સોમનાથ મંદિર વિશે ખરાબ ટિપ્પણી કરી ગઝનવીને બિરદાવનાર યુટ્યુબર હરિયાણાથી ઝડપાયો

બુધવારે આ યુવાનને હરિયાણાના પાણીપત નજીકથી ઝડપી પાડ્યો છે.

બુધવારે આ યુવાનને હરિયાણાના પાણીપત નજીકથી ઝડપી પાડ્યો છે.

 • Share this:
  ગીર સોમનાથ મંદિરની (Gir Somnath Mandir Temple) પાછળના ભાગના દરિયા કિનારાનો એેક વીડિયો સોશિયલ મીડિયામાં (Social media) ફરી રહ્યો હતો. જેમાં એક વિધર્મી જણાતો યુવક સોમનાથના (Somnath) ઇતિહાસ અંગે ઉશ્કેરણીજનક અને વિવાદાસ્પદ બોલી રહ્યો હતો. આ વ્યક્તિ સામે સોમનાથ ટ્રસ્ટની લેખિત ફરિયાદ બાદ સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી હતી. મંગળવારે પોલીસ તપાસમાં આ યુવાનનું નામ ઇર્ષાદ રશીદ (Irshad Rashid) હોવાનું સામે આવ્યું હતું. આજે, બુધવારે આ યુવાનને હરિયાણાના પાણીપત નજીકથી ઝડપી પાડ્યો છે. આ યુવાનને ગીર સોમનાથ પોલીસે આજે સવારે છ વાગે ઝડપી પાડ્યો છે. તેને લઇને પોલીસ દિલ્હી પહોંચી છે.

  કોણ છે આ યુટ્યુબર?

  આ યુવકનું નામ ઇર્ષાદ રશીદ છે. આ વ્યક્તિ ઘણાં સમયથી 'જમાતે આદિલા હિંદ' નામની યુટ્યુબ ચેનલ ચલાવે છે. જેમાં કોમી એકતાને ડોહળે તેવા વીડિયો પોસ્ટ કરતો હોય છે. તેના મોટી સંખ્યામાં ફોલોવર્સ પણ છે.  ફરિયાદ દાખલ થતા માંગી હતી માફી

  ગઝનવીને બિરદાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયુવેગે પ્રસરતા આ યુવક સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે બાદ આ યુટ્યુબરે અન્ય એક વીડિયો પણ પોસ્ટ કર્યો હતો જેમાં તે માફી માંગતો દેખાય છે. આ વીડિયોમા તે જણાવે છે કે, હું 4 મે 2019માં ગુજરાતના સોમનાથમાં ફરવા ગયો હતો. ત્યાં અમે નાનો વીડિયો શૂટ કર્યો હતો જેમાં માત્ર સોમનાથની પ્રસંશા કરવાનો પ્રયત્ન હતો. તો પણ આ વીડિયોથી કોઇપણ ભારતવાસીને કે ગુજરાતીભાઇઓની ભાવનાને ઠેસ પહોંચી હોય તો હું દિલથી માફી માંગુ છું.

  નોંધનીય છે કે, આ વ્યક્તિએ ત્રણ મિનિટ અને 24 સેકન્ડના વીડિયોમાં મોહમ્મદ ગઝનવીએ સોમનાથ મંદિર લૂંટ્યાની ઘટનાને બિરદાવી હતી. આ મામલે સોમનાથ ટ્રસ્ટે પોલીસમાં અરજી કરી હતી. આ વીડિયો જોઇને લોકોમાં વીડિયો બનાવનાર વ્યક્તિને ઝડપી પાડવાની માંગ ઉઠી હતી. પોલીસે આ અંગે વિવિધ ટીમો બનાવીને તપાસ શરૂ કરતા સફળતા મળી છે અને આખરે આ યુવક ઝડપાઇ ગયો છે.
  Published by:Kaushal Pancholi
  First published: