પ્રકાશ સોલંકી, ગઢડા : ગઢડામાં એક તરફ સ્વામીનારાયણ મંદિરમાં ચૂંટણીનો પારો આસમાને ચઢ્યો છે તો બીજી બાજુ આજે ગોપીનાથજી મંદિરના એસપી સ્વામી સહિત ત્રણ વ્યક્તિની ભૂતકાળના કેસમાં પોલીસે અટકાયત કરી હતી. વર્ષ 2007માં મંદિરની દિવાલના મામલે એસપી સ્વામી અને કોઠારી સ્વામી વિરુદ્ધ નોંધાયેલા ગુનામાં પોલીસે તેમની અટકાયત કરી હતી.
કેસની વિગત એવી છે કે વર્ષ 2007માં ગઢડાના ગોપીનાથજી મંદિરની દિવાલ મામલે ગુનો નોંધાયો હતો તો મૌલિક ભગત વિરુદ્ધ મંદિરની દુકાનોના ઝઘડા બાબતે ગુનો નોંધાયો હતો. આ ઘટનામાં ગઢડા પોલીસે એસપી સ્વામી સહિત ત્રણ વ્યક્તિની 151 હેઠળ અટકાયત કરી હતી અને પોલીસે તેમને મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરતા મેજિસ્ટ્રેટે જામીન આપ્યા હતા. આગામી 5 મેના રોજ ગઢડા મંદિરની ચૂંટણી યોજાશે.
પોલીસે ચૂંટણીના સમયે અટકાયત કરતા ગઢડામાં માહોલ ગરમાયો છે. એક તરફ મંદિરની ચૂંટણી યોજાવાની છે બીજી બાજુ અટકાયત થતા ભક્તોમાં ચર્ચાનો વિષય બન્યો છે. મંદિરમાં મહંતોના બે જૂથ વચ્ચે ચૂંટણી યોજાવી છે. આગામી 5મી મેના રોજ યોજાનારી ચૂંટણી પૂર્વ થયેલી આ અટકાયતને લીધે માહોલ ગરમાયો છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર