રંગીલા રાજકોટમાં પોલીસનો સપાટો, 3 દિવસ 1.20 કરોડના ઈ-મેમો ફટકાર્યા!

News18 Gujarati
Updated: November 11, 2019, 8:05 PM IST
રંગીલા રાજકોટમાં પોલીસનો સપાટો, 3 દિવસ 1.20 કરોડના ઈ-મેમો ફટકાર્યા!
રાજકોટમાં સ્પીડ ગનથી વાહનોની ગતિ માપી રહેલા પોલીસ અધિકારી

18 દિવસથી સોફ્ટવેર બંધ હોવાના કારણે ઈ-મેમોની કામગીરી બંધ હતી, આ વર્ષના 7 કરોડ રૂપિયા દંડમાં 1.20 કરોડ ત્રણ દિવસમાં

  • Share this:
અંકિત પોપટ, રાજકોટ : રાજકોટ (Rajkot)માં ટ્રાફિકના નિયમો (Traffi rules)નું પાલન નહીં કરનારા ચાલકો પર પોલીસે (Police) સપાટો બોલાવતા 3 દિવસમાં 1.20 કરોડ રૂપિયાના ઈ-મેમો (E-memo) ફટકાર્યા હતા. રાજકોટમાં છેલ્લા 18 દિવસથી સોફ્ટવેર ખરાબ થવાના કારણે ઈ-મેમોની કામગીરી ઠપ્પ હતી. રાજકોટમાં છેલ્લા એક વર્ષમાં 7 કરોડ રૂપિયાના ઈ-મેમો ઇશ્યૂ થયા છે, જ્યારે 1.20 કરોડ રૂપિયાથી વધારેનો ઈ-મેમો છેલ્લા 3 દિવસમાં જ આપવામાં આવ્યા છે.

રાજ્યમાં લાભપાંચમના દિવસથી નવા ટ્રાફિકના નિયમોનો અમલ શરૂ થયો છે. ભારત સરકારે લાગુ કરેલા નવા મોટર વ્હીકલ ઍક્ટના કાયદાની અમલવારીમાં રાજ્ય સરકારે અનેક કાયદામાં રાહત આપી છે અને દંડની રકમ ઘટાડી છે. જોકે, આ બધાની વચ્ચે રાજકોટવાસીઓનો મોટો વર્ગ ટ્રાફિકના નિયમો નથી પાળી રહ્યો તેવી સ્થિતિ સર્જાઈ છે જેના લીધે માતબર રકમના ઈ-મેમો ઇશ્યૂ થયા છે.

આ પણ વાંચો :  અમદાવાદ : ઝોમેટોમાંથી મંગાવેલી 'ઓનેસ્ટ'ની પાવભાજીમાંથી જિવાત નીકળી!

રાજકોટમાં વર્ષ 20147થી ટેકનૉલૉજીની મદદથી ઈ-મેમો ઇશ્યૂ કરવાનો પ્રારંભ થયો હતો. પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ વર્ષ 2017થી અત્યારસુધી રાજકોટમાં 15 કરોડ રૂપિયાથી વધારે રકમનો ઈ-મેમો ટ્રાફિક નિયમ ન પાળનારા ચાલકોને ફટકારવામાં આવ્યો છે, ત્યારે આગામી દિવસોમાં પોલીસ વધારે કડક અમલવારી કરે તેવી શક્યતા છે.

સુરતમાં પણ પોલીસે સપાટો બોલાવ્યો હતો

સુરત શહેરમાં 1 નવેમ્બરથી રાજ્યમાં નવા મોટર વ્હીકલ એક્ટની અમલવારી શરૂ કરી દેવામાં આવી છે ત્યારથી જ રાજ્યના દરેક શહેરોમાં ટ્રાફિક નિયમન કરાવવા માટે પોલીસ આગળ આવી છે, ત્યારે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા પણ નિયમનની કામગીરી કડક રીતે શરૂ કરી દેવામાં આવી છે. શહેર ટ્રાફિક પોલીસે જાહેર કરેલા આંકડા પ્રમાણે પોલીસે 84.27 લાખનો દંડ વસૂલ કર્યો છે.
First published: November 11, 2019, 8:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading