Home /News /gujarat /

સૌરાષ્ટ્ર યુનિ.ના ભૂતપૂર્વ વિદ્યાર્થીએ બનાવી ડાયાબિટીઝની દવા, પેટન્ટને મંજૂરી મળતા ડ્રગના ભાવમાં થશે 30% જેટલો ઘટાડો

સૌરાષ્ટ્ર યુનિ.ના ભૂતપૂર્વ વિદ્યાર્થીએ બનાવી ડાયાબિટીઝની દવા, પેટન્ટને મંજૂરી મળતા ડ્રગના ભાવમાં થશે 30% જેટલો ઘટાડો

પેટન્ટને મંજૂરી મળતાં દવા બનાવવા માટેની જે પ્રોડક્શન પ્રોસેસ છે તે 70% ઘટી જશે.

પેટન્ટને મંજૂરી મળતાં દવા બનાવવા માટેની જે પ્રોડક્શન પ્રોસેસ છે તે 70% ઘટી જશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થીએ ડાયાબિટીસ માટેની દવા બનાવી છે. જે માટેની પેટન્ટને મંજૂરી મળતાં દવા બનાવવા માટેની જે પ્રોડક્શન પ્રોસેસ છે તે 70% ઘટી જશે. નોંધનીય છે કે, 2019ના સ્વાસ્થ્ય મંત્રાલયના રેકોર્ડ પ્રમાણે દુનિયાભરમાં ડાયાબિટીસના દર્દીઓ મામલે 77 મિલિયન સાથે ભારત બીજા નંબરે છે. જ્યારે કે, 116 મિલિયન દર્દીઓ સાથે ચીન પ્રથમ નંબરે છે. ત્યારે ડાયાબિટીસના દર્દીઓ માટે દવાનું વેચાણ કરનાર ફાર્મા કંપનીઓ અબજો રૂપિયાની દવા બનાવી બજારમાં મૂકે છે.

3 સ્ટેપમાં પૂર્ણ કરી પ્રોસેસ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી નૈમિષ વ્યાસે હાલ ડાયાબિટીસ માટેની દવા બનાવી છે. જે દવા હાલ પેટન્ટ માટેની મંજૂરી અર્થે મોકલવામાં આવી છે. ત્યારે ન્યૂઝ18ગુજરાતી સાથેની વાતચીતમાં નૈમિષ વ્યાસે જણાવ્યું હતું કે, અત્યાર સુધી જે ડાયાબિટીસ માટેની દવા ફાર્મા કંપનીઓ માટે 8-10 પ્રોસેસ સ્ટેપ અનુસરતા હોઈ છે. તે દવા મે મારા સંશોધન અંતર્ગત 3 સ્ટેપમાં પૂર્ણ કરી છે. ત્યારે જો મારા દ્વારા મુકવામાં આવેલી દવાની પેટન્ટને મંજૂરી મળશે તો દવા માટેના પ્રોસેસ સ્ટેપ ઘટતા પ્રોડક્શન ખર્ચ પણ ઘટશે. જેના કારણે દવાની કિંમતમાં પણ ઘટાડો થશે.

સુરત: પરિણીતા પર સાસરિયાનો ત્રાસ, પતિ અશ્લીલ ક્લીપ બતાવીને બાંધતો શારીરિક સંબંધ, તેનો પણ ઉતારતો વીડિયો

હિંમતનગર- શામળાજી હાઇવે પર સ્કોર્પિઓ પિલ્લર સાથે ધડાકાભેર અથડાઇ, ત્રણના મોત

આ ડ્રગ પ્રોસેસ પેટન્ટનો ભાગ છે 

ફાર્મા સેકટરમાં મુખ્યત્વે બે પ્રકારની પેટન્ટ લેવામાં આવતી હોય છે. જેમા એક હોય છે પ્રોસેસ પેટન્ટ અને બીજી  હોય છે પ્રોડક્ટ પેટન્ટ. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી દ્વારા જે ડાયાબિટીસની દવા માટે જે પેટન્ટ મંજૂરી અર્થે મૂકવામાં આવી છે. તે પેટન્ટ પ્રોસેસ પેટન્ટનો ભાગ છે.મંજૂરી મળશે કે નહી?

ત્યારે આગામી સમયમાં એ જોવું અતિ મહત્ત્વનું બની રહેશે કે, નૈમિષ વ્યાસ દ્વારા જે પ્રોસેસ પેટન્ટ મંજૂરી અર્થે મૂકવામાં આવી છે તેને મંજૂરીી મળેેેે છે કેેે કેમ? તેમજ પેટન્ટ મંજૂરી મળ્યા બાદ ફાર્મા કંપનીઓ તે પેટન્ટને અપનાવે છે કે કેમ? અને સૌથી મહત્વની વાત કે, આ પ્રોસેસથી ડાયાબિટીસની દવાની કિંમત ભવિષ્યમાં ઘટશે કે કેમ?
Published by:Kaushal Pancholi
First published:

Tags: Saurashtra University, ગુજરાત, ડાયાબીટીસ, રાજકોટ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन