દિનેશ સોલંકી, સોમનાથ: સોમનાથ ટ્રસ્ટ (Somnath Trust) દ્રારા આજથી સોમનાથથી દીવ ટુરિસ્ટ બસનો (Somnath Diu Tourist Bus) પ્રારંભ કરાયો છે. માત્ર 500 રૂપિયામાં સોમનાથથી દીવ યાત્રિકોને લઈ દીવના તમામ જોવા લાયક સ્થળો બતાવી ભોજન કરાવી યાત્રિકોને પરત સોમનાથ લાવશે. નહીં નફો નહી નુકશાનથી પ્રવાસીઓને આ સુવિધાઓ અપાશે.
સોમનાથથી પ્રતિ યાત્રિક દીઠ 500 રૂપિયાના દરે આ બસ સવારે 8 વાગ્યે સોમનાથથી ઊપડશે. જે બસ સવારે 10 વાગ્યે દીવ પહોચશે. જ્યાં પર્યટન સ્થળો જેવા કે, દીવમાં ગંગેશ્વર મહાદેવ, નાગવા બીચ, ચર્ચ તેમજ પ્રાચીન કિલ્લો, ખુખરી સ્માર્ક વગેરે સ્થાનો બતાવશે. અને બાદમાં બપોરના ટુરીસ્ટોને ભોજન પણ ટ્રસ્ટ દ્રારા અપાશે. આમ નહી નફો નહી નુકશાનના દરે આ બસનો આજે પ્રારંભ કરાયો છે. એટલે કે યાત્રિકો સોમનાથ આવ્યા દર્શન કર્યા બાદ જો ખાનગી કારમાં જાય તો દીવ સુધી જાય તો કાર ચાલક 2 હજાર થી વધુ રૂપિયા લેતા હોય છે અને ભોજન ચાર્જ અલગ છે. પરંતુ સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ બસ સેવા શરૂ કરતા યાત્રિકોમાં ખુશી છવાય છે.
આ બસ સેવાનો સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી.પરમાર દ્રારા પ્રથમ દિવસે યાત્રિકોને મોઢા મીઠાં કરાવી શ્રીફળ વધારી અને પુજા વીધી સાથે જય સોમનાથના નાદ સાથે પ્રથમ ટ્રીપનો પ્રારંભ કર્યો હતો. આજે પ્રથમ દિવસે પ્રવાસીઓ પુર્ણ માત્રામાં દીવ જવા રવના થયા હતાં. સામાન્ય રીતે સોમનાથ આવતાં યાત્રિકો પ્રવાસન સ્થળ દીવ જવા આતુર હોય પરંતુ અહીંથી ખાનગી વાહનમાં જતા આવતાં 2થી 3 હજારનો ખર્ચ થતો હોય છે. આ સાથે અજાણ્યા યાત્રિકો હોય ત્યારે ગાઈડ સાથે આ સોમનાથ ટ્રસ્ટની ટુરીસ્ટ બસ શરૂ થતાં ભારે ખુશી જોવા મળી હતી.
સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી. પરમારના જણાવ્યા મુજબ, ખુશીની વાત છે કે, અહીં આવનારા યાત્રિકોને વધુ અને વ્યાજબી સુવિધા મળી રહે છે. આ સાથે આજે દીવ બાદ આવનારા સમયમાં વધુ બસો ખરીદી અને જીલ્લાના અન્ય તીર્થસ્થળો જેમાં તુલસી શ્યામ, પ્રાચી, જમદગ્ની આશ્રમ, ગુપ્ત પ્રયાગ વગેરે સ્થળો સાથે સોમનાથ તીર્થથી જોડાશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર