Home /News /gujarat /રાજકોટ : શાળા સંચાલકોએ કહ્યું- વોટરપાર્ક, જિમ, ટ્યૂશન ક્લાસ ખુલી ગયા તો હવે 9 થી 12ની શાળા શરૂ કરો

રાજકોટ : શાળા સંચાલકોએ કહ્યું- વોટરપાર્ક, જિમ, ટ્યૂશન ક્લાસ ખુલી ગયા તો હવે 9 થી 12ની શાળા શરૂ કરો

રાજકોટ : શાળા સંચાલકોએ કહ્યું- વોટરપાર્ક, જિમ ખુલી ગયા તો હવે 9 થી 12ની શાળા શરૂ કરો

ગુજરાતમાં ધો. 9 થી 12ની ખાનગી શાળાઓને તાત્કાલિક શરૂ કરવા મંજૂરી આપવા ગુજરાત રાજય સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું

રાજકોટ : એક તરફ હવે કોરોના મહામારી (Corona epidemic) કાબુમાં આવી રહી છે. બીજી તરફ સરકાર ટ્યૂશન કલાસીસ, સરકારી સ્કૂલો (school) દ્વારા શેરી શાળાઓ, ધાર્મિક સ્થળો, સ્વિમિંગ પુલ અને ટ્રાવેલ્સની બસો સહિત તમામ વાણિજય વ્યવસાયોને કોવિડ ગાઇડલાઇન અનુસાર ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. પરંતુ ખાનગી શાળાઓના વાલીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને સંચાલકોની લાંબા સમયથી શાળાઓ ખોલવા માટેની માંગને કોઇના કોઇ કારણોસર અણદેખી કરવામાં આવી રહી છે. આ અંગે રાજયના તમામ ખાનગી શાળા સંચાલકો નારાજ છે અને ઉગ્ર પ્રતિક્રિયા આપતા સરકાર સમક્ષ શાળાઓ તુરંત ખોલવાની ઉગ્ર માંગ કરી છે.

રાજયના તમામ જીલ્લા મથકોએ આજરોજ શિક્ષણાધિકારીઓને આવેદનપત્ર આપી, અમારી માંગ સરકાર સુધી પહોંચાડવા આપને અનુરોધ કરીએ છીએ. આવેદનમાં જણાવ્યા મુજબ આ અંગે ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળનું માનવું છે કે જે રીતે કોરોનાની બીજી લહેર પહેલા શાળાઓ તબક્કાવાર ખોલવાની મંજૂરી અપાઇ હતી અને જે બાબતને ગુજરાતના તમામ સ્વનિર્ભર શાળા સંચાલકોએ પુરતી તકેદારી સાથે એકપણ બનાવ ન બને તેની કાળજી રાખીને શરૂ કરી હતી. તે જ રીતે જયારે હવે કોરોના કાબુમાં આવ્યો છે અને સરકાર દ્વારા ટયૂશન કલાસ, સરકારી શાળાઓ દ્વારા શેરી શાળાઓ, તેમજ અન્ય વાણિજય અને ધાર્મિક સંસ્થાઓને મંજૂરી આપી છે, તો ખાનગી શાળાઓ સામે આવો અન્યાય શા માટે ?

આ પણ વાંચો- પંજાબ કોંગ્રેસમાં દાવ-પેંચ યથાવત્, કેપ્ટન અમરિંદરની લંચ પાર્ટીમાં સિદ્ધુને નથી મળ્યું આમંત્રણ

પ્રથમ તબક્કામાં સરકારે ધોરણ 9 થી 12 ની શાળાઓને ફરી શરૂ કરવાની ત્વરીત મંજૂરી આપવી જોઇએ તેવી અમારી ઉગ્ર માંગણી છે. ટ્યૂશન કલાસની સરખામણીએ શાળાઓના વર્ગખંડ, શાળાના મકાનો અને સગવડતાઓ સ્વાભાવિક રીતે જ વધારે હોય તેથી ટ્યૂશન કલાસની સરખામણીએ કોવિડ ગાઇડલાઇનનું પાલન વધારે સારી રીતે શાળાઓ કરી શકે છે, પરંતુ શાળાઓને મંજૂરી અપાતી નથી તે આશ્ચર્યજનક બાબત છે. તે ઉપરાંત ધો. 9 થી 12 ના વર્ષો અભ્યાસ માટે પણ અગત્યના હોય, તેમનું લગભગ દોઢ વર્ષ જેટલું પ્રત્યક્ષ શિક્ષણનું નુકશાન થયેલ છે. તો સરકાર દ્વારા આ વિદ્યાર્થીઓના શૈક્ષણિક ભવિષ્યનો વિચાર કરી અને વધુ વિલંબ ન કરવા અને સત્વરે શાળાઓ શરૂ કરવા દેવા સમગ્ર ગુજરાતના શાળા સંચાલકો અનુરોધ કરે છે.
" isDesktop="true" id="1115955" >

આવેદન પત્રના અંતમાં જણાવ્યું છે કે હજુ આ પછી પણ જો સરકાર અમારી માંગ નહીં સ્વીકારે તો આગામી દિવસોમાં શાળા સંચાલકો દ્વારા ઉગ્ર આંદોલનનાં પણ મંડાણ કરાશે. જો જરૂર જણાશે તો ઓનલાઇન શિક્ષણકાર્યનો બહિષ્કાર જેવા પગલા ભરતા પણ અમે ખચકાશું નહી, જેની સરકાર ગંભીર નોંધ લે તેવી અમારી માંગણી છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Corona epidemic, School, School administrators, Waterpark

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો