Home /News /gujarat /

Sasan Gir: સાસણ ગીરમાં થતા ગોરખધંધાનો પર્દાફાશ, ફાર્મ હાઉસમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું

Sasan Gir: સાસણ ગીરમાં થતા ગોરખધંધાનો પર્દાફાશ, ફાર્મ હાઉસમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું

સાસણ નજીકના ભોજદે ગીર ગામના એક ફાર્મ હાઉસમાં કુટણખાનું ચાલતું હોવાની માહિતી મળી હતી.

આ ગેરકાયદેસર ચાલતા કુટણખાના મામલે એલસીબીએ ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટની કલમો હેઠળ પકડાયેલા ચારેય આરોપીઓ તથા ફરાર થઈ ગયેલા ફાર્મ હાઉસના માલિક મળી પાંચ શખ્સો સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ભોજદે ગીર ના ગામમાં પોલીસની દરોડાની કાર્યવાહીના પગલે ગીર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.

વધુ જુઓ ...
  દિનેશ સોલંકી, ગીર સોમનાથ: ગીર (Gir Somnath)નું સાસણ ગિર (Sasan Gir) જે અશિયાટિક લાઈન માટે જાણીતું છે અને અહી દેશ-વિદેશથી પ્રવાસીઓ ગીરના વનરાજાને નિહાળવા આવે છે. ત્યારે સાસણ આવતા પ્રવાસીઓ (Tourist) માટે અહીં રહેવા જમવાની સુવિધા માટે અનેક ફાર્મ હાઉસો (Sasan Gir Farm House)નું નિર્માણ થયું છે. પરંતુ આજ ફાર્મ હાઉસોમાં હવે ગોરખ ધંધા પણ થઈ રહ્યા છે. જીહા, ગીર સોમનાથ LCB ને યોગ્ય માહિતી મળતાં સાસણ ગીર નજીકના ભોજદે ગીરના એક ફાર્મ હાઉસમાં ચાલતા કુટણખાનામાં ડમી ગ્રાહકને મોકલી એએસપીએ એલસીબીને સાથે લઈ દરોડો પાડી બે યુવતીઓને છોડાવી છે. જ્યારે ફાર્મ હાઉસમાંથી સુરતના બે દલાલો અને દેહવિક્રયનો વેપલો ચલાવતા મેંદરડા અને વિસાવદરના એક એક મળી કુલ ચાર શખ્સોને ઝડપી કુટણખાનાનો પર્દાફાશ કર્યો છે.

  આ ગેરકાયદેસર ચાલતા કુટણખાના મામલે એલસીબીએ ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટની કલમો હેઠળ પકડાયેલા ચારેય આરોપીઓ તથા ફરાર થઈ ગયેલા ફાર્મ હાઉસના માલિક મળી પાંચ શખ્સો સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ભોજદે ગીર ના ગામમાં પોલીસની દરોડાની કાર્યવાહીના પગલે ગીર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.  ગીર જંગલ અને સિંહોનો રહેઠાણના લીધે વિશ્વમાં પ્રખ્યાત થયેલ સાસણ ગીર અને તેની આસપાસના ગામોમાં મોટાપાયે વિકસેલ ફાર્મ હાઉસોમાં ચાલતી બેફામ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા પોલીસ વારંવાર દરોડા પાડે છે. આવી જ વધુ એક કાર્યવાહી કરવામાં આવી છે. જે અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગીર પંથકના ફાર્મ હાઉસોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા સબબ એલસીબી દ્વારા ચેકીંગની કામગીરી કરી રહ્યા હતા. ત્યારે સાસણ નજીકના ભોજદે ગીર ગામના એક ફાર્મ હાઉસમાં કુટણખાનું ચાલતું હોવાની માહિતી મળી હતી. જે અંગે સ્ટાફએ ઉચ્ચ અધિકારીને જાણ કરતા એએસપી ઓમપ્રકાશ જાટ અને એલસીબીના પીએસઆઈ કે.જે.ચૌહાણ ભોજદે દોડી ગયા હતા. ટીમ પાસેથી મળેલ માહિતી વેરીફાઈ કરાવતા સાચી હોવાનું જણાયુ હતુ.

  આ પણ વાંચો- વાપી નજીક દમણ ગંગા નદીમાં 2 યુવકો ડૂબ્યા, પરિવારજનોનું સ્થળ પર ભારે આક્રંદ

  પોલીસમાંથી મળતી માહિતી મુજબ આર્થિક લાભ માટે મેંદરડાના કૃણાલ વિનોદ રાજાણી તથા વિસાવદરના દાદર ગીરના વિશાલ જેંતી ડોબરીયાને ફાર્મ હાઉસ ભાડે આપ્યું હતુ. આ બંન્ને શખ્સોએ કુટણખાનું ચલાવવા સુરત રહેતા દલાલ પરેશ રણછોડ ગઢીયા તથા રવિ બાગસી ઉપાધ્યાય પાસેથી બહારગામથી યુવતીઓને બોલાવી દેહવેપાર કરાવતા હતા. જેમાં એક ગ્રાહકને યુવતી સાથે શરીર સંબંધ બાંધવાના રૂ. 2 હજાર લેતા હતા. જેમાંથી રૂ.1000 ભોગ બનનાર યુવતીને આપતા જ્યારે રૂ.500 રૂમના ખર્ચ પેટે અને રૂ.500 દલાલીના રાખતા હતા.

  આ પણ વાંચો- સુરેન્દ્રનગમાં ચોરીની શંકામાં 3 શખ્સોને સ્થાનિક લોકોએ પકડી દોરડાથી બાંધી દીધા

  આ રીતે ફાર્મ હાઉસની ઓથ હેઠળ ગેરકાયદેસર રીતે કુટણખાનું ચલાવતા હતા. આ કુટણખાનામાં રહેલ બે ભોગ બનનાર યુવતીઓને છોડાવવામાં આવી છે. જ્યારે આ મામલામાં સ્થળ પરથી પકડાયેલ સુરતના બંન્ને દલાલો તથા વિસાવદર અને મેંદરડાના શખ્સ ઉપરાંત ફાર્મ હાઉસના માલિક મળી પાંચેય શખ્સો સામે ઇમોરલ ટ્રાફિક પ્રિવેનશન એકટ 1956ની કલમ 3, 4, 5 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
  Published by:rakesh parmar
  First published:

  Tags: Gir Somnath Crime, Gir Somnath news, Gir Somnath Samachar, Sasan gir, સાસણ

  આગામી સમાચાર