ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ પત્ની રીવાબા સાથે માણી ધૂળેટીની મજા, શેર કરી તસવીર

News18 Gujarati
Updated: March 10, 2020, 10:30 PM IST
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ પત્ની રીવાબા સાથે માણી ધૂળેટીની મજા, શેર કરી તસવીર
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ પત્ની રીવાબા સાથે માણી ધૂળેટીની મજા, શેર કરી તસવીર

જાડેજાએ ફોટા સાથે કેપ્શનમાં લખ્યું હતું કે તું રંગાઈ જાને રંગમાં

  • Share this:
રાજકોટ : રાજકોટ સહિત ભારતભરમાં લોકોએ ધૂળેટીના પર્વની ઉજવણી કરી હતી. લોકોએ ભાવ પૂર્વક એકબીજાને પોતાના મનગમતા રંગોથી રંગીને ધૂળેટીની ઉજવણી કરી હતી. આ વર્ષે કોરોના વાયરસના કારણે લોકોએ ધૂળેટીની ઉજવણી ઓછા પ્રમાણમાં કરી હતી. રાજકોટ શહેરમાં માત્ર ચાર જગ્યાએ જ ખાનગી પાર્ટીપ્લોટમાં ધૂળેટીની ઉજવણીના આયોજન કરવામાં આવ્યા હતા. રાજકોટ ગ્રામ્યમાં માત્ર સાત જગ્યાએ પાર્ટી પ્લોટ અને ક્લબ હાઉસમાં ધૂળેટીની ઉજવણીના આયોજન કરવામાં આવ્યા હતા.

સામાન્ય લોકોથી લઇ સેલિબ્રિટીએ પણ ધૂળેટીના પર્વની ઉજવણી કરી હતી ત્યારે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી એવા રવિન્દ્ર જાડેજાએ પોતાની પત્ની રીવાબા જાડેજા સાથે ધૂળેટીની ઉજવણી કરી હતી. રવિન્દ્ર જાડેજાએ રિવાબાને રંગબેરંગી કલરથી રંગ્યા હતા. જ્યારે રીવાબા જાડેજાએ પોતાના મનગમતા કલરથી પોતાના પતિ રવિન્દ્ર જાડેજાને રંગ્યા હતા.

આ પણ વાંચો - નતાશા અને હાર્દિકે શેર કરી ધુળેટીની તસવીરો, ફેન્સે કહ્યું, 'Happy Holi ભાભીજી'

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ પત્ની રીવાબા સાથે માણી ધૂળેટીની મજા, શેર કરી તસવીર


રવીન્દ્ર જાડેજાએ ધૂળેટીનો ઉજવણી કરતો ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. જાડેજાનો આ ફોટો વાયરલ થયો છે. જાડેજાએ ફોટા સાથે કેપ્શનમાં લખ્યું હતું કે તું રંગાઈ જાને રંગમાં. હેપ્પી હોલી.

બીજી તરફ હાર્દિક પંડ્યાએ પોતાની મંગેતર અને અભિનેત્રી નતાશા સ્ટેનકોવિકે સાથે ધૂળેટીની ઉજવણી કરી હતી.
First published: March 10, 2020
વધુ વાંચો
अगली ख़बर