સૌરાષ્ટ્રની 7 બેઠક પર 3 વાગ્યા સુધીમાં સરેરાશ 45 ટકા મતદાન, સૌથી વધુ રાજકોટ 49.49 ટકા

News18 Gujarati
Updated: April 23, 2019, 3:42 PM IST
સૌરાષ્ટ્રની 7 બેઠક પર 3 વાગ્યા સુધીમાં સરેરાશ 45 ટકા મતદાન, સૌથી વધુ રાજકોટ 49.49 ટકા
રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલે સરસ્વતી શિશુ મંદિરમાં મતદાન કર્યુ હતું.

રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલે સરસ્વતી શિશુ મંદિરમાં મતદાન કર્યુ હતું.

  • Share this:
કચ્છ/ સૌરાષ્ટ્ર: સૌરાષ્ટ્રની રાજકોટ, અમરેલી, પોરબંદર, જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગર અને જૂનાગઢ બેઠક પર મતદાન યોજાયુ છે. જેમાં બપોરે એક વાગ્યા સુધીમાં મતદાનની વાત કરીએ તોઅહીં સરેરાશ 45 ટકા મતદાન નોંધાયુ છે.

સૌરાષ્ટ્રની બેઠક ભાજપ કોંગ્રેસ માટે ખાસ છે. ત્યારે આ વખતે સૌરાષ્ટ્રની તમામ બેઠક પર સવારથી જ ભારે હલચલ રહી છે. ભાજપ-કોંગ્રેસનાં દિગ્ગજ નેતાઓ, અભિનેતા પક્ષ વિપક્ષ બધુ જ ઘણું મહત્વનું છે.

ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલાં આંકડા મુજબ 3 વાગ્યા સુધીમાં પોરબંદરમાં  40.6 ટકા  રજકોટમાં 49.49 ટકા અમરેલીમાં 43.45 ટકા મતદાન ભાવનગરમાં 45.32 ટકા જૂનાગઢમાં 47.28 ટકા સુરેન્દ્રનગરમાં  42.65 ટકા મતદાન જામનગર 44.24 ટકા અને કચ્છમાં 43.75 ટકા  મતદાન નોંધાયુ છે.

-રાજકોટમાં વહેલી સવારનાં સમયે જ વિજય ભાઇ રુપાણીએ પત્ની અંજલી રૂપાણી સાથે અનિલ જ્ઞાનમંદિર સ્કૂલ ખાતે મતદાન કર્યુ હતું.
-અહીં જ કોંગ્રેસનાં લલીત કગથરાએ CMનાં આશીર્વાદ લઇને મતદાન કર્યુ હતું
-કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ મતદાન કર્યુ હતું. તેમણે ઇચ્છા વ્યક્ત કરી હતી કે દેશમાં ફરી ભાજપની સરકાર બને.-રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલે સરસ્વતી શિશુ મંદિરમાં મતદાન કર્યુ હતું.
- ગોંડલ અક્ષર મંદિરના સંતોએ મતદાન કર્યું, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ અને ધનસુખ ભંડેરીએ મતદાન કર્યું
- હાસ્યકલાકાર સાંયરામ દવેએ રાજકોટમાં મતદાન કર્યું
-વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પત્ની સાથે અમરેલીમાં પોતાનો મતાધિકાર વાપર્યો હતો.
- અમરેલી લોકસભાના ભાજપના ઉમેદવાર નારણભાઇ કાછડીયાએ તેમના પરિવાર સાથે પોતાના વતન ચરખડીયા ગામે મતદાન કર્યું
-જૂનાગઢ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર પુંજાભાઈ વંશે તેમના 84 વર્ષના માતા માલુબેન સાથે મતદાન કર્યું, ઉના તાલુકાના દૂધાળા ગામે મતદાન કર્યું
-ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા અક્ષર મંદીર ગુરુકુલ ખાતે મતદાન કર્યુ...
- પદ્મશ્રી વલ્લભભાઈ વશરામભાઇ મારવણિયાએ પુત્ર અરવિંદભાઈ અને પૌત્રી મયુરી સાથે જઈ મતદાન કર્યું

ગુપ્ત મતદાનનો નિયમ ભંગ
રાજકોટનાં ભાજપ કોંગ્રેસ બંને પ્રતિસપર્ધીઓનો વીડિયો વાયરલ થયો છે કે તેઓને વોટ મળી રહ્યો છે. ભાજપનાં મોહન કુંડારિયા અને કોંગ્રેસનાં લલિત કગથરાને વોટ મળતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ધૂમ વાયરલ થઇ રહ્યો છે. જોકે લોકશાહીનાં આ પર્વનાં નિયમ મુજબ આ રીતે પોતાનાં ગુપ્ત મતદાનનાં નિયમનો ભંગ કરવો યોગ્ય નથી

ક્યાં ક્યા બગડ્યા EVM મશિન
- રાજકોટના એસ્ટ્રોન વિસ્તારોમાં 4 ઇવીએમ બગડ્યા તો લોધિકા તાલુકાના રાતૈયા ગામે ઇવીએમમાં પ્રોબ્લેમ
- સાવરકુંડલાના કાણકિયા કોલેજમાં ઇવીએમ બંધ થતા લોકોમાં પરેશાની
ગોંડલના અક્ષર મંદિર ગુરૂકુળ મતદાન મથકમાં ઇવીએમ ખોટવાયું, લોકો પરેશાન થયા
-રાજકોટ માતૃ મંદિર શાળામાં 185 નંબરના બુથનું ઇવીએમ બંધ
- રાજકોટ સામાકાંઠે એવીએમ ખોટવાતા મતદાન શરૂ ન થયાની ફરિયાદ
-ઓખાના 9 નંબરના બુથના ઇવીએમમાં ખામી ઉદભવતા બે કલાક મતદાન ખોરવાયું. બીજા ઇવીએમ મશીન લાવવા તજવીજ
-ઉનાના સનખડા ગામના 252 નંબરના બુથમાં ઈવીએમ મશીન બંધ થતા મતદારોની કતાર લાગી, તંત્ર દ્વારા મશીન રીપેરિંગ કામગીરી હાથ ધરાઇ
First published: April 23, 2019, 3:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading