સુરેન્દ્રનગર : ખેડૂતો પાસે SDRFના ફોર્મ ભરવાના લેવાય રહ્યા છે 50 રૂપિયા, વીડિયો થયો વાયરલ

સુરેન્દ્રનગર : ખેડૂતો પાસે SDRFના ફોર્મ ભરવાના લેવાય રહ્યા છે 50 રૂપિયા, વીડિયો થયો વાયરલ
સુરેન્દ્રનગર :ખેડૂતો પાસે SDRFના ફોર્મ ભરવાના લેવાય રહ્યા છે 50 રૂપિયા, વીડિયો થયો વાયરલ

એક જાગૃત ખેડૂત દ્વારા આ પટાવાળાનો રુપિયા માંગતો વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે

 • Share this:
  રાજુદાન ગઢવી, સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના સરા ગામનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમા સરા ગ્રામ પંચાયતમાં SDRFના ફોર્મ ભરવા આવતા ખેડૂતો પાસે સરકારના નિયમોમાં નિઃશુલ્ક ફોર્મ ભરવાના હોવા છતા પણ ગ્રામપંચાયતના પટાવાળા દ્વારા ખેડૂતો પાસે 50 રુપિયા ઉઘરાવવામાં આવે છે.

  મળતી માહિતી પ્રમાણે મુળી તાલુકાના સરા ગામે ગ્રામ પંચાયત ખાતે ખેડૂતો પોતાના SDRFના ફોર્મ ભરવા જાય છે. અહીંના પટાવાળા દ્વારા ફોર્મ દીઠ 50 રૂપિયા ખેડૂતો પાસે ઉઘરાવવામાં આવે છે. એક જાગૃત ખેડૂત દ્વારા આ પટાવાળાનો રુપિયા માંગતો વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે.  આ પણ વાંચો - દશેરા અને દિવાળી પહેલા ડુંગળી અંગે સરકારે લીધો મહત્વનો નિર્ણય, ખેડૂતોને થશે ફાયદો?

  વાયરલ વીડિયોની વાત કરવામા આવે તો જાગૃત ખેડુત પાસે 7\12, 8અ, વિઘુટી સહિતના કાગળ કઢાવવા માટે યેન-કેન પ્રકારે 300થી 700 રુપિયા જેટલી રકમ લેવાય છે. આ દસ્તાવેજો ઉપરાંત SDRFના ફોર્મ ભરવા માટે 50 રુપિયાનો ચાર્જ અલગથી લેવાય છે. પટાવાળો કહે છે કે સરકાર તેમને કઇ આપતા નથી અને અન્ય પંચાયતોમાં 100 રુપિયા લેવાતા હોવાનો ઘટસ્ફોટ કરે છે.

  વાયરલ વીડિયોમાં સરા ગામના વિ.સી પણ પાસે હોવાનું જાણવા મળ્યું હતું. જેથી ખેડુતો પાસે નિશુલ્ક ફોર્મ ભરવા માટે 50 રૂપિયાની ઉઘરાણી કરવા પાછળનો ખેલ વી.સીનો હોવાનું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યો છે. આ તો માત્ર મુળી તાલુકાના સરા ગામની ઘટના છે. રાજ્યમાં આવા ઘણા ગામડાઓમાં ખેડૂત દીઠ 50 અથવા 100 રુપિયા ઉઘરાવતા હશે તો દરરોજ SDRFના નિશુલ્ક ફોર્મ ભરવા પાછળ કેટલા કરોડનો ભ્રષ્ટ્રાચાર થતો હશે એ તેનો આંકડો આંકવો મુશ્કેલ છે. આ વીડિયો વાયરલ થયા પછી સરકાર દ્વારા કેવા પ્રકારના પગલા લેવાય છે તે તો સમય જ બતાવશે.
  Published by:Ashish Goyal
  First published:October 09, 2020, 17:23 pm

  ટૉપ ન્યૂઝ