રાજકોટમાં હોટેલ અને રેસ્ટોરન્ટમાં ગ્રાહકો માટે સીટ ઘટાડી સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં આવશે


Updated: June 4, 2020, 11:14 PM IST
રાજકોટમાં હોટેલ અને રેસ્ટોરન્ટમાં ગ્રાહકો માટે સીટ ઘટાડી સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં આવશે
પ્રતિકાત્મક તસવીર

સરકાર દ્વારા અનલૉક- 1 અંતર્ગત આગામી તારીખ 8 જૂનથી હોટેલ અને રેસ્ટોરન્ટ પણ ખુલશે

  • Share this:
રાજકોટ : રાજકોટ સહિત સમગ્ર ભારતભરમાં હાલ લૉકડાઉન ચાલી રહ્યું છે. જેમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા હોટલ રેસ્ટોરન્ટને ખોલવાની મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ તેમાં માત્ર હોમ ડિલીવરી કરવાની જ છૂટ આપવામાં આવી છે. ત્યારે લૉકડાઉન (lockdown) ના કારણે રાજકોટમાં હોટલ રેસ્ટોરન્ટના સંચાલકોને કરોડો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે. સરકાર દ્વારા અનલૉક- 1 અંતર્ગત આગામી તારીખ 8 જૂનથી હોટેલ અને રેસ્ટોરન્ટ પણ ખુલશે.

અનલૉક પાર્ટ 1 ની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે રાજકોટવાસીઓ બસ એક જ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે હોટેલ અને રેસ્ટોરન્ટ ખુલ્લે જેના કારણે તેઓ હોટેલ અને રેસ્ટોરન્ટમાં જઈ પોતાની મનપસંદ વાનગી આરોગી શકે. હાલ રાજકોટમાં માત્ર મર્યાદિત સમય સુધી જ હોટલ અને રેસ્ટોરન્ટમાં ફૂડ ડિલવરી મળે છે. લોકો હોટલ અને રેસ્ટોરન્ટમાં જઈને જમી શકતા નથી.

આ પણ વાંચો - Coronavirus: રાજ્યમાં નવા 492 કેસ નોંધાયા, 24 કલાકમાં 33 દર્દીના મોત

ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં ધ ગ્રાન્ડ ઠાકરના માલિક ગોપાલભાઈ ઠાકરે જણાવ્યું હતું કે લૉકડાઉનના કારણે હોટલ અને રેસ્ટોરન્ટના ધંધા સાથે જોડાયેલા સંચાલકોને લાખો નહીં પરંતુ કરોડો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે. અમારે ત્યાં સામાન્ય દિવસોની અંદર પણ એકથી દોઢ કલાક લોકો વેઇટિંગમાં ઉભા રહ્યા બાદ તેમનો ભોજન માટે વારો આવતો હોય છે. અમે ગ્રાહકોને અમારા પરિવારજનો સમજીને જ તેમને ભોજન પણ જમાડીએ છીએ. અમારો પરિવાર આ ધંધામાં દાયકાઓથી સંકળાયેલો છે. સરકાર દ્વારા લૉકડાઉન પાર્ટ 4 અંતર્ગત ફૂડ ડિલીવરીની છૂટ આપતા હાલ અમારે ત્યાંથી પાર્સલ સર્વિસ શરૂ કરવામાં આવી છે. અમે સોશિયલ distance તેમજ હેન્ડ સેનિટાઇઝેશનનું ખૂબ ધ્યાન રાખીએ છીએ.

આગામી સમયમાં હોટેલ ખુલતા અમે અમારું સિટિંગ કે જે હાલ 120નું છે તેને ઘટાડી 60નું કરી નાખીશું. સાથે બે ટેબલ વચ્ચે 7 થી 8 ફૂટનું અંતર પણ રાખી શકીશું. તેમજ ડીસ ઇન ફૅક્ટ તેમજ હેન્ડ સેનિટાઇઝર સહિતનું ધ્યાન રાખીશું.

ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં ટાઇમ્સ કાફે કરી પોતાનો વ્યવસાય ચલાવતા શૈલેષ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે લોકડાઉનના કારણે કાફેનું રેન્ટ અને કારીગરોના પગાર ચૂકવવાના કારણે લાખો રૂપિયાનું નુકશાન થવા પામ્યું છે. ત્યારે હાલ ઓફિસો પણ ખુલી છે પરંતુ પહેલા જેવી ધંધામાં રોનક નથી દેખાતી. ઓફિસોમાં કામ કરતા લોકો કોરોનાના કારણે મોટા ભાગે ઘરેથી જમવાનું લાવે છે. હાલ માત્ર ચા કોફી અને નાની મોટી આઇટમના થોડા જ ઓર્ડર મળી રહ્યા છે. ત્યારે અમારા ખાણી પીણીના ધંધામાં રોનક પહેલા જેવી ક્યારે પાછી આવશે તે જોવું અતિ મહત્વનું રહેશે.
First published: June 4, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading