રાજકોટ દારૂ પાર્ટી : વૉટરપાર્કમાંથી નાસી છૂટેલા લોકો સામે કાર્યવાહીનો આદેશ

News18 Gujarati
Updated: September 20, 2019, 3:53 PM IST
રાજકોટ દારૂ પાર્ટી : વૉટરપાર્કમાંથી નાસી છૂટેલા લોકો સામે કાર્યવાહીનો આદેશ
સૂત્રોના જણાવ્યા મુજબ સાંજ સુધીમાં તમામ લોકોની અટકાયત થાય તેવી શક્યતા

રાજકોટના ઇન્ચાર્જ પોલીસ કમિશનર ( incharge Police commissioner) (sandip singh)એ પાર્ટીમાં હાજર તમામ લોકોના નિવેદન લેવા સૂચના આપી

  • Share this:
અંકિત પોપટ, રાજકોટ : રાજકોટના ક્રિષ્ના વૉટરપાર્કમાં (Rajkot) સ્પેશિયલ ઑપરેશન ગ્રુપ (S.O.G)ના નિવૃત્ત અધિકારી રાજભા વાઘેલાની (Rajbha Vaghela) બર્થ-ડે પાર્ટીમાં (Birthday party) પોલીસકર્મીઓ સહિત કેટલાક લોકો નશાની હાલતમાં હોવાની બાતમીના આધારે પોલીસ (Police) દ્વારા ગુરૂવારે રાત્રે દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે શંકાસ્પદોની અટકાયત કરી તેમના મેડિકલ ટેસ્ટ કરાવવાની કાર્યવાહી શરૂ કરી હતી. જોકે, પોલીસ પહોંચી તે પહેલાં અનેક લોકો વૉટર પાર્કની દિવાલ કૂદી અને નાસી છૂટ્યા હતા. મીડિયાના કેમેરાં સમક્ષ અનેક લોકો દિવાલો કૂદી નાસતાં ઝડપાયા હતા. હવે આ મામલે રાજકોટના ઇન્ચાર્જ પોલીસ કમિશનર (incharge Police Commissioner) સંદિપ સિંઘે (Sndip Singh) કાર્યવાહીના આદેશ આપ્યા છે. તેમણે આદેશ આપ્યો છે કે વૉટર પાર્કમાં હાજર તમામ લોકોના CCTV ફૂટેજના આધારે નિવેદન નોંધવામાં આવે.

વૉટરપાર્કમાંથી ઝડપાયેલા અને નાસી છૂટેલા લોકોની તપાસ હાથ ધરવામાં આવે. જે લોકો નાસી ગયા હતા તેમના પણ મેડિકલ ટેસ્ટ કરવાનો આદેશ તેમણે આપ્યો છે. પોલીસના સૂત્રોના જણાવ્યા મુજબ નાસી છૂટેલા લોકોની સાંજે 6.00 વાગ્યા સુધીમાં અટકાયત થાય તેવી શક્યતા છે.

આ પણ વાંચો :  રાજકોટ દારૂ પાર્ટી : પોલીસ ક્રિષ્ના વૉટર પાર્કના બદલે ક્રિષ્ના પાર્ક પહોંચી હતી!

ક્રિષ્ના વૉટરપાર્કમાં બિયરનું ખાલી ટીન જોવા મળ્યું

પોલીસની સાથે મીડિયાકર્મીઓ પણ ક્રિષ્ના વોટર પાર્કમાં પ્રવેશ્યા હતાં.જ્યાં ક્રિષ્નાવૉટર પાર્કમાં બિયરનું ખાલી ટીન અને દારૂ ની બોટલો પણ જોવા મળ્યી હતી. અટકાયતની કાર્યવાહી દરમિયાન એક વ્યક્તિએ કહ્યું હતુ કે અહીં કોઇ દારૂની પાર્ટી ચાલતી ન હતી. કોઇ લીકર પરમીટવાળા બહારથી દારૂ પી ને આવી ગયા હોય તેવુ બની શકે. કેટલાક લોકો દીવાલ કૂદીને ભાગી ગયા હોવાની શક્યતા છે.

બર્થ ડે બોય રાજભાએ કહ્યું કોઈ દારૂ પાર્ટી નહોતીરાજભાએ જણાવ્યું, 'આજે મારો બર્થ ડે હતો એટલે મિત્રો અને સગા વહાલાઓને જમવા માટે બોલાવામાં આવ્યા હતા. અહીંયા આવેલા લોકોમાં કોઈ બહારથી દારૂ પીને આવ્યા હશે જેમાં પરમીટવાળા લોકો છે. કોઈએ મીડિયા અને પોલીસને ખોટી માહિતી આપી કે અહીંયા દારૂ પાર્ટી છે. અહીંયા કોઈ દારૂ પાર્ટી નહોતી.'

આ પણ વાંચો : રાજકોટમાં પોલીસની મહેફિલ : દરોડાં પડતાં અનેક લોકો દીવાલ કૂદી ભાગ્યા!

પોલીસ ક્રિષ્ના વૉટરપાર્કના બદલે ક્રિષ્ના પાર્ક પહોંચી હતી.

આ દરોડના મામલે પોલીસની કામગીરી ચર્ચાની એરણે છે. જો પોલીસ નિયત સમયે ચોક્કસ જગ્યાએ પહોંચી હોત તો મહેફિલ માણનારા નાસી છૂટ્યા ન હોત. આ પાર્ટીમાં નિવૃત્ત DySp અને અન્ય કેટલાક પોલીસકર્મીઓ પણ હતા ત્યારે આરોપીઓને નાસી છૂટવા માટે પૂરતો સમય મળે તે માટે પોલીસ ખોટા સ્થળે પહોંચી હતી? આ ચર્ચાએ જોર પકડ્યું છે. પોલીસ કુવાડવા રોડ સ્થિત ક્રિષ્ના વૉટર પાર્કના બદલે ગોંડલ ચોકડી નજીક આવેલી ક્રિષ્ના પાર્ક પર પહોંચી જતાં કેટલાક લોકો નાસી છૂટ્યા હતા.

આ પણ વાંચો : રાજકોટ દારૂ પાર્ટી : 30માંથી 10 જ પીધેલા ઝડપાયા, તમામ સામાન્ય નાગરિક!

પોલીસની મહેફિલ પર પોલીસનાં દરોડાં : રાજકોટમાં વોટરપાર્કમાંથી ઝડપાયેલા લોકોની યાદી

રાજકોટ : પોલીસને જોઈ દીવાલ કૂદેલા SRP ક્લાર્ક 'ઝાલા' છગન મકવાણા બની ગયા!
First published: September 20, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading