રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (Saurastra University) જાણે કે વિદ્યાનું ધામ નહીં પરંતુ વિવાદોનું ધામ બની ચુક્યું હોય તેવું લાગી રહ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જાણે કે વિવાદોની હારમાળા સર્જાઇ હોય તેમ એક બાદ એક વિવાદો સામે આવી રહ્યા છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એક ચોંકાવનારો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ ગિરીશ ભીમાણીના નામથી ભવનના મહિલા પ્રોફેસરો સહિતના પ્રોફેસરોને આર યુ અવેલેબલ નામનો મેઇલ મોકલવામાં આવ્યો હતો. જે મેઇલ મળતાની સાથે જ મહિલા પ્રોફેસરો સહિતના પ્રોફેસરો ચોંકી ઊઠયા હતા. તેમજ થોડા સમય માટે કેટલાક લોકો રોષે ભરાયા હોવાનું સામે આવ્યું હતું. જોકે, બાદમાં મામલો શાંત પડ્યો હતો. ત્યારે આ પ્રકારનું મેઇલ મળ્યા બાબતની પૂછપરછ ઇન્ચાર્જ કુલપતિ ગિરીશ ભીમાણીને કરવામાં આવતા તેમણે આ પ્રકારનો મેઇલ ન કર્યો હોવાનું જણાવ્યું હતું.
સમગ્ર મામલે કોઈ ટીખળખોરો દ્વારા ઇન્ચાર્જ કુલપતિ ગિરીશ ભીમાણીનું ફેક આઈડી બનાવ્યું હોવાનું સામે આવ્યું હતું. ત્યાર બાદ સમગ્ર મામલે જેટલા પણ મહિલા પ્રોફેસરો સહિતનાઓ ને આર. યુ. અવેલેબલ નામનો મેઇલ મળ્યો હતો. તે મેઇલ આઈડીને બ્લોક કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ અનેક ઇન્ચાર્જ અને કાયમી કુલપતિના ફેક મેઇલ આઇડી બની ચૂક્યા હોવાની ઘટના સામે આવી છે. જોકે, અત્યાર સુધીમાં આ પ્રકારના મામલે એક પણ ફરિયાદ ન નોંધાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
તેમજ અગાઉ પણ ઇન્ચાર્જ કુલપતિ ગિરીશ ભીમાણી ચાર્જ લીધાના થોડા દિવસોમાં વિવાદમાં સપડાયા હતા. લાખેણા આઇફોનની ખરીદી મામલે ઇન્ચાર્જ કુલપતિ વિવાદમાં સપડાયા હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના ઇન્ચાર્જ કુલપતિ તરીકે ચાર્જ લીધાના ગણતરીના દિવસોમાં તેમને આઇફોન ની ખરીદી કરી હતી જેની કિંમત 1.19 લાખથી વધુ હોવાનુ સામે આવ્યું હતું.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર