300 મશાલથી દીપી ઉઠ્યું રંગીલું રાજકોટ, લોકો થયા અચંબિત


Updated: January 24, 2020, 11:17 PM IST
300 મશાલથી દીપી ઉઠ્યું રંગીલું રાજકોટ, લોકો થયા અચંબિત
300 મશાલથી દીપી ઉઠ્યું રંગીલું રાજકોટ

દિલધડક શો માં જવાનોએ મશાલ સાથે માર્ચ તેમજ વિવિધ પ્રતિકૃતિઓ તૈયાર કરી

  • Share this:
રાજકોટ : પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી રાજકોટમાં ચાલી રહી છે. પ્રજાસત્તાક પર્વના ભાગ રૂપે અલગ-અલગ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ત્યારે શુક્રવારે શૌર્યના પ્રતિક મશાલ સાથે રાજકોટ પોલીસની માર્ચ પાસ્ટ અને અવનવા કરતબોથી રાજકોટવાસીઓ રોમાંચિત થયા હતા. પોલીસના 300 જવાનો દ્વારા પૌરાણિક સમયને તાજો કરી શૌર્ય સાથે વિવિધ સંદેશ આપતો મશાલ પીટી કાર્યક્રમ 26મી જાન્યુઆરીની રાજ્યકક્ષાની પ્રજાસત્તાકદિન ઉજવણીના ભાગરૂપે યોજાયો હતો.

મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં ચૌધરી મેદાન ખાતે મ્યુઝિક બેન્ડના તાલે જવાનો મશાલ માર્ચ સાથે વિવિધ કરતબો દેખાડયા હતા. દિલધડક શો માં જવાનોએ મશાલ સાથે માર્ચ તેમજ વિવિધ પ્રતિકૃતિઓ તૈયાર કરી દર્શકોને અચંબિત કર્યા હતા. ઉલ્લેખનીય છે કે પહેલાના સમયમાં જયારે વીજળીની શોધ ન હોતી થયેલી તે સમયે રાત્રીના અજવાસ માટે મશાલનો ઉપયોગ કરવામાં આવતો. રાજાશાહી સમયે સૈનિકોનો કે અન્ય કારવા મશાલનો ઉપયોગ કરી સ્થળાંતર કરતા ત્યારે અદભૂત દ્રશ્ય જોવા મળતું. તેવો જ અદભૂત નજારો ક્રાંતિકારીઓ મશાલનો ઉપયોગ કરતા તે સમયે જોવા મળતો હતો.

આ પણ વાંચો - ખંભાતના અકબરપુરામાં બે જૂથ વચ્ચે અથડામણ, એક વ્યક્તિનું મોત

કહેવાય છે કે મશાલ એ શૌર્યનું પ્રતીક છે, સાથોસાથ એક ઉજાસ પાથરે છે. ઓલિમ્પિક્સ ગેમ્સની શરૂઆત પણ મશાલ સાથે કરવામાં આવે છે જે એક પ્રકારે ખેલાડીઓમાં જુસ્સો વધારવાનું કાર્ય કરે છે. વિશ્વની બેજોડ પ્રતિમા સ્ટેસ્યુ ઓફ લિબર્ટીમાં એક હાથમાં મશાલ સાથે વિશ્વને શાંતિ અને આશાનો સંદેશ આપે છે.

અંધારી રાતે મશાલ થકી રાજકોટ જે માટે ઓળખાય છે તે શેપ ''રંગીલું રાજકોટ'' લખાયુ હતું. આ ઉપરાંત ‘સ્વચ્છતા સંદેશ’, ‘જય હિન્દ’, 'ગુજરાત પોલીસ', વિશાળ તોરણ, હાર્ટ, સ્ટેપ સહીત અવનવી પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી હતી. આ જવાનો બંને હાથમાં મશાલ સાથે ડ્રિલ તેમજ રોડશો દ્વારા દેશભક્તિનો સંદેશ આપ્યો હતો.

મશાલ આવી રીતે તૈયાર કરાય છેલોખંડના ખાસ હેન્ડલ વાળા સળિયા પર ઉપરની તરફ ખાસ ગોળાકાર શેપ પર કપડું વીંટાળવામાં આવે છે. આ ભાગને કપાસિયા તેલમાં 10 થી 12 કલાક ડુબાડી રાખવામાં આવે છે. ત્યારબાદ 8 થી 9 કલાક સુધી તેને સૂકવવામાં આવે છે. આ રીતે મશાલ તૈયાર થાય છે. જેને પ્રગટાવવાથી મશાલ જ્યોત 30 મિનિટ ચાલે છે.
First published: January 24, 2020
વધુ વાંચો
अगली ख़बर