Home /News /gujarat /

જામનગર: 13 વર્ષના છોકરાએ પોકેટમની માટે પોલીસ સ્ટેશનમાંથી જ દારૂની ચોરી કરી

જામનગર: 13 વર્ષના છોકરાએ પોકેટમની માટે પોલીસ સ્ટેશનમાંથી જ દારૂની ચોરી કરી

જામનગર પોલીસ મથક

Jamnagar Crime News: બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના તપાસ અધિકારીએ મીડિયાને જણાવ્યું કે, "આ છોકરાના પિતા લાંચના કેસમાં પકડાયા પછી સસ્પેન્શન હેઠળ મૂકવામાં આવ્યા હતા. તે પોકેટ મની કમાવવા માટે દારૂ વેચતો હતો.

જામનગર : શહેરમાં (Rajkot ) પોલીસકર્મીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. સસ્પેન્ડેડ પોલીસમેનનો 13 વર્ષનો પુત્ર જામનગરમાં  (Jamnagar) પોલીસની કસ્ટડીમાંથી દારૂની ચોરી કરતા રંગે હાથે પકડાયો હતો. આ ઘટનાએ પોલીસ વિભાગને એક મોટી શરમજનક સ્થિતિમાં મૂકી દીધું હતું.

શનિવારે મુદ્દામાલ (જપ્ત કરેલ સામગ્રી) રૂમની રક્ષા કરતા હોમગાર્ડ જવાનોને જામનગર પોલીસ હેડક્વાર્ટર કમ્પાઉન્ડમાં આવેલા રૂમની અંદરથી થોડો અવાજ આવતો સંભળાયો હતો. જેની તપાસ કરવા પર તેઓએ જોયું કે, રૂમનો પાછળનો દરવાજો તૂટેલો હતો. તેની ગ્રીલ કાઢી નાંખવામાં આવી હતી અને અંદરનો દરવાજો અનલોક હતો. જે બાદ પોલીસે પીછો કર્યો અને દારૂની બોટલો સાથે એક કિશોરને પકડી પાડ્યો હતો.

તેઓએ કિશોરની અટકાયત કરી અને તેને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. જ્યાં તેની કબૂલાત એક મોટા ઘટસ્ફોટ સમાન હતી. પોલીસ તદ્દન ઊંઘતી ઝડપાઇ હતી.  કિશોરે ભારતીય બનાવટની વિદેશી દારૂ (IMFL)ની 317 બોટલની ચોરી કર્યાની કબૂલાત કરી હતી. જેમાં બિયરના સાત કેન ઉપરાંત કેટલીક મોંઘી બ્રાન્ડનો પણ સમાવેશ થાય છે. એટલું ઓછું ન હોય એમ કિશોરે ઉમેર્યું કહ્યું કે, તે આ વર્ષના એપ્રિલ મહિનાથી રૂમમાંથી દારૂની ચોરી કરી રહ્યો હતો.

ગુજરાતમાં ફ્રી વીજળી આપવા અંગે અરવિંદ કેજરીલાલે કરી મોટી જાહેરાત

સી-ડીવીઝન પોલીસ સ્ટેશન દ્વારા વિવિધ દરોડામાં રૂમમાં રાખેલા સમગ્ર દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. જ્યારે ફરીથી સ્ટોકની ચકાસણી કરવામાં આવી. ત્યારે તે પ્રકાશમાં આવ્યું કે, તેણે છેલ્લા ત્રણ મહિનામાં 1,55,500 રૂપિયાની કિંમતનો દારૂ ચોર્યો હતો. પોલીસે તે જ કેમ્પસમાં સ્થિત તેના ઘરમાંથી બે બિયરના ટીન અને 29 બોટલો પણ જપ્ત કરી હતી.

વડોદરામાં રખડતા કૂતરાનો આતંક

સ્ટોક રૂમની મેન્ટેનેન્સ અને સલામતી માટે જવાબદાર હેડ કોન્સ્ટેબલ કમ રાઈટર ધવલગીરી ગોસાઈ દ્વારા છોકરા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ છોકરા સામે IPC અને પ્રોહિબિશન એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.



બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના તપાસ અધિકારીએ મીડિયાને જણાવ્યું કે, "આ છોકરાના પિતા લાંચના કેસમાં પકડાયા પછી સસ્પેન્શન હેઠળ મૂકવામાં આવ્યા હતા. તે પોકેટ મની કમાવવા માટે દારૂ વેચતો હતો. જે પોકેટ મની તેના પિતાના સસ્પેન્શન પછી મળવાની બંધ થઇ ગઈ હતી. જ્યારે પણ તેને પૈસાની જરૂર પડતી, ત્યારે તે રૂમમાં ઘુસી જતો અને કેટલીક બોટલ લઈ જતો  હતો."
Published by:Kaushal Pancholi
First published:

Tags: Crime news, ક્રાઇમ, ગુજરાત, જામનગર

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन