Home /News /gujarat /

રાજકોટ પોલીસે ઉજવ્યો 'નો દંડ ડે' : ટ્રાફિક નિયમ તોડનારને પેન-ગુલાબ આપ્યાં

રાજકોટ પોલીસે ઉજવ્યો 'નો દંડ ડે' : ટ્રાફિક નિયમ તોડનારને પેન-ગુલાબ આપ્યાં

પ્રતિકાત્મક તસવીર

રાજકોટ પોલીસનો નવતર પ્રયોગ, આજે 'નો દંડ' ડે નિયમ ભંગ કરનારાને પોલીસ પ્રેમથી સમજાવશે

    અંકિત પોપટ, રાજકોટ : ફિલ્મ લગે રહો મુન્નાભાઈના માધ્યમથી દેશમાં ગાંધીગીર પ્રચલિત થઈ ગઈ. આ ફિલ્મનો નાયક વિલન સામે આંદોલન કરવા માટે તેના ઘરની બહાર રોજ ફૂલ મોકલાવી અને તેનો પ્રતિકાત્મક વિરોધ કરે છે અને આ વિરોધને 'ગાંધીગીરી' નામ આપે છે. આ ગાંધીગીરીથી પ્રેરાઇને રાજકોટ પોલીસે આજે એક નવતર પ્રયોગ કર્યો છે. પ્રજાજનોને ટ્રાફિકના નિયમો પ્રત્યે સભાન કરવા માટે આજે રાજકોટ પોલીસ 'નો દંડ ડે' અંતર્ગત કોઈ પણ ચાલકને દંડ નહીં કરે

    પોલીસ ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર વાહનચાલકોને પેન અને ગુલાબ આપી ગાંધીગીરી કરશે. પોલીસે નક્કી કર્યુ છે. યુવાનો અને વૃધ્ધોને અલગ અલગ ભેટ આપીને તેમને ટ્રાફિકના નિયમો વિશે પ્રેમથી સમજાવવામાં આવશે. દેશના અને રાજ્યના અનેક શહેરોમાં પોલીસ આ પ્રકારના પ્રયોગો કરે છે જેના દ્વારા વાહનચાલકોને દંડથી નહીં પરંતુ સમજાવટથી નિયમોનું પાલન કરવાની સૂચના આપવામાં આવે છે.

    આ પણ વાંચો : ASI-કોન્સ્ટેબલ અપમૃત્યુ કેસ : ખુશ્બુના મિત્ર ASI કુછડિયા સામે ખાતાકીય તપાસ

    વિદ્યાર્થીને પેન, યુવાનો-વૃદ્ધોને ગુલાબ
    રાજકોટ પોલીસ આજે નિયમનો ભંગ કરનારા વિદ્યાર્થીઓને પેન આપી ગાંધીગીરી કરશે જ્યારે નિયમનો ભંગ કરનારા યુવાનો અને વૃદ્ધોને ગુલાબ આપશે. પોલીસ તેમને નિયમો પ્રત્યે સભાન કરવા અને માહિતી આપવા માટે ટ્રાફિક નિયમોની માહિતી આપતા સ્ટીકરો અને પત્રિકાઓ પણ આપશે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Experiment, પોલીસ`, રાજકોટ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन