Home /News /gujarat /

Jamnagar: સખી વન સ્ટોપ સેન્ટરને થયા ત્રણ વર્ષ પૂર્ણ, જાણો શું કહે છે સખી વન સ્ટોપ સેન્ટરના સંચાલકો

Jamnagar: સખી વન સ્ટોપ સેન્ટરને થયા ત્રણ વર્ષ પૂર્ણ, જાણો શું કહે છે સખી વન સ્ટોપ સેન્ટરના સંચાલકો

સખી

સખી વન સ્ટોપ સેન્ટર, જામનગર

ઘરની ચાર દિવાલમાં આજે પણ મહિલાઓ પર અત્યાચારની ઘટના બની રહી છે. આજે પણ અનેક એવા કિસ્સા સામે આવે છે જેમાં મહિલાઓનું શારીરિક અને માનસિક શોષણ કરવામાં આવી રહ્યું છે. જો કે આવા કિસ્સામાં સખી વન સ્ટોપ સેન્ટર (Sakhi one Stop Center) તેની પડખે ઉભું રહે છે.

વધુ જુઓ ...
  Sanjay Vaghela, Jamnagar: આજના યુગમાં ભારત (India) સહીત અનેક દેશમાં મહિલા (Women) ઓ પુરુષ સમોવળી બની છે, ભાગ્યેક કોઈ એવુ ક્ષેત્ર હશે જ્યાં સ્ત્રી ન કામ કરતી હોઈ, સમાજમાં પણ જાગૃતતા આવવાથી સ્ત્રીઓ હવે માનભેર જીવન જીવી રહી છે. જો કે ઘરની ચાર દિવાલમાં આજે પણ મહિલાઓ પર અત્યાચાર (Atrocities on women) ની ઘટના બની રહી છે. આજે પણ અનેક એવા કિસ્સા સામે આવે છે જેમાં મહિલાઓનું શારીરિક અને માનસિક શોષણ કરવામાં આવી રહ્યું છે. જો કે આવા કિસ્સામાં સખી વન સ્ટોપ સેન્ટર (Sakhi one Stop Center) તેની પડખે ઉભું રહે છે. અને તમામ પ્રકારની મદદ કરે છે. જામનગર (Jamnagar) સ્થિત સખી વન સ્ટોપ સેન્ટરને શરુ થયાને ત્રણ વર્ષ થઇ ચુક્યા છે. ત્યારે આ કેન્દ્ર સંચાલકોનું કહેવું છે કે ત્રણ વર્ષ દરમિયાનઅનેક મહિલાઓને અમે મદદ પહોંચાડી છે આજે તેઓ ખુશીથી જીવન જીવી રહી છે.

  જામનગરમાં સ્ત્રી વિકાસ ગૃહ રોડ પર મેન્ટલ ક્વાટર્સમાં સખી વન સ્ટોપ સેન્ટર કાર્યરત છે. આ કેન્દ્ર ત્રણ વર્ષ પુર્ણ કરીને ચોથા વર્ષમાં પ્રવેશ કર્યો છે. આ ત્રણ વર્ષમાં આ કેન્દ્રને કુલ 781 જેટલાં મહિલાઓને લગતા કેસ મળ્યા હતા, જેમાંથી 633 કેસમાં સુખદ રીતે સમાધાન કરવામાં સફળતા મળી છે. સખી વન સ્ટોપ સેન્ટર 24 કલાક કાર્યરત છે, જેમાં એક જ છત નીચે મહિલાઓને તમામ પ્રકારની સમસ્યાનો ઉકેલ મળી જાય છે. આ સેન્ટરમાં બહેનોને પાંચ પ્રકારની સુવિધા મળે છે જેમાં કાઉન્સેલિંગ, આશ્રય, પોલીસ સહાય, તબીબી સહાય અને કાનૂની સહાય પુરી પાડવામાં આવે છે.

  સૌથી વધુ કયાં પ્રકારના કેસ જોવા મળે છે?

  જામનગર સ્થિત સખી વન સ્ટોપ સેન્ટરને ત્રણ વર્ષમાં સૌથી વધુ ઘરેલુ હિંસા અને મિસિંગના કેસ મળ્યા છે. ઘરેલુ હિંસામાં આર્થિક હિંસા, જાતીય હિંસાનો સમાવેશ થાય છે, આ બધી હિંસા થવા પાછળનું કારણ વ્યસન, પ્રેમ લગ્ન હોવાનું જાણવા મળે છે. આ કેસમાં બંને પક્ષે કાઉન્સેલિંગ અને તપાસ કર્યા બાદ જરૂરી મદદ કરવામાં આવે છે. આ સિવાય મિસિંગ કેસમાં પરિવાર તરફથી યોગ્ય સહકાર આપવામાં આવતો નથી, ખાસ કરીને કેટલીક વાતો છુપાવવામાં આવે છે.

  ત્રણ વર્ષમાં મળેલા કેસમાંથી ઘણું શીખવા મળ્યું

  જામનગર સખી વન સ્ટોપ સેન્ટરના સંચાલક હેતલ અમેથીયાએ ન્યુઝ18 લોકલ સાથેની વાતચીતમાં જણાવ્યું કે સોશ્યિલ મીડિયાના યોગ્ય ઉપયોગથી મહિલાઓને ઝડપી મદદ પહોંચાડી શકાય છે. એટલું જ નહીં મહિલાઓ પણ અમારી પાસેથી સરળતાથી મદદ મેળવી શકે છે. તો લીવ એન્ડ રિલેશનમાં રહેતા હોઈ એવા કેસનો ઉકેલ લાવવામાં વધારે સમય લાગી જાય છે કારણ કે એક તો પતિ પત્ની પરિવારની મજૂરી વગર સાથે રહેતા હોઈ છે, બીજું પરિવાર નારાજ હોઈ છે, આથી પતિ પત્નીના પરિવારને મનાવવામાં વધુ સમય લાગી જાય છે. એટલેકે કાઉન્સેલિંગમાં વધુ સમય લાગે છે.

  ત્રણ વર્ષમાં યાદગાર કેસ કયો હતો?

  થોડા સમય પહેલા જ જામનગર સખી વન સ્ટોપ સેન્ટર પાસે જામજોધપુર તાલુકાના એક મુકબધિર બહેન આવ્યા હતા, જે સાંભળી અને બોલી નહોતા શકતા, પોલીસ દ્વારા આ કેસ જામનગર સખી વન સ્ટોપ સેન્ટરને રીફર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આ બેનના ઈશારા અને સોશ્યિલ મીડિયાના મધ્યમથી તસ્વીર વાયરલ કરી પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું.

  મહિલાઓ માટે સખી વન સ્ટોપ સેન્ટર 24 કલાક કાર્યરત છે, અને જે કોઈ મહિલા ઘરેલુ હિંસા કે અન્ય કોઈ શોષણથી પીડાઈ રહી છે તો તે તુરંત સંપર્ક કરી શકે છે, આ માટે જામનગરના સખી વન સ્ટોપ સેન્ટરનું સરનામું છે મેન્ટલ હોસ્પિટલની સામે, મેન્ટલ ક્વાટર્સમાં આવેલું છે, તથા તેનો સંપર્ક નંબર 0288- 2555910 છે. આ સિવાય હેલ્પ લાઈન નંબર 181 પર પણ ફોન કરી શકો છો.
  First published:

  Tags: Jamnagar News, જામનગર

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन