Home /News /gujarat /ભુજ: બનેવીએ સાળીનું અપહરણ કરી નવ દિવસ ફેરવી, લગ્ન કરવાની આપતો હતો ધમકી

ભુજ: બનેવીએ સાળીનું અપહરણ કરી નવ દિવસ ફેરવી, લગ્ન કરવાની આપતો હતો ધમકી

પ્રતિકાત્મક તસવીરઃ Shutterstock

બનેવી ધમકી આપતો હતો કે, 'તું લગ્ન નહીં કરે તો હું દવા પીને મરી જઇશ અને તારા ભાઇ અને માતાને મારી નાખીશ.'

ભુજ: શહેરમાં (Bhuj) વિધુર બનેવીએ સાળી સાથે લગ્ન કરવાના ઇરાદે ઠંડા પીણામાં ઘેનની ગોળી ભેળવી બેભાન કરીને અપહરણ (kidnapping) કર્યું હતુ. જે બાદ સાળીને નવ દિવસ સુધી અલગ અલગ જગ્યાએ લઇ જઇ લગ્ન નહીં કરે તો હું મરી જઇશ અને તારા ભાઇ અને માતાને પણ મારી નાંખીશ તેવી ધમકીઓ આપી હતી. નોંધનીય છે કે, સાળી ત્રણ વર્ષથી પતિથી અલગ રહે છે. હાલ આ અંગે પીડિતાએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

વિધુક સાળો ત્રણ સંતાનોનો પિતા છે

ભોગબનાર પરિણીતાએ એ ડિવિઝન પોલીસમાં બનેવી કિશોર મોહનગર ગોસ્વામી (રહે- હાઉસીંગ બોર્ડ) વિરુધ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે પરિણીતા દોઢ વર્ષથી પતિથી અલગ રહે છે. જેનો ફાયદો ઉઠાવીને પીડિતાના બનેવી સાળીને પોતા સાથે લગ્ન કરવા દબાણ કરતો હતો. આ બનેવીને ત્રણ સંતાનો છે. આ દરમિયાન ગત 15 ઓક્ટોબરના રોજ વાત કરવાના બહાને બનેવી સાળીને ખેંગાર પાર્ક લઇ ગયા હતા. જ્યાં તેના મિત્ર રમેશ જોગી મારફતે ઠંડા પીણાની બોટલ મંગાવી વાતચિત દરમિયાન ઠંડુ પીણું પીધું હતું. બાદમાં ફરિયાદી મહિલા બેભાન થઇ ગઇ હતી. સાળીને બે દિવસ બાદ ભાન આવ્યું હતુ. તો ત્યારે તે આબુની એક હોટલમાં હોવાનું જાણવા મળ્યું હતું.

ભાઇ અને માતાને પણ મારી નાંખવાની ધમકી આપતો હતો

બાદમાં ફરિયાદીના બનેવીએ અલગ અલગ નવ જગ્યાએ ફરાવીને લગ્ન કરવાનું દબાણ કર્યુ હતુ. બનેવી લગ્નના દબાણ સાથે ધમકી આપતો હતો કે, તું લગ્ન નહીં કરે તો હું દવા પીને મરી જઇશ અને તારા ભાઇ અને માતાને મારી નાખીશ. એ ડિવિઝન પોલીસે આરોપી કિશોર મોહનગર ગુસાઇ અને રમેશ જોગી વિરૂધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - વડોદરાઃ સુરતનું પરિણીત પ્રેમી યુગલ ખંડીત, હોટલના બીજા માળેથી પ્રેમીએ લગાવી છલાંગ, પ્રેમિકાને પોલીસે બચાવી

જામનગરમાં પણ બનેવીએ સાળીને ગર્ભવતી બનાવી

થોડા સમય પહેલા જામનગરમાં પણ સાળી બનેવીનો એક કિસ્સો ઘણો જ ચર્ચામાં આવ્યો હતો. જેમાં જામનગરમાં રહેતી મોટી બહેન બીમાર હોવાથી નાની બહેન ઘરકામમાં મદદ કરવા માટે આવી હતી. પોતાના ઘરે આવેલી સાળી પર બનેવીએ નજર બગાડી હતી અને સાળીની ધાક-ધમકી આપીને બે-ત્રણ વાર તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. જોકે, આ પછી યુવતી માતા-પિતાના ઘરે ચાલી ગઈ હતી. દરમિયાન યુવતીને પેટમાં દુખાવો ઉપડતા તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. અહીં હાજર તબીબે યુવતીને આઠ મહિનાનો ગર્ભ હોવાનું જણાવતા માતા-પિતાના પગ નીચેથી જમીન સરકી ઘઈ હતી.
First published:

Tags: Bhuj, Love, ગુજરાત, ગુનો

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો