કચ્છ: દુષ્કાળનાં વર્ષમાં સરહદ ડેરી પશુપાલકોને મકાઇનું બિયારણ મફત આપશે

News18 Gujarati
Updated: December 2, 2018, 9:53 AM IST
કચ્છ: દુષ્કાળનાં વર્ષમાં સરહદ ડેરી પશુપાલકોને મકાઇનું બિયારણ મફત આપશે
પ્રતિકાત્મક તસવીર

અત્યાર સુધીમાં સરહદ ડેરી દ્વારા કુલ ૬૫૦૦ એકરનું બિયારણનું વિતરણ કરી દેવામાં આવેલું છે અને આગામી ૫ દિવસમાં તમામ કીટનું વિતરણ કરી દેવામાં આવશે. 

  • Share this:
ચાલુ વર્ષે કચ્છ જિલ્લામાં નહિવત વરસાદ પડેલો છે જેથી અછતની પરિસ્થિતિનું સર્જન થયેલું છે જેથી શ્રી કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. “સરહદ ડેરી” દ્વારા દૂધ સંઘના સભાસદોને આર્થિક રીતે મદદ રૂપ થવા માટે આગળ આવી છે.

સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલે જણાવ્યું કે ચાલુ વર્ષે અત્યારના દુષ્કાળના કપરા સમયમાં જે પશુપાલકો પાસે જમીન છે અને પિયતની સગવડ છે તે વિસ્તારમાં દૂધ સંઘ તરફથી મકાઇના ઘાસચારાનું વાવેતર થાય અને ખેડૂતો પોતાના પશુઓ માટે લીલો ચારો ઉપલબ્ધ કરાવી શકે અને વધારાના ચારાનું વેચાણ પણ કરી પોતાની આવકમાં વધારો કરી શકે તે હેતુ થી સરહદ ડેરી દ્વારા દૂધ સંઘની મંડળીમાં દૂધ ભરાવતા પશુપાલકોને મકાઇ “આફ્રિકન ટોલ” નું બિયારણ નિ:શુલ્ક દરે આપવાનું નક્કી કરેલું છે. ૧૦,૦૦૦ પશુપાલક ખેડૂતોને ૧ એકરમાં મકાઇનું વાવેતર કરવા માટે ૪૦ કિલો બિયારણ આપવામાં આવશે. જેથી  ૧૦,૦૦૦ X ૪૦ = ૪,૦૦,૦૦૦ કિલો કુલ મકાઇ નું બિયારણ આપવામાં આવશે.”

કચ્છમાં સફેદ ક્રાંતિ: છેલ્લા 8 વર્ષમાં પશુપાલકોની આવક ત્રણ ગણી વધી

તેમણે વધુમાં જણાવ્યું કે, ૧૦,૦૦૦ એકરમાં મકાઇના ઘાંસચારાનું વાવેતર થવાથી કચ્છમાં કુલ ૧ લાખ ૬૦ હજાર ટન લીલાચારાનું ઉત્પાદન થશે. વળી, ૧૨૫ રૂપિયાનાં ભાવે મકાઇના લીલા ચારાનો ભાવ મળશે તે અંદાજે ૧૦,000 એકરમાં વાવેતર થવાથી ૪૦,00,000 મણ X ૧૨૫ રૂપિયા પ્રતિ મણ નો ભાવ ગણતાં કુલ ૫૦,00,૦૦,૦૦૦ (પચાસ  કરોડ) રૂપિયાની  કિમતના  લીલા ચારનું ઉત્પાદન થશે, જેના લીધે કચ્છના પશુ પાલકો પોતાના  પશુઓનો નિભાવ કરી દૂધ મંડળીમાં દૂધ ભરાવી પોતાનું ગુજરાન ચલાવી શકશે. તદુપરાંત વધારાના ચારાનું વેચાણ પણ કરી આવક પણ મેળવી શકશે.આમ આ પ્રમાણે એક એકર માં મકાઇનાં ઘાસચારાનું વાવેતર કરવાથી દરેક પશુપાલકને ૫૦,0૦૦ રૂપિયાની આવક થશે.”

અત્યાર સુધીમાં સરહદ ડેરી દ્વારા કુલ ૬૫૦૦ એકરનું બિયારણનું વિતરણ કરી દેવામાં આવેલું છે અને આગામી ૫ દિવસમાં તમામ કીટનું વિતરણ કરી દેવામાં આવશે.

વધુમાં વલમજીભાઈ હુંબલે જણાવ્યું છે કે ચાલુ વર્ષે દૂધની ખરીદીના ભાવોનો ઉપરથી ઘટાડો થયેલ હોવા છતાં પણ દૂધ સંઘ દ્વારા દૂધના ખરીદ ભાવોમાં ઘટાડો કરવામાં આવેલો નથી તેમજ દૂધ સંઘ દ્વારા વર્ષાન્તે ચૂકવવામાં આવતા દૂધ ભાવફેર પણ ચાલુ રાખવામા આવેલા છે. તેમજ દૂધ સંઘ સાથે સંકળાયેલ પશુપાલકોને ખાણ-દાણ ની ખરીદી કરી અને પશુપાલકોને મંડળીઓ મારફત સપ્લાય કરવામાં આવે છે.
First published: December 2, 2018, 9:53 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading