શ્રાવણનાં ચોથા સોમવાર અને જન્માષ્ટમીના પર્વે કરો સોમનાથ દાદાના Live Darshan

આજના દર્શન

Somnath Live Darshan on Janmashtami : શ્રાવણના સોમવારે મહાદેવનાં ભક્તોને મન ગુજરાતનાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથદાદાનાં દર્શન કરવાની અનોખી મહિમા હોય છે

  • Share this:
    Somnath Live Darshan on Janmashtami : આજે શ્રાવણ મહિનાનો ચોથો સોમવાર ( Monday of Shravan) અને જન્માષ્મીનો (Janmashtami) પાવન પર્વ છે. આજે શ્રાવણના સોમવારે મહાદેવનાં ભક્તોને મન ગુજરાતનાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથદાદાનાં (Somnath Temple live darshan) દર્શન કરવાની અનોખી મહિમા હોય છે. આજે સવારથી જ રાજ્યભરનાં તમામ શિવાલયોમાં ભક્તો શિવનાં દર્શન અને પૂજન કરવા પહોંચ્યા છે. આજે ભગવાન સોમનાથ મહાદેવ મંદિર જન્માષ્ટમીના (Somnath Temple live darshan on Janmashtami 2021) દિવસે દર્શનાર્થીઓ માટે સવારે ચાર વાગ્યાથી રાત્રીના દસ વાગ્યા સુધી ખૂલ્લું રહેવાનું છે. ભાલકા તીર્થ મંદિરે જન્માષ્ટમી ઉત્સવનું લાઇવ પ્રસારણ રાત્રીના સાડા દસ વાગ્યાથી ટ્રસ્ટના ફેસબુક, યુટયુબ પેજ પરથી કરવામાં આવશે. જેનો સર્વે ભાવિકોને સોશિયલ મીડીયા મારફ્તે લાઇવ દર્શન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. ત્યારે આજે આપણે પણ ઘરે બેઠા જ સોમનાથ દાદાનાં જન્માષ્ટમીના દિવસે લાઇવ દર્શન કરીશું.

    જન્માષ્ટમીના દિવસે દર્શનનો ખાસ સમય છે

    આજે જન્માષ્ટમીના દિવસે, તા.30 ઓગષ્ટના રોજ સોમનાથ મંદિર તથા અહલ્યાબાઈ નિર્મિત (જુના સોમનાથ) મંદિરમાં દર્શનનો સમય સવારે ચારથી સાડા છ, ત્યારબાદ સાડા સાતથી સાડા અગીયાર તેમજ બપોરે સાડા બારથી સાંજે સાડા છ અને રાત્રીના સાડા સાતથી રાત્રે દસ વાગ્યા સુધીનો રહેશે.

    રવિવારની સાંજની આરતી સમયની તસવીર


    સોમનાથ ટ્રસ્ટ હસ્તકના ભાલકા તીર્થ, રામ મંદિર, ગીતા મંદિર, લક્ષ્મી નારાયણ મંદિર, ભીડભંજન મંદિર સવારે છથી રાત્રે નવ વાગ્યા સુધી દર્શન માટે ખુલ્લા રહેશે. મંદિરમાં સરકારની કોવિડની ગાઇડલાઇન મુજબ દરેક શ્રદ્ધાળુઓને ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરવા વિનંતી કરવામાં આવી છે. તમામ મંદિરમાં આરતીમાં પ્રવેશ બંધ રહેશે.

    આ પણ વાંચો - જન્માષ્ટમીના પાવન પર્વે કૃષ્ણ ભક્તિમાં રંગાઇ જાવ: ડાકોર અને દ્વારકાનાં કરી લો Live Darshan

    જન્માષ્ટમી ઉત્સવનું લાઇવ પ્રસારણ રાત્રે સાડા દસ વાગ્યાથી થશે

    સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાના જણાવ્યા પ્રમાણે, ભાલકા તીર્થ મંદિર તા.30 ઓગષ્ટ જન્માષ્ટમીના રોજ રાત્રે નવ વાગ્યા સુધી દર્શન માટે ખુલ્લું રહેશે. જન્માષ્ટમી ઉત્સવનું લાઇવ પ્રસારણ રાત્રે સાડા દસ વાગ્યાથી ટ્રસ્ટના ફેસબુક, યુટયુબ પેજ પર કરવામાં આવો સર્વે ભાવિકોને જન્માષ્ટમીનો ઉત્સવ ટ્રસ્ટના સોશિયલ મીડીયા મારફતે લાઇવ દર્શન કરવા વિનંતી છે.

    આ પણ વાંચો - Janmashtami Prasad: શ્રી કૃષ્ણને પ્રસાદમાં પ્રિય છે 'પંજરી', જાણી લો બનાવવાની રીત

    દર્શન માટે આવનાર ભાવિકોએ માસ્ક ફરજીયાત પહેરીને આવવાનું રહેશે. સોમનાથ મંદિરમાં દર્શન માટેનો પાસ લેવો ફરજીયાત છે. દર્શન પાસનું ઓનલાઇન બુકિંગ ટ્રસ્ટની વેબસાઇટ www.somnath.org પરથી કરવાના રહેશે.



    શ્રાવણમાં શિવલિંગની પૂજાનું માહત્મય

    શ્રાવણમાં શિવલિંગની પૂજાનું અનોખું મહત્ત્વ છે. શ્રાવણમાં શિવલિંગની પૂજા કરવાથી જન્મકુંડળીના નવગ્રહ દોષ તો શાંત થાય છે વિશેષ કરીને ચંદ્રજનિત દોષ જેવા કે માનસિક અશાંતિ, માતાનું સુખ અને સ્વાસ્થ્યમાં કોઇ તકલીફ, મિત્રો સાથેના સંબંધ, મકાન-વાહનના સુખમાં વિલંબ, હૃદયરોગ, નેત્ર વિકાર, ચામડીનો રોગ, શ્વાસનો રોગ, કફ, શરદી, નિમોનિયા સંબંધિત રોગથી મુક્તિ મળે છે અને સમાજમાં માન પ્રતિષ્ઠા વધે છે.
    Published by:Kaushal Pancholi
    First published: