Somnath Live Darshan: શ્રાવણનાં ત્રીજા સોમવારે ઘરે બેઠા જ કરો સોમનાથ દાદાના શૃંગાર દર્શન

સોમનાથનાં ત્રીજા સોમવારનાં દર્શન

Somnath Live Darshan: શ્રાવણમાં શિવલિંગની પૂજા કરવાથી જન્મકુંડળીના નવગ્રહ દોષ તો શાંત થાય છે.

  • Share this:
    સોમનાથ: આજે શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર ( Monday of Shravan) છે. ત્યારે આજે મહાદેવનાં ભક્તોને મન ગુજરાતનાં પ્રથમ જયોતિર્લિંગ સોમનાથદાદાનાં (Somnath Temple live darshan) દર્શન કરવાની અનોખી મહિમા હોય છે. આજે સવારથી જ રાજ્યભરનાં તમામ શિવાલયોમાં ભક્તો શિવનાં દર્શન અને પૂજન કરવા પહોંચ્યા છે. ત્યારે આજે આપણે પણ ઘરે બેઠા જ સોમનાથ દાદાનાં દર્શન કરીશું.

    શ્રાવણમાં શિવલિંગની પૂજાનું માહત્મય

    શ્રાવણમાં શિવલિંગની પૂજાનું અનોખું મહત્ત્વ છે. શ્રાવણમાં શિવલિંગની પૂજા કરવાથી જન્મકુંડળીના નવગ્રહ દોષ તો શાંત થાય છે વિશેષ કરીને ચંદ્રજનિત દોષ જેવા કે માનસિક અશાંતિ, માતાનું સુખ અને સ્વાસ્થ્યમાં કોઇ તકલીફ, મિત્રો સાથેના સંબંધ, મકાન-વાહનના સુખમાં વિલંબ, હૃદયરોગ, નેત્ર વિકાર, ચામડીનો રોગ, શ્વાસનો રોગ, કફ, શરદી, નિમોનિયા સંબંધિત રોગથી મુક્તિ મળે છે અને સમાજમાં માન પ્રતિષ્ઠા વધે છે.

    આજના દર્શન


    નોંધનીય છે કે, સોમનાથ મહાદેવ મંદિર ખાતે દર્શનાર્થે શ્રાવણ માસમાં આવનાર ભાવિકો કોરોના મહામારીની સાવચેતી અને ભીડ વગર દર્શન કરી શકે તે માટે મંદિરમાં દર્શન કરવા પ્રવેશ માટે પાસ પ્રથા અમલી બનાવવામાં આવી છે.

    દર્શન માટે છે પાસની વ્યવસ્થા

    મંદિરમાં દર્શન કરવા પ્રવેશ માટે મંદિર સામેના જૂના પથિકાશ્રમ મેદાનમાં ખાસ 4 વિન્ડો ખોલવામાં આવી છે. લોકો સોશ્યલ ડીસ્ટન્શન જાળવી પાસ મેળવી શકે તેવી વ્યવસ્થાઓ કાર્યરત થઇ છે. આ બુકીંગ કચેરીમાં સવારે 4 વિન્ડો અને બપોરે બે વિન્ડો ખુલશે. જરૂર પ્રમાણે વધારો પણ કરાશે. જે લોકોએ દર્શન માટે ઓનલાઇન બુકીંગ કરાવ્યું હશે તેઓ પોતાની કોમ્પ્યુટર સ્લીપ અથવા મોબાઇલમાં તેઓની સ્લીપ બતાવી દર્શન માટે પ્રવેશ મેળવી શકશે.

    રક્ષાબંધનનાં દર્શન


    પ્રવેશ પાસના કલર દરેક દિવસે અલગ - અલગ

    પ્રવેશ પાસના કલર દરેક દિવસે અલગ - અલગ રહેશે. આ સાથે અડધો કલાકના સ્લોટમાં એ પાસમાં તારીખ અને સમય પણ લખાયો હશે અને ફેમીલી હોય તો એક પાસમાં પાંચ વધુમાં વધુ વ્યકિત દર્શન પાસ મેળવી શકે છે. જે લોકો બહાર ગામના હોય અને ઓનલાઇન બુકીંગ ન કરાવ્યું હોય તે લોકો સ્થાનિકેથી પાસ મેળવી શકશે.



    સોમનાથ ટ્રસ્ટના અતિથીગૃહમાં ઉતરેલા ભાવિકો અતિથીગૃહ બુકીંગ ઓફિસ ખાતેથી પણ બીજા દિવસના દર્શનનો પાસ મેળવી શકશે. બુકીંગ કચેરીના મેનેજમેન્ટ માટે બે સીફટમાં સુપરવાઇઝરો ટીમો ગોઠવાઇ છે.
    Published by:Kaushal Pancholi
    First published: