રાજકોટ કૉંગ્રેસનો પાલિકા પર 100 કરોડ રૂ.નું 'કચરા કૌંભાડ' આચરવાનો આક્ષેપ

રાજકોટ કૉંગ્રેસના નેતા ડૉ.હેમાંગ વસાવડાએ આક્ષેપ કર્યો હતો કે ' કચરાના ટ્રકમાં વજન વધારવા માટે માટી ભરવામાં આવે છે'

રાજકોટ મહનનગર પાલિકાના (RMC) શાસક પક્ષ ભાજપ (BJP)એ કૉંગ્રેસની વાતનું ખંડન કર્યુ, સ્ટૅન્ડિંગ કમિટીના અધ્યક્ષ કાનગડે કહ્યું કે, ' માત્ર 14 લાખ રૂપિયાના કૉન્ટ્રાકટમાં કરોડો રૂપિયાનું કૌભાંડ કેવી રીતે થાય, આ કૉંગ્રેસનો જૂથવાદ છે'

 • Share this:
  હરિન માત્રાવાડિયા, રાજકોટ : રાજકોટ (Rajkot) શહેરમાં ઘણા લાંબા સમય બાદ કૉંગ્રેસના (Congress) આગેવાનો એકઠા થયા હતા. કૉંગ્રેસે એક મંચ પર એકઠા થઈ પત્રકાર પરિષદ (Press conference) યોજી હતી. આ પત્રકાર પરિષદમાં કૉંગ્રેસના નેતા ડૉ. હેમાંગ વસાવડા દ્વારા એક કથિત સ્ટીંગ ઑપરેશન (Sting Operation) દર્શાવી પાલિકાએ 100 કરોડનું કચરા કૌભાંડ (Gardbage Scam) આચર્યુ હોવાનો આક્ષેપ કર્યો હતો. જોકે, શાસક પક્ષ ભાજપ (BJP) અને પાલિકાના સંબંધિત અધિકારીઓએ કોંગ્રેસની વાતનું ખંડન કરી અને પાયાવિહોણી હોવાનું જણા  વ્યું હતું.

  આજે પ્રદેશ કૉંગ્રેસના આગેવાનો ડૉક્ટર હેમાંગ વસાવડા દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું આ પત્રકાર પરિષદમાં કરોડો રૂપિયાનો કચરાનું કૌભાંડ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે જેમાં શાસકોની મીઠી નજર હોવાનો સનસનીખેજ આક્ષેપ ડૉક્ટર હેમાંગ વસાવડા એ કર્યો હતો. ડૉક્ટર હેમાંગ વસાવડા મીડિયાને માહિતી આપતાં જણાવ્યું હતું કે કચરાના નિકાલ માટે મહાનગરપાલિકા દ્વારા જે વ્યવસ્થાઓ કરવામાં આવે છે તેમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. કચરાના ટ્રકમાં વજન વધારવા માટે કચરો અને માટીની ભેળસેળ કરવામાં આવે છે. જોકે, આ સમયે કૉંગ્રેસના આગેવાનોએ કચરાનું કૌભાંડ કઇ રીતે કરવામાં આવે છે તેની વીડિયો ક્લીપ ઉતારી સ્ટિંગ ઑપરેશન દર્શાવવામાં આવ્યું હતું.

  આ પણ વાંચો :  સિંગલ યુઝ પ્લાસ્ટીક: રાજકોટ રેલવે સ્ટેશને કેળના પાંદડામાં મળશે જમવાનું, બદામના પાંદડામાં મળશે નાસ્તો

  આક્ષેપો પાયા વિહોણા : ભાજપ
  કૉંગ્રેસના આક્ષેપને ભાજપના આગેવાનોએ પાયા વિહોણો હોવાનું જણાવ્યું હતું અને રાજકોટ મહાનગરપાલિકાના સ્ટૅન્ડિંગ કમિટીના ચેરમેન ઉદય કાનગડ અને વેસ્ટ મેનેજમેન્ટના મુખ્ય અધિકારી નિલેશ પરમારે જણાવ્યું હતું કે કરોડો રૂપિયાનો કૉન્ટ્રાક્ટ જ નથી તો પછી કૌભાંડ કઇ રીતે થઇ શકે? કચરાના નિકાલ માટે માત્ર 15 લાખ રૂપિયાનો જ કૉન્ટ્રાક્ટ આપવામાં આવે છે, કોન્ટ્રાક્ટર જે કંઈ કામ કરે છે તેનું વીડિયો રૅકૉર્ડિંગ પણ કરવામાં આવે છે.

  કૉંગ્રેસમાં જૂથવાદ : કાનગડ
  રાજકોટ મહાનગરપાલિકાના સ્ટૅન્ડિંગ ચેરમેન ઉદય કાનગડે ડૉક્ટર હેમાંગ વસાવડા પર આકરા પ્રહારો કર્યા હતા. કૉંગ્રેસના આગેવામાં અંદરોઅંદર જૂથવાદ છે એટલા માટે તેઓ ભાજપ પર અને શાસકો પર ખોટા આક્ષેપો કરી રહ્યા છે તેવું કાનગડે જણાવ્યું હતું.
  Published by:Jay Mishra
  First published: