રાજકોટમાં ચોખા કૌભાંડ, સસ્તા અનાજની દુકાન પર પૂરવઠા વિભાગના દરોડા

રાજકોટમાં ચોખા કૌભાંડ, સસ્તા અનાજની દુકાન પર પૂરવઠા વિભાગના દરોડા
પ્રતિકાત્મક તસવીર

ઘઉં, ચોખા, ખાંડ, તેલ અને કેરોસીન મળી કુલ 50 હજારનો જથ્થો સીઝ કરી દીધો

  • Share this:
રાજકોટ : રાજકોટના સસ્તા અનાજના દુકાનદાર બદરૂદીન સૈફુદીન વિરાણીએ ગરીબોને આપવામાં આવતા ચોખાના 47 બાચકા બારોબાર કાળાબજારમાં ધકેલી દીધા હતા. પોલીસે આ કૌભાંડ ઝડપી લીધા બાદ આજે ડીએસઓ પૂજા બાવળાએ આકરા પગલા લઈ બદરૂદીનની દુકાન ઉપર દરોડો પાડયો હતો. દરમિયાન પ્રાથમિક તપાસમાં બદરૂદીને આ કૌભાંડ કબુલી લેતા અને પોતાના જ ચોખા હોવાનું પુરવઠાને નિવેદન આપતા ઈન્સ્પેકટરોએ બપોર સુધીમાં ઘઉં, ચોખા, ખાંડ, તેલ અને કેરોસીન મળી કુલ 50 હજારનો જથ્થો સીઝ કરી દીધો છે.

બદરૂદીને પોતે આ ચોખાનો જથ્થો પોલીસે પકડી લીધેલા દિનેશ નીચાણીને વેચ્યાની કબુલાત આપતા પુરવઠા વિભાગ હવે દિનેશનું નિવેદન લઈ ગોંડલ યાર્ડમાં કયા વેપારીને ચોખા આપવાના હતા તે અંગે તપાસ શરૂ કરશે. દરમિયાન ડીએસઓ પૂજા બાવળાએ જણાવ્યુ હતુ કે દુકાનદાર બદરૂદીનનું લાયસન્સ 90 દિવસ સસ્પેન્ડ કરી નાખ્યું છે. ફોજદારી અંગે હવે નિર્ણય લેવાશે. દુકાનમાં 11 કટ્ટા ખાંડ, 460 લીટર કેરોસીન, 120 કટ્ટા ચોખા, 4 કટ્ટા ઘઉં અને કપાસીયા તેલના 181 પાઉચ સીઝ કરી દેવાયા છે.આ પણ વાંચો - અરવલ્લી જિલ્લાના 4 આરોગ્ય કર્મીઓએ પરિવારથી દૂર રહીને રાજકોટમાં દર્દીઓની સેવા કરી પોતાનું કર્તવ્ય નિભાવ્યું

મહત્વનું છે કે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગઈકાલે મોટી કાર્યવાહી કરાઈ છે. સરકારી ચોખાના જથ્થાને બારોબાર વેંચવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. રવિ ધોળકિયા નામના શખ્સને 47 નંગ ચોખાના ભરેલ કોથળા સાથે ઝડપી પાડયો હતો. બારોબાર વેચાણ કરે તે પૂર્વે ચોખાનો જથ્થો ઝડપી પાડ્યો હતો અને 2.94 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો ત્યારે આજે પણ ચોખાના જથ્થાનું કૌભાંડ બહાર આવ્યું છે. હજુ પણ અન્ય જગ્યાઓ પર દરોડા પાડી કૌભાંડ માં સંડોવાયેલા સુધી પોલીસ તેમજ પુરવઠા વિભાગ કાર્યવાહી કરશે.
Published by:Ashish Goyal
First published:November 23, 2020, 22:51 pm