સોમનાથ દાદાના ભક્તો માટે સારા સમાચાર, હવે ઘરે બેઠા જ મળશે પ્રસાદ, જાણી લો તેની પ્રોસેસ

સોમનાથ દાદાના ભક્તો માટે સારા સમાચાર, હવે ઘરે બેઠા જ મળશે પ્રસાદ, જાણી લો તેની પ્રોસેસ
નોંધનીય છે કે, કોરોનાના લૉકડાઉનનો અમલ શરૂ થયો ત્યારથી જ મંદિરમાં પ્રવેશ બંધ કરાયો હતો. જે હવે શરૂ કરાયો છે.

સોમનાથ ટ્રસ્ટનો પ્રસાદ ભારતીય ફૂડ વિભાગ દ્વારા પ્રમાણિત છે. લાંબા સમય સુધી સારો રહી શકે છે.

 • Share this:
  દિનેશ સોલંકી, સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનાં (Somnatah Mahadev) ભક્તો માટે ખુશીના સમાચાર છે. સોમનાથ મંદીરનો પ્રસાદ (Somnath Prasad) આજથી પોસ્ટ વિભાગ ભાવિકોનાં ઘર સુધી પહોંચાડશે. ટ્રસ્ટી સેક્રેટરી પ્રવીણ લહેરીએ ઇ-સિસ્ટમથી પોસ્ટલ પ્રસાદ સેવાનો (postal prasad service) પ્રારંભ કરાવ્યો 250 રૂપિયામાં ભારતીય ડાકનાં માધ્યમથી સમગ્ર ભારતમાં મળશે.

  સોમનાથ મહાદેવનો પ્રસાદ કઇ રીતે મેળવશો  200 ગ્રામ મગજનાં લાડુ અને 200 ગ્રામ ચીક્કી ભારતનાં ગમે તે ખૂણામાં ભારતીય ડાક વિભાગ બેથી ત્રણ દિવસમાં પહોંચાડશે. આજથી સમગ્ર દેશના કોઈપણ ખૂણે દાદા સોમનાથનાં ભક્તોને માત્ર 250/-રૂપિયા જેવી નજીવી કિંમતે 400 ગ્રામ જેટલો શુદ્ધ પ્રસાદ ઘરે બેઠા ભારતીય પોષ્ટ વિભાગ દ્વારા પહોંચાડવામાં આવશે. જેના માટે કોઈપણ વ્યક્તિએ નજીકની પોષ્ટ ઓફીસનો જ સંપર્ક કરવાનો રહેશે. ભક્તોને આજથી જ રૂ।.250/- (પેકીંગ શીપીંગ ચાર્જ સાથે) અલગથી મનીઓર્ડર ચાર્જ ચુકવી ભારત દેશના તમામ પ્રદેશો ખાતે પોસ્ટ ઓફિસ ખાતેથી પ્રસાદ માટે રજીસ્‍ટ્રેશન કરાવી પ્રસાદી મેળવી ધન્ય બની શકશે.

  હવે નહિ રહે પેટ્રોલની કિંમતનો ડર: અમદાવાદના વિદ્યાર્થીઓએ બનાવ્યું કમાલનું E-Bike

  ઇ સિસ્ટમથી મળશે સુવિધા

  જેમા સોમનાથ ટ્રસ્ટનાં નામનું રૂપિયા 250નું મનીઓર્ડર કરવાથી બેથી ત્રણ જ દિવસમાં ભાવિકોને પોતાના ઘરે જ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનો પ્રસાદ મળી જશે. આ સંદર્ભે સોમનાથ ખાતે આવેલા રામ મંદિરના ઓડિટોરિયમમાં આજે સોમનાથ ટ્રસ્ટ અને પોષ્ટ વિભાગ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.સોમનાથ ટ્રસ્ટનાં ટ્રસ્ટી સેક્રેટરી પ્રવીણભાઈ લહેરી અને પોષ્ટ વિભાગનાં અધિકારીઓએ ઈ-સિસ્ટમ દ્વારા આ સુવિધાની શરૂઆત કરી હતી.

  'હિતેન્દ્રએ સેક્સની ઈચ્છા પૂરી કરવા ખોટા લગ્ન કર્યા' સાથળ પર સુસાઇડ નોટ લખીને આપઘાત કરનાર મહિલાના ડૉક્ટર પતિની અંતે ધરપકડ

  સોમનાથ ટ્રસ્ટનો પ્રસાદ ભારતીય ફૂડ વિભાગ દ્વારા પ્રમાણિત છે. લાંબા સમય સુધી સારો રહી શકે છે. પોષ્ટ વિભાગ પણ ડાયનેમિક બન્યું છે. આથી ટૂંકા સમયમાં જ સોમનાથનાં ભક્તોને નજીવી રકમે ભારતનાં કોઈપણ સ્થળ સુધી પ્રસાદ પહોંચાડવામાં આવશે. આથી સોમનાથનાં ભક્તોમાં ખુશી વ્યાપી છે.
  Published by:Kaushal Pancholi
  First published:February 22, 2021, 15:33 pm

  ટૉપ ન્યૂઝ