Home /News /gujarat /

CRIME: અંધશ્રદ્ધાની પરાકાષ્ઠા, મહંતની વિદ્યાના પારખા કરવા જતા સેવકે હત્યા કરી નાંખી

CRIME: અંધશ્રદ્ધાની પરાકાષ્ઠા, મહંતની વિદ્યાના પારખા કરવા જતા સેવકે હત્યા કરી નાંખી

મહંતની વિદ્યાના પારખા કરવા જતા સેવકે હત્યા કરી નાંખી

બોટાદ જિલ્લાના (Botad District) ગઢડા(સ્વામિના) તાલુકાના અને ઢસા તાબેના ચોસલા ગામે આવેલાં હનુમાનજી મંદિર આશ્રમ (Hanumanji Temple Ashram)ના મહંત રામદાસજી (Mahant Ramdasji Murder) ગુરૂ મોહનદાસજી ચારેક દિવસથી લાપતા હતા. જેમની ભારે શોધખોળના અંતે ગત ગુરૂવારના રોજ આશ્રમના કૂવામાંથી જ તેમની કોહવાઈ ગયેલી હાલતે લાશ (Dead Body) મળી હતી.

વધુ જુઓ ...
  વાત હોય શ્રદ્ધાની તો પૂરાવાના શું જરૂર છે?, અંધશ્રધ્ધા (Superstition)માં પણ કયાં જરૂર છે? તેવી કહેવતને ચરિતાર્થ કરતી ઘટના ભાવનગર (Bhavnagar)ના એક ગામમાં બની હતી. જ્યાં એક ચેલાએ જ પોતાના ગુરૂની વિદ્યાના પારખા કરવા માટે તેમને દારડુ મારી મોતને ઘાટ ઉતાર્યા હતા. બોટાદ જિલ્લાના (Botad District) ગઢડા(સ્વામિના) તાલુકાના અને ઢસા તાબેના ચોસલા ગામે આવેલાં હનુમાનજી મંદિર આશ્રમ (Hanumanji Temple Ashram)ના મહંત રામદાસજી (Mahant Ramdasji Murder) ગુરૂ મોહનદાસજી ચારેક દિવસથી લાપતા હતા. જેમની ભારે શોધખોળના અંતે ગત ગુરૂવારના રોજ આશ્રમના કૂવામાંથી જ તેમની કોહવાઈ ગયેલી હાલતે લાશ (Dead Body) મળી હતી.

  ભાવનગરના ઢસા નજીકના ચોસલા ગામે પાંચ દિવસ પૂર્વે થયેલી મહંતની હત્યામાં ઝડપાયેલાં ગામના જ ઈસમે પોલીસ સમક્ષ અંધશ્રદ્ધાની પરાકાષ્ઠા સમાન હત્યાના બનાવ અંગેના રહસ્ય પરથી પડદો ઉંચકતા ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે ગુન્હાનો ભેદ ઉકેલી તેના આધારે ઝડપેલાં મૃતક મહંતના જ માનિતા સેવકને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

  ભાવનગરમાં ઢસા નજીક આવેલ ચોસલા ગામે ધુણો ધખાવીને બેઠેલાં મહંતે તેમના માનીતા સેવકને કહ્યું હતું કે, મેં વિધિવિધાન કર્યા છે. હું અમર થઈ ગયો છું, તારે ખરાઇ કરવી હોય તું ખરાઈ કરી જો, મને કંઈ નહીં થાય. જોકે આ બાદ મહંતની આજ્ઞાને લઈ સેવકે તેમના દાંતરડા વડે હુમલો કરતાં મહંત સ્થળ પર જ લોહીથી લથબથ હાલતે ઢળી પડયા હતા. બાદમાં મહંતનું મોત થયાની જાણ થતાં જ સેવકે તેમના મૃતદેહને શેતરંજી, મહંત પહેરેલી કોટી અને હથિયાર સાથે કૂવામાં ફેંકી દીધા હતા.

  આ પણ વાંચો-CIRME: પ્રેમીનાં ત્રાસથી મહિલાએ ફાંસો ખાઇ લીધો, પતિની ફરિયાદથી પ્રેમીની અટકાયત

  પોલીસ તપાસમાં મહંતની હત્યા થઈ હોવાનું અને ગામમાં જ રહેતા નીતિન કુરજી વણોદીયાએ તિક્ષ્ણ હથિયારો વડે તેમની હત્યા નિપજાવી આશ્રમના કૂવામાં તેમની લાશ ફેંકી દિધાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું. જેના આધારે પોલીસે મૃતક મહંતના ભાઈની ફરિયાદના આધારે નિતિન કૂરજી વિરૂદ્ધ ફરિયાદ નોંધી તેની ધરપકડ કરી રિમાન્ડની માંગ અર્થે કોર્ટમાં રજૂ કર્યો હતો. જયાં પોલીસે આરોપીને ત્રણ દિવસના રિમાન્ડની માંગ કરી હતી. જેની સામે કોર્ટે આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

  આ ચકચારી હત્યાના બનાવ અંગે મહંતના નાનાભાઈ પ્રવીણભાઈ ધીરૂભાઈ અડાણિયા (ઉ.વ.29, રહે, ઝાંઝમેર, તા.ઉમરાળા)એ નીતિન વણોદિયા વિરૂદ્ધ ઢસા પોલીસ મથકમાં IPC 302 અને GP એક્ટ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ ઈન્ચાર્જ પીઆઈ કે.કે.સોલંકીએ હાથ ધરી છે.

  આ પણ વાંચો-BRTS ટ્રેકમાંથી ગાડી લઇને નીકળ્યો પછી કરી દાદાગીરી, 'મારું નામ પીન્ટુ ચૌહાણ છે, જો હવે શું થાય છે'

  15 વર્ષ પહેલા સન્યાસી બન્યા હતા

  ઉમરાળાના ઝાંઝમેર ગામના વતની રમેશભાઈ ધીરૂભાઈ અડાણિયા 15 વર્ષ પહેલા સન્યાસ લઈ સાધુ બની ગયા હતા. તેઓએ રામદાસજી ગુરૂ મોહનદાસજી કાઠિયા નામ ધારણ કરી લીધું હતું. સન્યાસી જીવન દરમિયાન તેઓ કયારેક પરિવારને મળવા પણ ઘરે જતા હતા.

  હત્યારો આઠ વર્ષથી મહંતનો માનિતો સેવક હતો

  ઢસાન ચાોસલા ગામે મહંતની હત્યાના ગુનામાં ઝડપાયેલ ગામનો જ ઇસમ નીતિન વણોદિયાએ પોલીસ સામે કબૂલાત આપી હતી કે, પોતે મૃતક મહંત સાથે છેલ્લા આઠ વર્ષથી સતત સાથે હતો અને માનિતા સેવક તરીકે સેવારત રહેતો હતો. હત્યારાએ મહંતની ખાનગી અને ગુપ્ત બાબતોમાં પણ સતત તેમની સાથે જ હોલાની કબૂલાત આપી હતી. હત્યારો મહંતની વિધિના સ્થાને જ્યાં માત્ર એક જ વ્યક્તિને જવાની મંજૂરી હોય ત્યાં ગયો હતો. જ્યાં ગુરૂએ આપેલી આજ્ઞા અનુસાર તેમના પર હુમલો કરતા બનાવ હત્યામાં પરિણમો હતો. જ્યાં ગુરૂએ આપેલી આજ્ઞા અનુસાર, તેમના પર હુમલો કરતા બનાવ હત્યામાં પરિણમ્યો હોવાનું જણાવ્યુ હોવાનું પોલીસ સૂત્રોએ વિગત આપતા જણાવ્યું હતું.

  તમને જણાવી દઇએ કે આ પહેલા કમૂળી તાલુકાના કળમાદ ગામે પીઠડ માતાજીના મંદિરના વયોવૃદ્ધ મહંતની હત્યા કરી દેવાઇ હતી. આ બનાવમાં કળમાદમાં જ રહેતા એક શખ્સે અગાઉ થયેલી તકરારની દાઝ રાખીને સાધુને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ મંદિરમાં મોહબત નામનો શખ્સ પાણી પીવા ગયો ત્યારે ચંપલ કાઢવા બાબતે મહંત સાથે બોલાચાલી થતા મહંતે માર માર્યો હતો તેનો બદલો લેવા માટે મોહબત લાંબા સમયથી રાહ જોતો હતો ત્યારે રાત્રે મંદિર બહાર રાત્રે સંતાઇ જઇ લાગ જોઇ મંહત ઉપર ધારીયા વડે હુમલો કરી મહંતનું ખૂન કર્યું હતું.

  ઉલ્લેખનીય છે કે, ગઢડા તાલુકો અવાર-નવાર ચર્ચામાં આવતો રહે છે. ગઢડા તાલુકાના પ્રતાપગઢ ગામની સીમમાંથી આવેલા કૂવામાંથી એક યુવકની લાશ મળી હતી. આ યુવકની હત્યા તેના મિત્રએ જ કરી હોવાનું ખૂલ્યું હતું. બંને મિત્રો એક જ યુવતીને પ્રેમ કરતા હતા અને એ મામલે ઝઘડો થતાં એક મિત્રએ બીજાની હત્યા કરી નાખી હતી. તો નવેમ્બર 2021માં કેરાળા ગામે સસરાએ પુત્રવધૂની હત્યા કર્યાનો બનાવ બન્યો હતો. આ ઉપરાંત ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં ચાલતો વિવાદ તો જૂનો અને જાણીતો જ છે.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Bhavnagar crime, Botad, Crime news

  આગામી સમાચાર