રાજકોટ પોલીસ ફરી એક્શન મોડમાં, કોરોનાનું સંક્રમણ વધતા નિયમોનું કડકાઇથી પાલન કરાવાશે

રાજકોટ પોલીસ ફરી એક્શન મોડમાં, કોરોનાનું સંક્રમણ વધતા નિયમોનું કડકાઇથી પાલન કરાવાશે
રાજકોટ પોલીસ ફરી એક્શન મોડમાં, કોરોનાનું સંક્રમણ વધતા નિયમોનું કડકાઇથી પાલન કરાવાશે

રાજકોટ શહેર પોલીસ તથા મનપા દ્વારા શહેરના વોર્ડ વાઇઝ કોરોના સંક્રમણ અટકાવવા માટે જોઇન્ટ એન્ફોર્સમેન્ટની 11 ટીમો બનાવાઇ છે

  • Share this:
રાજકોટ : દિવાળીના તહેવાર બાદ કોરોનાએ ફરી ફૂંફાડો માર્યો છે. હવે બીજા તબક્કામાં મહામારી વધુ વકરે તેવો ભય ઉભો થયો હોવાથી તમામ તંત્રો એલર્ટ થઇ ગયા છે. શહેર પોલીસે પણ ગંભીરતા ધ્યાને લઇને આજે ખાસ બેઠક યોજી હતી અને અનલોક-6નું કડકમાં કડક પાલન કરાવવા સહિતના મુદ્દે મહત્વની ચર્ચાઓ કરી હતી.

રાજકોટ શહેર પોલીસ તથા મનપા દ્વારા શહેરના વોર્ડ વાઇઝ કોરોના સંક્રમણ અટકાવવા માટે જોઇન્ટ એન્ફોર્સમેન્ટની 11 ટીમો બનાવાઇ છે. જેમા સંયુક્ત રીતે કન્ટેનમેન્ટ ઝોનમાં કવોરન્ટાઇન નિયમોનુ ચુસ્તપણે પાલન કરાવવા ટીમ દ્વારા કન્ટેનમેન્ટ ઝોન તથા કવોરન્ટાઇન થયેલ વ્યકિતને ચેક કરવાની કામગીરી કરવામા આવી રહી છે. તેમજ સેફ રાજકોટ એપ્લિકેશન ડાઉનલોડ કરાવવામા આવી રહેલ છે. તેમજ કન્ટેનમેન્ટ ઝોનનો ભંગ કરનાર વ્યકિતઓ વિરુદ્ધ કાર્યવાહી થાય છે. કન્ટેનમેન્ટ ઝોન સહિતના નિયમોનું પણ કડક પાલન કરાવાશે. જેનો ભંગ થતાં ફેસીલીટી કવોરન્ટાઇનમાં મુકવાની કાર્યવાહી કરવામાં આવશે.જાહેર સ્થળો, ચા-પાનની દુકાનો, હોટલ, મોલ વગેરે જગ્યાએ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમોનું પાલન કરવાનું રહેશે. જાહેરમાં થુંકનારા અગાઉની જેમ જ દંડાશે. પોલીસ દ્રારા ડ્રોન કેમેરા/સીસીટીવી કેમેરાની મદદથી નજર રાખવામાં આવશે તેમજ મોટર સાયકલ પેટ્રોલિંગ, ફૂટ પેટ્રોલિંગ, નાઇટ પેટ્રોલિંગ ગોઠવવામાં આવેલ છે અને સઘન વાહન ચેકીંગ પણ કરવામાં આવશે.

આ પણ વાંચો - કોરોનાના કેસ વધતા શનિવારે કેન્દ્રની વિશેષ ટીમ ગુજરાત આવશે, સંક્રમણ રોકવાની વ્યૂહરચના અંગે ચર્ચા થશે

હાલમાં કોરોના વાયરસનો બીજો તબકકો શરૂ થયેલ છે જેમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. દિવાળી નુતન વર્ષના તહેવારો સંપન્ન થયા છે અને ઠંડીના દીવસો પણ શરૂ થઇ ગયા છે. સાથે સાથે લગ્ન પ્રસંગની સિઝન પણ આવી હોઇ બજારોમાં ઘણી ભીડ એકઠી થાય છે. જે કોરોના વાયરસનુ સંક્રમણ વધારી શકે છે. ત્યારે પોલીસ દ્રારા રાજકોટ શહેરની જનતાને સરકારના નિયમોનુ પાલન કરી સુરક્ષિત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. તેમજ 65 વર્ષથી વધુ ઉમરની વ્યકિતઓ, સગર્ભા બહેનો, 10 વર્ષથી નીચેના બાળકો તેમજ બીમાર વ્યકિતઓએ તબીબી કારણ ન હોય તો ઘરે રહેવા માટે સલાહ આપવામાં આવે છે.

લોકડાઉન 1 થી 5 તથા અનલોક 1 થી 5 દરમ્યાન જાહેરનામાના ભંગના કુલ કેસ- ૪૩૧૫, કુલ આરોપી-૫૨૭૩. સોશિયલ ડિસ્ટન્સ ભંગના કુલ કેસ-૧૧૭૩૨, કુલ આરોપી-૧૨૯૧૦. જાહેરમા માસ્ક નહીં પહેરવા તથા જાહેરમા થુંકવાના કુલ કેસ-૧,૯૦,૯૭૪, દુકાનો ઉપર સોશિયલ ડિસ્ટન્સ ભંગના કુલ કેસ-૧૧૮૭, કોન્ટેકટ ટ્રેસિંગ કરેલ વ્યકિતઓની સંખ્યા-૧૯૦૦૬, સેફ રાજકોટ એપ ડાઉનલોડ કરેલ વ્યકિતઓની સંખ્યા-૧૨૩૭૬, સેફ રાજકોટ એપમાં એટેન્ડસ ફોટોની સંખ્યા-૨૭૫૦૦, સેફ રાજકોટ એપની મદદથી દાખલ કરેલ ગુન્હાઓ-૭, ૧૦૦ નંબરના કોલ અને સીસ્ટમ તથા સી.સી.ટીવી કેમેરા દ્રારા કરેલ કેસની સંખ્યા-૧૩૪, હાઇરાઇઝ બીલ્ડીંગ દ્યાબા પોઇન્ટ આધારે દાખલ કરેલ ગુન્હાઓ-૧૩૮ હતાં તેમજ ડ્રોન કેમેરા દ્રારા -૧૪૮૨ કેસ કરવામાં આવ્યા છે.
Published by:Ashish Goyal
First published:November 20, 2020, 17:34 pm

टॉप स्टोरीज