રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોના બાદ હવે મ્યુકરમાઇકોસીસ રોગનો કહેર જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં અંદાજીત 659 કેસ મ્યુકરમાઇકોસીસનાં સામે આવ્યા છે. જેને લઇને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અલાયદો વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે પણ અલગ વોર્ડ ઉભો કરવા અને અલગ સારવાર કરવા માટેનો પરીપત્ર હોસ્પિટલોને મોકલવામાં આવ્યો હોવાનું રાજકોટ સિવિલ હોસ્પિટલનાં સુપ્રિટેન્ડન્ટ આર.એસ. ત્રિવેદીએ જણાવ્યું હતું.
સૌરાષ્ટ્રમાં મ્યુકરમાઇકોસીસ રોગનાં આંકડા પર નજર કરીએ તો, હળવદમાં 2 અને જામનગર 1 દર્દીએ આંખની રોશની ગુમાવી છે. જ્યારે અમરેલી માર્કેટીંગ યાર્ડનાં ચેરમેનનું મ્યુકરમાઇકોસીસ રોગ થતા બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો જેમાં તેનું મૃત્યુ નીપજ્યું છે. જ્યારે રાજકોટ સિવિલમાં 77 દર્દી સારવાર હેઠળ છે. જેમાંથી 31 દર્દી રાજકોટ જિલ્લાના હોવાનું સામે આવ્યું છે.
આ એક ગંભીર રોગ છે. જેમાં ખાસ કરીને કોરોનાના દર્દીઓને જયારે સ્ટીરોઈડ આપવા પડે અને જો દર્દીને ડાયાબિટીસ હોય તેવા સંજોગોમાં આ રોગ થતો હોય છે. તેના લક્ષણો જોઇએ તો, દર્દીને તાવ આવવો, નાક બંધ થઈ જવું, નાકમાંથી કાળું પ્રવાહી નીકળવું, માથું દુખવું, આંખ અને મોંઢાના ભાગ ઉપર સોજો આવવો, આંખની આસપાસ અને મોઢાની ચામડી કાળી પડવી, કફ થવો. જયારે ફંગલ ઇન્ફેક્શન મગજ સુધી પહોંચે છે. આંચકી આવવી, પેરાલિસિસનોનો એટેક આવવો વગેરે અને જયારે ફેફસામાં ફંગલ ઇન્ફેક્શન પહોંચે છે. ત્યારે ન્યૂમોનિયા થવો, શ્વાસ લેવામાં તકલીફ પડવી વગેરે લક્ષણો જોવા મળે છે.
આ અત્યંત જોખમી ફંગલ ઇન્ફેક્શન છે. આંખોમાં જયારે ફંગલ ઇન્ફેકશન પ્રવેશે છે. ત્યારે અંધાપો આવી શકે છે અને 50થી 90% કેસોમાં દર્દીનું મૃત્યુ થાય છે. નિદાન માટે દર્દીના નાકમાંથી જે પ્રવાહી નીકળે છે તેનું ફંગળ કલ્ચર કરવામાં આવે છે અને મગજને નાક તથા સાઇનસ અને ફેફસાનો સિટીસ્કેન કરવામાં આવે છે.
સારવારમાં તાત્કાલિક ધોરણે નાક અને સાયનસનું દૂરબિન વડે ઓપરેશન કરી debridement કરી ફંગસ દૂર કરવામાં આવે છે અને ત્યારબાદ બાયોપ્સી તપાસ કરવામાં આવે છે. દર્દીને એન્ટી ફંગલ દવાઓ જેવી કે, inj amphotericin B, inj isavuconazole, inj posaconazole જેવી લાંબો સમય આપવા પડે છે. જે દર્દીઓને કોરોના થયેલ હોય અને તેને ડાયાબિટીસ હોય અને જેની રોગપ્રતિકારક શક્તિ ખુબજ ઓછી છે.
" isDesktop="true" id="1094673" >
તેવા દર્દીઓને આ ફંગલ ઇન્ફેકશન થવાની શક્યતા ખુજ જ વધારે હોય છે. જેથી ખુબ જ ધ્યાન રાખવું અને ઉપરોક્ત ચિન્હો જણાય તો તાત્કાલિક નિષ્ણાત ડોક્ટરની સલાહ લેવી જરૂરી બને છે. કારણ કે, આ ફંગલ ઇન્ફેકશન ખૂબજ ઝડપી આખા શરીરમાં ફેલાઈ શકે છે અને જો તાત્કાલિક સારવાર કરવામાં ના આવે તો દર્દીનું મૃત્યુ થઈ શકે છે. જેથી ખુબજ સાવચેતી રાખવી જરૂરી છે.