રાજકોટ પોલીસ બની હાઇટેક : નાઈટ પેટ્રોલિંગ દરમિયાન નહીં કરે કામ તો તરત જ પકડાઇ જશે


Updated: June 7, 2020, 8:18 AM IST
રાજકોટ પોલીસ બની હાઇટેક : નાઈટ પેટ્રોલિંગ દરમિયાન નહીં કરે કામ તો તરત જ પકડાઇ જશે
પ્રતિકાત્મક તસવીર

ecop નામની એપ્લિકેશન મારફત નાઈટ પેટ્રોલિંગ દરમિયાન હાજરી પુરવાનું ફરજિયાત બનાવ્યું છે.

  • Share this:
રાજકોટ : છેલ્લા કેટલાય સમયથી રાજકોટ શહેર પોલીસ કમિશનરને ફરિયાદ મળી રહી હતી કે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન કેટલાક પોલીસ અધિકારીઓ જવાનો ચાલુ ફરજે પોતાના ઘરે જતા રહે છે. તેમજ ચાલુ ફરજે અન્યત્ર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરતા હોય છે. જેના કારણે રાજકોટ શહેર પોલીસ કમિશનર કે જે ટેકનો લવર તેમજ ટેકનો સેવરના ઉપનામથી પ્રખ્યાત છે તેવા મનોજ અગ્રવાલે ecop નામની એપ્લિકેશન મારફત નાઈટ પેટ્રોલિંગ દરમિયાન હાજરી પુરવાનું ફરજિયાત બનાવ્યું છે.

લૉકડાઉનના કારણે રાજકોટ શહેરમાં પોલીસની કામગીરી પર ભારણમાં વધારો થયો હતો. તો સાથે જ ચેક પોસ્ટમાં પણ વધારો કરવામાં આવ્યો હતો. ત્યારે અનલોક એક જાહેર થતા પોલીસ પ્રશાસન સાથે જોડાયેલા અધિકારીઓ તેમજ કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો છે. તો બીજી તરફ અનલોક એક જાહેર થતા પહેલાની માફક રાજકોટમાં ગુનાખોરી વકરે નહીં તે માટે રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા  નાઇટ પેટ્રોલિંગ વધુ અસરકારક બનાવવા એક આદેશ કરવામાં આવ્યો છે. જે આદેશ અનુસાર નાઈટ પેટ્રોલિંગમાં રહેતા દરેક પોલીસ અધિકારી તેમજ જવાનને દર એક કલાકે જે સ્થળ પર હાજર હોય ત્યાંથી એપ્લિકેશનમાં ફોટો અપલોડ કરીને હાજરી પૂરવાની રહેશે. નાઈટ પેટ્રોલિંગ દરમિયાન ફરજમાં બેદરકારી દાખવનાર સામે ખાતાકિય શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે.

આ પણ વાંચો- ગુજરાતમાં પાંચ દિવસ વરસાદની આગાહી, જાણો કયા વિસ્તારોમાં બનશે આફત

આ એપ્લીકેશન ડાઉનલોડ કરનાર  પોલીસ અધિકારી તેમજ જવાને મોબાઇલમાં જીપીએસ અને મેપ ચાલુ રાખવા ફરજીયાત છે. નાઇટ પેટ્રોલીગમાં રહેલા સ્ટાફે દર એક કલાકે પોતે જે વિસ્તારમાં હોય ત્યાં ઉભા રહી પોતાના ફોટા સાથે હાજરી પૂરવી પડશે. ફોટો અપલોડ થતાં જ તે ક્યા વિસ્તારમાં છે અને રાતથી સવાર સુધી કેટલા કિલોમીટર પેટ્રોલિંગ કર્યું એની એપ્લીકેશનમાં ઓટોમેટીક નોંધ થઇ જશે.

આ પણ જુઓ- 
First published: June 7, 2020, 8:18 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading