રાજકોટ : પોલીસ જીપના TikTok વીડિયો મામલે બે પોલીસકર્મી સસ્પેન્ડ

રાજકોટ પોલીસની PCR વાન પર બેસી પૂર્વ ટ્રાફિક વોર્ડન શુભમ ઉકેડીયાએ વીડિયો બનાવ્યો હતો.

પોલીસ વાન પર બેસી ટિકટોક બનાવનાર પૂર્વ ટ્રાફિક વોર્ડન શુભમ ઉકેડીયા હોવાનું ખુલ્યું. આ મામલે PCR વાન ઇન્ચાર્જ અને A ડિવિઝનના કોન્સ્ટેબલ સસ્પેન્ડ

 • Share this:
  અંકિત પોપટ, રાજકોટઃ છેલ્લા કેટલાક દિવસથી લોકોમાં ટિકટોક વીડિયો બનાવવાનો ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ પ્લેટફોર્મ પર વીડિયો બનાવી લોકો પ્રસિદ્ધિ મેળવવા નીતનવા અખતરા કરી રહ્યાં છે. આવો જ એક વીડિયો રાજકોટમાંથી સામે આવ્યો , જેમાં એક યુવકે પોલીસની PCR વાન પર બેસીને વીડિયો બનાવ્યો હતો. આ મામલે રાજકોટ પોલીસે બે પોલીસ કર્મીને સસ્પેન્ડ કર્યા છે.

  પ્રાપ્ત અહેવાલો મુજબ આ વીડિયો તૈયાર કરનાર યુવક પૂર્વ ટ્રાફિક વોર્ડન શુભમ ઉકેડીયા હતો. પોલીસે આ મામલે A ડિવિઝનના કોન્સ્ટેબલ નિલેશ કુંગશિયા અને PCR વાનના ઇન્ચાર્જ અમિત કોરાટને સસ્પેન્ડ કર્યા છે. બંને પોલીસકર્મીને ફરજ દરમિયાન લાપરવાહી રાખવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

  આ પણ વાંચો :  TikTok પર ભૂલથી પણ ન બનાવો આવા વીડિયો, એકાઉન્ટ થશે બંધ

  મહેસાણાથી શરૂઆત
  અત્રે ઉલ્લેખનીય છે કે આજકાલ ગુજરાત પોલીસના અધિકારીઓ અને સ્ટાફના TikTok વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યાં છે. આ વાયરલ વીડિયોની શરૂઆત મહેસાણાથી થઈ હતી. મહેસાણા લાંધણજ પોલીસ મથકના મહિલા કોન્સ્ટેબલ અલ્પિતા ચૌધરીએ પોલીસ મથકમાં વીડિયો બનાવ્યો હતો જે ખૂબ જ વાયરલ થયો હતો. આ મામલે તેમને મહેસાણા એસપી મંજીતા વણઝારાએ સસ્પેન્ડ કરી હતી. જોકે, બાદમાં વડોદરાના ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઈ. અરૂણ મિશ્રા અને ખુદ મંજીતા વણઝારાનો ટિકટોક વીડિયો વાયરલ થયો હતો. આગળ જતા અમદાવાદના કોન્સ્ટેબલનો વીડિયો પણ વાયરલ થયો હતો. ટિકટોક મુદ્દે રાજ્યમાં આ ત્રીજું પોલીસ સસ્પેન્શન સામે આવ્યું છે.
  Published by:Jay Mishra
  First published: