Home /News /gujarat /

GSSSB પેપર લીક પછી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની B.comની પરીક્ષાનું પ્રશ્નપત્ર પણ ફૂટ્યું, પરીક્ષા રદ

GSSSB પેપર લીક પછી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની B.comની પરીક્ષાનું પ્રશ્નપત્ર પણ ફૂટ્યું, પરીક્ષા રદ

પ્રતીકાત્મક તસવીર

Saurashtra University paper leak: 'આપ' ના સ્થાનિક આગેવાનો દ્વારા કુલપતિને આવેદનપત્ર આપવામાં આવતા યુનિ. રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

    રાજકોટ: ગુજરાત ગૌણસેવાપસંદગી મંડળની પરીક્ષાનું પેપર લીક (GSSSB headclerk paper leak) થયા બાદ હવે સૌરાષ્ટ્ર યુનિ.ની (Saurashtra University paper leak) બી.કોમ.-3ની પરીક્ષાનું અર્થશાસ્ત્ર (Economics paper leak) વિષયનું પેપર પણ 'લીક' થયા બાદ રદ થયુ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગે હાલ પેપર રદ કર્યું છે. તો આગામી દિવસોમાં ફરીથી પરીક્ષા લેવામાં આવશે એમ જાહેરાત કરવામાં આવી છે. યુનિવર્સિટી પોલીસે પ્રશ્નપત્ર ફોડવાના કેસમાં ત્રણ શંકાસ્પદ શખ્સોને ઝડપી પાડ્યા છે. આ કેસમા પોલીસ સઘન તપાસ કરી રહી છે. નોંધનીય છે કે, 'આપ' ના સ્થાનિક આગેવાનો દ્વારા કુલપતિને આવેદનપત્ર આપવામાં આવતા યુનિ. રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

    3 જાન્યુઆરીના લેવાશે પરીક્ષા

    ફરિયાદના આધારે પોલીસે 8 જેટલા શકમંદોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે કુલપતિ ડો.નીતિન પેથાણીના જણાવ્યા પ્રમાણે, પેપર લીક થવાને પગલે અર્થશાસ્ત્રની પરીક્ષા રદ કરાઈ છે. હવે 3 જાન્યુઆરીના રોજ ફરીથી પરીક્ષા લેવાશે.

    વોટ્સએપ ગ્રુપમાં પેપર લીક થયુ 

    મળતી માહિતી પ્રમાણે, ગીતાંજલી કોલેજના 88 વિદ્યાર્થીના બનેલા લવલી યારો ગ્રુપમાં જે નંબર પરથી પેપર વાયરલ થયું તે વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિ.માં બી.કોમ-3ની પરીક્ષા અત્યારે ચાલી રહી છે. પરીક્ષા નિયામક કાયમી નહી હોવાથી લાયબ્રેરીયનને પરીક્ષાનો વિભાગનો હવાલો સોંપવામાં આવ્યા હતો. આમઆદમી પાર્ટીના આગેવાનોએ બીકોમ-3ની પરીક્ષાનું પેપર 10થી 12.30 દરમિયાન પુરૂ થયા બાદ બપોરે 2 વાગ્યે કુલપતિને રૂબરૂ મળી પ્રશ્ન પેપરની નકલ સાથે આવેદનપત્ર આપ્યું હતું.

    કુલપતિએ શું કહ્યુ હતુ?

    આ અંગે કુલપતિ પ્રો. નીતિન પેથાણીએ જણાવ્યું હતું કે, પેપર 10થી 12.30 દરમિયાન લેવાયુ હતું. મને ફરિયાદ 2 વાગ્યે મળી હોવા છતાં યુનિ. રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વોટસઅપમાં જે પ્રશ્નપત્ર વિદ્યાર્થીને મળ્યું છે તે ફોન ઉપાડતો નહી હોવાથી વધુ વિગતો જાણવા મળી નથી.

    આ પણ વાંચો - Paper leak કાંડ: હેડ કલાર્કની પરીક્ષા રદ, મુખ્ય આરોપી જયેશ પટેલ ઝડપાયો

    AAPના આગેવાનો પેપર લીકની વાત કરી હતી

    આ સાથે ગઇકાલે ગુરૂવારે પત્રકાર પરીષદમાં 'આપ'ના આગેવાનોએ સવારે 9.15 વાગ્યે પેપર લીક થઈ ગયુ હોવાની વાત કરી વોટસઅપ ઉપર ફરતુ થઈ ગયુ હોવાનું જાહેર કર્યુ હતુ. બી.કોમ. 3માં અર્થશાસ્ત્ર વિષયની પરીક્ષાનું પેપર પરીક્ષા પુર્વે જ 'લીક' થયાનું જાહેર કર્યું હતું.



    તેમજ આ પ્રકરણમાં સંબંધિતો સામે પગલાં લેવાની માંગ કરી હતી. તેમણે વધુમા જણાવ્યુ હતુ કે, આ પરીક્ષા સાથે 58,000 વિદ્યાર્થીઓનું ભાવિ જોડાયેલું છે. તેવા કેસમાં પેપર લીકની ઘટના ગંભીર છે. તેથી આ પ્રકરણમાં સંડોવાયેલા તમામ દોષિતો સામે પગલાં લેવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Paper leak, Saurashtra University, ગુજરાત, રાજકોટ

    આગામી સમાચાર