Home /News /gujarat /

હાર્દિક પટેલની લોકસભા ચૂંટણી લડવા અંગેની જાહેરાતથી કોંગ્રેસમાં વિખવાદ

હાર્દિક પટેલની લોકસભા ચૂંટણી લડવા અંગેની જાહેરાતથી કોંગ્રેસમાં વિખવાદ

હાર્દિક પટેલની ફાઇલ તસવીર

કોંગ્રેસની જાહેરાત પહેલા જ સોશિયલ મીડિયામાં હાર્દિક પટેલે જાહેરાત કરી દેતા કોંગ્રેસનાં નેતાઓમાં વિરોધનાં સૂર ફેલાઇ રહ્યાં છે.

  પ્રણવ પટેલ, અમદાવાદ : પાસ (પાટીદાર અનામત આંદોલન સમિતિ)ના આગેવાન હાર્દિક પટેલે 2019ની લોકસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. સોશિયલ મીડિયામાં ફરતી ખબર પ્રમાણે ક્યાસ લગાવવામાં આવી રહ્યો છે કે હાર્દિક પટેલ અમરેલીમાંથી ચૂંટણી લડશે. કોંગ્રેસની જાહેરાત પહેલા જ સોશિયલ મીડિયામાં હાર્દિક પટેલે જાહેરાત કરી દેતા કોંગ્રેસનાં નેતાઓમાં વિરોધનાં સૂર ફેલાઇ રહ્યાં છે. કોંગ્રેસ ઉપરાંત પાસનાં નેતાઓ પણ આ વાતથી ખાસ ખુશ નથી.

  હાર્દિક આવતી કાલે કોંગ્રેસનો પકડશે હાથ

  12મી તારીખે એટલે મંગળવારે ગુજરાતમાં યોજાનારી કોંગ્રેસની CWCમાં હાર્દિક પટેલ કોંગ્રેસનો ખેસ પહેરશે. આ દરમિયાન રાહુલ ગાંધી પણ ઉપસ્થિત રહેશે. જો કે ક્યાંથી ચૂંટણી લડશે તે અંગે જાહેરાત હજી સત્તાવાર રીતે કરવામાં આવી નથી. પરંતુ હાર્દિકની જાહેરાત અને સ્થળની પસંદગીને કારણે કોંગ્રેસમાં ખેંચતાણ ચાલી રહી છે. કોંગ્રેસનાં જ મોટા નેતાઓ વિરોધનો સુર રેલાવી રહ્યાં છે. કોંગ્રેસનાં નેતાઓ કહી રહ્યાં છે કે કોંગ્રેસનાં જે સ્થાનિક નેતાઓ છે એમને ટિકિટ આપવામાં આવે. નહીં કે બહારથી કોંગ્રેસમાં જોડઇ રહ્યાં છે તેમને ટિકિટ આપવામાં આવે. આ નિર્ણયને કારણે સ્થાનિક આગેવાનો નારાજ થયા છે. મહત્વનું છે કે ગઇકાલે કોંગ્રેસનાં પ્રભારી રાજીવ સાતવ પણ અચાનક આવી ગયા હતાં. જે પછી તરત જ કોંગ્રેસનાં મોટા નેતાઓની બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠક મોડી રાત સુધી ચાલી હતી.

  પાસમાં પણ ફેલાયા છે વિરોધનાં સૂર

  નોંધનીય છે કે પાસ નેતા દિનેશ બાંભણિયા અને એસપીજી (સરદાર પટેલ ગ્રુપ)ના લાલજી પટેલે હાર્દિકના આવા પગલાંને સમાજ સાથે દ્રોહ ગણાવ્યો છે. 'બંને નેતાઓએ પ્રતિક્રિયા આપતા કહ્યું છે, અમદાવાદ ખાતે 25મી ઓગસ્ટના રોજ યોજાયેલી રેલીમાં નક્કી કરવામાં આવ્યું હતું કે તેઓ કોઈપણ પક્ષ સાથે જોડાયા વગર સમાજની સેવા કરશે.'

  CWC માટે 20 જેટલા નેતાઓ આજે જ પહોંચશે અમદાવાદ

  CWCની બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, મનમોહન સિંહ સહિતના અનેક દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહેવાના છે. હાલ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર, 25થી વધુ દિગ્ગજ નેતાઓ સ્ટેજ પર હાજર રહેવાના છે. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત કુમારી સૈલજા, શિલા દિક્ષિત, મલ્લિકાર્જૂન ખડગે, સિદ્ધારમૈયા, અંબિકા સોની, ગુલામનબી આઝાદ, કે.સી. વેણુગોપાલ, બાલા સાહેબ થોરાટ જેવા સિનિયાર નેતાઓનો જમાવાડો આવતી કાલે અમદાવાદમાં આવશે. આજ રાત સુધીમાં 20થી વધુ સિનિયર નેતાઓ અમદાવાદ પહોંચી જશે. મનમોહનસિંહ આવતીકાલે 9 કલાકે આવશે.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Hardik, Loksabha election 2019, Paas, અમરેલી, કોંગ્રેસ, ગુજરાત

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन