રાજકોટ: ગુરુવારે જમ્મુ-કાશ્મિરનાં પુલવામામાં આતંકવાદીઓએ કરેલા હુમલમાં સેન્ટ્રલ રિઝર્વ ફોર્સ (CRPF)નાં 37 જવાનો શહિદ થયા હતા. છે આ ઘટના બાદ સમગ્ર દેશમાં રોષ ફાટી નિકળ્યો છે અને આ ઘટનાનો બદલો લેવા માટે અને શહિદોનાં પરિવારજનોને મદદ કરવા માટે હાકલ પડી છે.
શહિદોનાં પરિવારજનોને મદદ કરવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં તમામ કર્મચારીઓ પોતાનો એક દિવસનો પગાર શહીદ થયેલા જવાનોનાં પરિવારજનોને આર્થિક સહાય પેટે આપશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નીતિન પેથાણી, ઉપકુલપતિ ડૉ. વિજય દેશાણી, કુલસચિવ ડો. રમેશભાઇ પરમાર, સિન્ડિકેટ સભ્યો, સેનેટ સભ્યો ભવનનાં અધ્યક્ષો, શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફ દ્વારા કાશ્મીરમાં શહીદ થયેલા ભારતીય સેનાના જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલી હતી.
આ શહીદ થયેલા ભારતીય સૈન્યના જવાનોના પરિવારજનો ને આર્થિક સહાય માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તમામ કર્મચારીઓએ પોતાનો એક દિવસનો પગાર આર્થિક સહાય પેટે આપવાનો નક્કી કર્યું છે.
આ હુમલા માટે જૈશ-એ-મોહમંદ નામના આતંકી સંગઠને હુમલાની જવાબદારી સ્વીકારી છે.
આ હુમલાની ઘટના બાદ, પૂર્વ આર્મી ચીફ અને વિદેશ રાજ્ય પ્રધાન વી.કે. સિંઘે પુલવામામાં આતંકી હુમલા બાદ તિખી પ્રતિક્રિયા આપતા કહ્યું હતુ કે, આતંકી હુમલામાં જે જવાનો શહિદ થયા છે તેમના બલિદાનનાં લોહીનાં એક—ક ટીપાનો બદલો લઇશું. તેમણે કહ્યું કે, આર્મી દ્વારા તેમને યોગ્ય લાગે તે સમયે અને સ્થળે જવાબી કાર્યવાહી કરશે અને શહિદોનાં બલિદાનનો બદલો લઇશું. 37 જવાનોનાં શહિદીથી મારુ લોહી ઉકળી ઉઠે છે અને આ કરોડરજ્જુ વગરનાં આતંકી હુમલાનો બદલો જરૂર લઇશું”.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર