રાજકોટ : હક્ક હિસ્સાની લ્હાયમાં પુત્રે પત્ની સાથે મળી વૃદ્ધ માતાને માર માર્યો

રાજકોટ : હક્ક હિસ્સાની લ્હાયમાં પુત્રે પત્ની સાથે મળી વૃદ્ધ માતાને માર માર્યો
રાજકોટ : હક્ક હિસ્સાની લ્હાયમાં પુત્રે પત્ની સાથે મળી વૃદ્ધ માતાને માર માર્યો

નિવૃત્ત થતા તેમને ગ્રેચ્યુટી સહિતના પૈસા આવ્યા હતા. જે પૈસા તેમણે પોતાના પુત્ર રાજુને નહીં પરંતુ પોતાની દીકરીઓને આપતા પુત્ર ઉશ્કેરાઈ ગયો હતો

  • Share this:
રાજકોટ : રાજકોટ શહેરમાં વૃદ્ધ માતાને હક્ક હિસાની લ્હાયમાં પુત્રએ પોતાની પત્ની સાથે મળીને માતાને ઢોર માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર મામલે માતાને સરકારી હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી છે. રાજકોટ શહેરના જામનગર રોડ ઉપર આવેલા પરાપીપળીયા એકતા સોસાયટીમાં રહેતા પુષ્પાબેન પરમાર નામના વૃદ્ધાને તેમના જ પુત્ર રાજુ અને તેની પત્ની મોહિનીએ ઝઘડો કરી ધક્કો મારી માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. સારવાર અર્થે પુષ્પાબેનને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસના સ્ટાફને જાણ થતા તે હોસ્પિટલ ખાતે દોડી ગયો હતા. ત્યારે પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે, પુષ્પાબેન સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા. તેઓ નિવૃત્ત થતા તેમને ગ્રેચ્યુટી સહિતના પૈસા આવ્યા હતા. જે પૈસા પુષ્પાબેને પોતાના પુત્ર રાજુને નહીં પરંતુ પોતાની દીકરીઓને આપતા પુત્ર રાજુ ઉશ્કેરાઈ ગયો હતો. ત્યારે સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસ દ્વારા કળિયુગી પુત્ર તેમજ તેની પત્ની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.આ પણ વાંચો - ગુજરાત સરકારના 13 મંત્રીઓ છે 60 વર્ષથી વધુ વયના, ક્યારે લેશે કોરોના વેક્સીન?

ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પૂર્વે ગોંડલ શહેરમાં પોતાને માતા-પિતાને વારસાઈ મકાનના પૈસા બાબતે ધાક ધમકાવી માર માર્યા હોવાની ઘટના સામે આવી હતી. ગોંડલ શહેરના સ્ટેશન પ્લોટ શેરી નંબર 1 માં યાગ્નિક હનુમાનજી મંદિરની સામે રહેતા દિલીપ સિંહ સોલંકી નામના વૃદ્ધે પોતાના જ પુત્ર રાજદીપસિંહ સોલંકી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર મામલે ગોંડલ સિટી પોલીસ દ્વારા આઈપીસીની કલમ 323, 504 તેમજ જી પી એક્ટ ની કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
Published by:Ashish Goyal
First published:March 01, 2021, 23:00 pm

ટૉપ ન્યૂઝ