હાઇરાઈઝ બિલ્ડીંગ પર સિવિલ ડ્રેસમાં રાજકોટ પોલીસ લોકો પર નજર રાખશે


Updated: April 9, 2020, 11:21 PM IST
હાઇરાઈઝ બિલ્ડીંગ પર સિવિલ ડ્રેસમાં રાજકોટ પોલીસ લોકો પર નજર રાખશે
હાઇરાઈઝ બિલ્ડીંગ પર સિવિલ ડ્રેસમાં રાજકોટ પોલીસ લોકો પર નજર રાખશે

લોકડાઉનનું ઉલ્લંઘન કરવાના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે આવા લોકો પર પોલીસ હવે વધુ બાજ નજર રાખવા જઈ રહી છે

  • Share this:
રાજકોટ : જે રીતે સમગ્ર ભારતમાં લોકડાઉન ચાલી રહ્યું છે. કોરોનાને ફેલાવતો અટકાવવા લોકોએ લોકડાઉનનું ચુસ્તપણે અમલ કરવું પણ જરૂરી છે. આવા સમયે રાજકોટમાં ઘણા લોકો લોકડાઉનનું ઉલ્લંઘન કરવાના કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે આવા લોકો પર પોલીસ હવે વધુ બાજ નજર રાખવા જઈ રહી છે.

લોકડાઉનની શરુઆતમાં અલગ-અલગ ચેક પોઇન્ટ પર પોલીસ લોકોની પૂછપરછ કરતી હતી, બાદમાં શેરી મહોલ્લામાં એકઠા થતા લોકો પર પેટ્રોલિંગ કરી નજર રાખી હતી બાદમાં ડ્રોન દ્વારા પણ પોલીસ દ્વારા લોકો પર નજર રાખવામાં આવી રહી હતી. આ પછી પોલીસે એક વોટ્સએપ નંબર પણ જાહેર કર્યો હતો અને લોકોને તેની આસપાસમાં કોઈ લોકડાઉનનું ઉલ્લંઘન કરે તો તેનો ફોટો કે વીડિયો વોટ્સએપ પર મોકલવા લોકો ને જણાવ્યું હતું અને જાણકારી આપનારનું નામ પણ ગુપ્ત રાખવાની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો - કોરોના સામેના જંગમાં રાજકોટનો સિંહ ફાળો, વેન્ટીલેટર બાદ સસ્તી કિંમતમાં PPE કીટ તૈયાર કરાઇવોટ્સએપમાં લોકોની જાણકારી આવી રહી છે ત્યારે પોલીસે લોકડાઉન ઉલ્લંઘન કરનાર પર વધુ ગાળીયો કસવા હવે ખાનગી ડ્રેસમાં પોલીસે હાઇરાઈઝ પોઈન્ટ પરથી લોકો પર નજર રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે રીતે પોલીસ અત્યાર સુધી ડ્રોન દ્વારા ઘર કે એપાર્ટમેન્ટના છત પર લોકો રમત રમતા હોય કે એક સાથે એકઠા થતા હોય તેના પર નજર રાખવામાં આવતી હતી. હવે હાઇરાઈઝ પોઇન્ટ પર ખાનગી ડ્રેસમાં પોલીસકર્મી તૈનાત કરી લોકો પર નજર રાખવામાં આવશે.
First published: April 9, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading