કોરોના હળવો થતા નિર્ણય: સોમનાથ મંદિરમાં દર્શન કરવા માટે હવે પાસ લેવાની જરૂર નથી

સોમનાથ મંદિર

Somnath Temple live Darshn: સોમનાથ (Somnath) જતા ભક્તો માટે રાહતના સમાચાર છે.

 • Share this:
  ગીર: સોમનાથ (Somnath) જતા ભક્તો માટે રાહતના સમાચાર છે. કોરોનાની વૈશ્વિક મહામારી  કોરોનાને (corona pendemic) કારણે અને સોશ્યિલ ડીસ્ટસનની વ્યવસ્થા જાળવવા માટે સોમનાથ ખાતે દર્શને આવતા યાત્રિકોને પાસ લેવા ફરજિયાત કરવામાં આવ્યા હતા. પરંતુ આજથી આ પ્રથા બંધ કરવામાં આવી છે. આજથી સોમનાથ મંદિરમાં દર્શન (Somnath Temple Darshan) કરવા માટે પાસ લેવાની જરૂર નથી.

  સોમનાથ મંદિરમાં એક વર્ષ અને બે મહિના જેટલા સમયથી પાસ સીસ્ટમ અમલમાં મુકવામાં આવી હતી. હવે દેશ- વિદેશમાંથી આવતા યાત્રિકોને કાઉન્ટરમા ઉભા રહી અને પાસ લેવો પડતો હતો. જે હવે સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ પ્રથા બંધ કરવામાં આવી છે. આજથી સોમનાથ મહાદેવના દર્શન માટે દર્શનાર્થીઓને હવે પાસ નહીં લેવો પડે અને સીધા જ લાઇનમા ઉભા રહી દર્શન કરી શકાશે.

  જુલાઈ 2020થી પાસની વ્યવસ્થા ચાલુ કરાઇ હતી

  વિશ્ચ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરે 20 જુલાઈ 2020 શ્રાાવણ માસથી દર્શનાર્થીઓને દર્શન પાસ લઇને પ્રવેશ અપાતો હતો. જે હવે કોરોના કાળ હળવો થતાં આ દર્શન પાસ પ્રથા સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે. આમ છતાં કોરોના સામેની સાવચેતના પગલાઓ જેવા કે માસ્ક પહેરીને દર્શન કરવું, દર્શન કરી તરત જ બહાર નીકળી જવું, સેનેટાઇઝીંગ, સ્પ્રે સહિતના પગલાંઓ સાવચેતીના ભાગરૂપે ચાલુ રહેશે.

  ઘરે બેઠા 3D વ્યૂમાં નિહાળીને દર્શન

  ભારતના 12 જર્યોર્તિલિંગમાંના પ્રથમ એવા સોમનાથ મંદિરને આગામી સમયમાં ઘરે બેઠા 3D વ્યૂમાં નિહાળીને દર્શન કરી શકાશે. આ સિવાય 3-Way Digital CAVE VRના માધ્યમથી શ્રદ્ધાળુઓ પોતાના ઘરે બેઠા સ્વયં સોમનાથ મંદિર પરિસરમાં પરિભ્રમણ કરી રહ્યાની અનુભૂતિ પણ કરી શકશે. માત્ર એક ક્લિકથી જ શ્રદ્ધાળુઓ તેમના ફોન, ટેબ્લેટ કે લેપટોપનો ઉપયોગ કરીને મંદિર પરિસરને અનોખા સ્વરૂપે જોઈ શકશે.  ગુજરાતમાં આવેલા સોમનાથ મંદિરની અદ્વિતીય સ્થાપત્ય કલાનું સંરક્ષણ અને સંવર્ધનના હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શનથી "શ્રી સોમનાથ ટ્રસ્ટ" અને "ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ"ના સંયુક્ત પ્રયાસથી પ્રભાસ પાટણ સ્થિત "શ્રી સોમનાથ મંદિર" ના ડિજિટલ પ્રમોશન અને સંરક્ષણ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે, એવું ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે.
  Published by:Kaushal Pancholi
  First published: