફી ભરપાઇ કરી કચેરીના ચાલુ દિવસોમાં સાંજે 4 થી 6 કલાક વચ્ચે જરૂરી અસલ દસ્તાવેજો અને વિધાર્થીના ઓળખ માટે શાળા કોલેજના આઇ.ડી.કાર્ડ સાથે લઇને આવવાની તેમના લર્નિગ લાયસન્સ માટેની કાર્યવાહી કરવામાં આવશે.
વધુમાં, નવા ટ્રાફિક રૂલ્સની અમલવારી બાબતે સરકારના હકારાત્મક અભિગમને સાર્થક કરવા તથા વગર ડ્રાઇવિંગ લાયસન્સે વાહન ચલાવતા જિલ્લાની કોઇપણ શાળા/કોલેજ પોતાના વિધાર્થીઓ માટે એક સાથે લર્નિગ લાયસન્સ માટે કેમ્પ કરવા ઈચ્છુક હોય તો અત્રેની કચેરીનો સંપર્ક કર્યેથી તેમના માટે લર્નિગ લાયસન્સની કામગીરી માટે અલગ સમયની ફાળવણી કરવામાં આવશે તેવું પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર