Sasan Gir news: હાલ સોશિયલ મીડિયામાં સાસણના ગીરના જંગલોનો (Gir jungle viral video) એક વીડિયો ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક કાચબો (Tortoise and lion video) ત્રણ વનરાજને (lion viral video) હંફાવતો દેખાય છે. જૂનાગઢના સાસણના જંગલનો એક અદભૂત વીડિયો હાલ સામે આવ્યો છે. DCF મોહન રામે આ ઘટનાને કેમેરામાં કેદ કરી છે. જંગલના કમલેશ્વર ડેમ વિસ્તારમાં આ ઘટના બની હતી. જેમાં વનરાજે શિકાર સમજીને એક કાચબાને પકડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કાચબાએ મો અંદર કરી લીધું હતું. ઘણી મહેનત બાદ જંગલના રાજા એકબાજુ બેસી ગયા હતા અને તે દરમિયાન કાચબો પાણીમાં જતો રહ્યો હતો.
કાચબાએ પોતાનું મો પોતાના કવચમાં અંદર કરી લીધું
આ અંગેની મળતી માહિતી પ્રમાણે, ગીર જંગલમાં આવેલા કમલેશ્વર ડેમ પાસે ત્રણ સિંહ ડેમ નજીક જતા હતા. ત્યારે ડેમમાંથી નીકળેલો એક કાચબો ત્યાં હતો. કાચબો પોતાનું મો બહાર રાખી હલન ચલન કરતો હતો. સિંહે કાચબાને જોતા એક સિંહે તેને પકડયો હતો. તો અચાનક જ કાચબાએ પોતાનું મો પોતાના કવચમાં અંદર કરી લીધું હતું. બાદમાં સિંહે કાચબાને મારી નાખવા ખૂબ પ્રયાસ કર્યા હતા પરંતુ મજબૂત કવચને કારણે તેને કોઈ અસર થઈ ન હતી.
ત્યાં રહેલા એક પછી એક ત્રણેય સિંહોએ આ કાચબાને મો મા પકડી અને પગના નખથી ખોલવાના અનેક પ્રયાસો કર્યા. પરંતુ નાનકડો કાચબાએ પોતાનું મોં બહાર ન લાવ્યો. જે બાદ જંગલના રાજાને જાણે અચરજ થતું હોય તેમ તેઓ બાજુમાં બેસી ગયા હતા. જે બાદ કાચબાએ મોં બહાર કાઢી આસપાસ નજર ફેરવી લીધી અને ફટાફટ ડેમના પાણીમાં ચાલ્યો ગયો. આ જોતા ફરી ત્રણેવ સિંહ તેની પાછળ ગયા પરંતુ તેઓ ફાવ્યા નહીં અને કાચબો પાણીમાં જતો રહ્યો.
એક કાચબાએ ત્રણ વનરાજને હંફાવ્યા. જૂનાગઢના સાસણના જંગલનો એક અદભૂત વીડિયો હાલ સામે આવ્યો છે. DCF મોહન રામે આ ઘટનાને કેમેરામાં કેદ કરી છે. જંગલના કમલેશ્વર ડેમ વિસ્તારમાં આ ઘટના બની હી. જેમાં વનરાજે શિકાર સમજીને એક કાચબાને પકડવાનો પ્રયાસ કર્યો pic.twitter.com/2bTWJStHeg
આ પહેલા પણ સાસણ ગીરનાં અનેક વીડિયો વાયરલ થયા છે. થોડા સમય પહેલા પણ સાસણ ગીરના દેવળીયા પાર્કનો વીડિયો વાયરલ થયો હતો. ત્યારે એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે, એક બબ્બર સિંહ દેવળીયા પાર્કમાં પ્રવેશ્યો હતો. તે રસ્તા પર ફરી રહ્યો છે. આ દ્રશ્યો જોયા બાદ સોશિયલ મીડિયાની પબ્લિક શોકમાં હતી. જોકે રાજ્યમાંથી શેરીઓમાં રખડતા સિંહોના વીડિયો સામે આવવા નવાઇ નથી
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર