રાજકોટ : રાજ્યસભાના સાંસદે ખભે પંપ લટકાવી સોની બજારની દુકાનને સેનિટાઇઝ કરી

રાજકોટ : રાજ્યસભાના સાંસદે ખભે પંપ લટકાવી સોની બજારની દુકાનને સેનિટાઇઝ કરી
રાજકોટ : રાજ્યસભાના સાંસદે ખભે પંપ લટકાવી સોની બજારની દુકાનને સેનિટાઇઝ કરી

સોની વેપારીઓએ આ કામગીરીને તાળીઓ પાડી બિરદાવી હતી

  • Share this:
રાજકોટ : રાજકોટમાં છેલ્લા સાત દિવસથી સોની બજાર સ્વયંભૂ બંધ છે. જે રીતે કોરોના સંક્રમણ વધી રહ્યું છે અને બીજી બાજુ સોના ચાંદીના ભાવ વધારાને કારણે મંદીનો માહોલ પણ છે ત્યારે રાજકોટના ગોલ્ડ ડીલર્સ એસોસિયેશન દ્વારા સાત દિવસ સુધી સોની બજાર બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. જે રીતે સોની બજાર અને આસપાસના વિસ્તારના કોરોના કેસમાં વધારો થઈ રહ્યો હતો તેને ધ્યાનમાં રાખી સોની બજાર સોમવારથી શનિવાર સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો. આજે જ્યારે સોની બજાર ખુલી હતી ત્યારે તેને સેનિટાઇઝ કરવામાં આવી હતી.

સોની બજારને સેનિટાઇઝ કરવાની કામગીરી એનજીઓને સોંપાઈ હતી. જ્યારે સવારે સોની બજાર સેનિટાઇઝ થતી ત્યારે ભાજપના રાજ્યસભાના સાંસદ અભયભાઈ ભારદ્વાજ ત્યાં પહોંચ્યા હતા અને સમગ્ર કામગીરી વિશે જાણકરી મેળવી હતી તો બીજી તરફ સાંસદે પોતાના ખભે સેનિટાઈઝરનો પમ્પ લટકાવી શોરૂમને સેનિટાઇઝ કર્યો હતો. અભયભાઈની કામગીરીથી સૌ કોઈ સોની વેપારી આશ્ચર્યચકિત થયા હતા અને કામગીરીને તાળીઓ પાડી બિરદાવવામાં આવી હતી.આ પણ વાંચો - રાજ્યસભાના સાંસદ અમર સિંહનું નિધન, છ મહિનાથી બીમાર હતા

મહત્વનું છે કે છેલ્લા થોડા સમયથી રાજકોટમાં કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે એવા સમયે રાજકોટ સોની બજારમાં ગીચતા અને સાંકડા રસ્તાઓ છે તો સાથે જ શો રૂમમાં અને દુકાનોમાં માલિક ઉપરાંત કર્મચારીઓ તેમજ કારીગરો પણ મોટી સંખ્યામાં હોવાથી કોરોનાનું સંક્રમણ વધવાનો ભય ફેલાયો હતો . જેથી સોની બજાર બંધનો નિર્ણય ગોલ્ડ ડિલર્સ એસોસિએશન દ્વારા લેવાયો હતો.
Published by:Ashish Goyal
First published:August 01, 2020, 18:04 pm