સોમનાથ દાદાના સાનિધ્યમાં 11 હજાર રૂપિયામાં કરી શકશો લગ્ન, આવી મળશે સુવિધા

સોમનાથ દાદાના સાનિધ્યમાં 11 હજાર રૂપિયામાં કરી શકશો લગ્ન, આવી મળશે સુવિધા

તીર્થ ધામોમાં ભક્તિ દર્શન અને પ્રવાસ માટેની સુવિધાઓ અપાતી હોય છે. પરંતુ સોમનાથ ટ્રસ્ટ દ્રારા હવે લગ્ન પ્રસંગની સુવિધા પણ પૂરી પાડવામાં આવશે

 • Share this:
  ગીર સોમનાથ, દિનેશ સોલંકી : સામાન્ય રીતે તીર્થ ધામોમાં ભક્તિ દર્શન અને પ્રવાસ માટેની સુવિધાઓ અપાતી હોય છે. પરંતુ સોમનાથ ટ્રસ્ટ દ્રારા હવે લગ્ન પ્રસંગની સુવિધા પણ પૂરી પાડવામાં આવશે. સોમનાથ તીર્થમાં હવે ઢોલ પણ ઢબુકશે અને લગ્નો ની શરણાઇના સુરો પણ રેલાશે. આજના યુગની માંગ અને નવ દંપતીઓ સોમનાથ તીર્થમાં ભગવાન સોમનાથના સાનિધ્યે તેમના આશિર્વાદ સાથે પ્રભુતામાં પગલા માંડે તેવી સુવિધા સાથે લગ્ન માંગલ્ય હોલ તમામ ફેસિલિટી સાથે કાર્યરત કરાય છે. જેમાં કન્યા કે વરપક્ષે જરૂરી અહીં ઉપલબ્ધ તમામ સુવિધા માત્ર 11 હજાર રૂપિયામાં મળશે.

  સોમનાથ ટ્રસ્ટ દ્વારા વેદોક્ત પદ્ધતિથી માત્ર 11000 રૂપિયામાં લગ્ન કરવાનું પેકેજ જાહેર કરાયું છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા સમાજ માટે આવકાર દાયક અને સરાહનીય નિર્ણય કરવામાં આવેલ છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા માત્ર 11 હજારમાં વેદોક્ત પુરાણોક્ત રીતે લગ્ન કરાવી આપવામાં આવશે. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ આ ર્નિણયને પગલે આવનાર દિવસોમાં વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ ડેસ્ટીનેશન વેડિંગ બનશે અને ટ્રસ્ટ દ્વારા બનાવેલા નવનિર્મિત ટૂરીસ્ટ ફેસિલિટી સેન્ટરમાં વિશાળ લગ્નમંડપ હોલ બનાવવામાં આવ્યો છે.

  આ પણ વાંચો - દરેક વ્યક્તિને વેક્સીન માટે કેમ મંજૂરી આપવામાં આવી રહી નથી? સરકારે આપ્યો જવાબ

  આ હોલમાં બ્રાહ્મણ દ્વારા વેદોક્ત - પુરાણોક્ત રીતે લગ્નવિધિ કરાવી આપવામાં આવશે. હાલના નવા ચલણ મુજબ યંગ જનરેશન ડેસ્ટીનેશન વેડિંગ માટે ધાર્મિક સ્થળોની પસંદગી કરે છે જે હવે સોમનાથમાં પણ ડેસ્ટીનેશન વેડિંગની મનોકામના પુરી કરી શકશે.

  બીજી તરફ વધતી જતી મોંધવારીના કારણે લગ્ન પ્રસંગ મોંઘા થતા જાય છે ત્યારે ગરીબ તેમજ મધ્યમ વર્ગને પોસાઈ તે માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય કરવામાં આવેલ છે. લગ્નવિધિ માટે સુશોભિત આધુનિક લગ્ન હોલ, સ્ટેન, ચોળી, મહારાજા ખુરશી, લગ્નવિધિની સામગ્રી, બ્રાહ્મણ, મહેમાનો માટે ખુરશીની વ્યવસ્થા, હાર-તોરણ, લગ્નછાબ, 50 ફોટોગ્રાફસ અને તેની ડેટા સીડી, સંસ્થાનું પ્રમાણપત્ર, સોમનાથ ભગવાનનો પ્રસાદ, વર-કન્યા માટે ફુલહાર, 250 ગ્રામ મીઠાઈ, ખેસ, આંતરપટ જેવી સુવિધા પ્રાપ્ત થશે. ગવર્મેન્ટ મ્યુનિસિપલ લગ્ન નોંધણી પ્રમાણપત્ર આપવામાં આવશે.
  Published by:Ashish Goyal
  First published: