રાજકોટમાં રાત્રિ કરફ્યૂમાં પુત્રના લગ્ન યોજવા પડ્યા ભારે, પિતા સામે નોંધાઇ ફરિયાદ

રાજકોટમાં રાત્રિ કરફ્યૂમાં પુત્રના લગ્ન યોજવા પડ્યા ભારે, પિતા સામે નોંધાઇ ફરિયાદ
પોલીસ દ્વારા કર્ફ્યુનો ભંગ કરનાર 130થી પણ વધુ વ્યક્તિ વિરુદ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ નોંધવામાં આવી છે. 

પોલીસ દ્વારા કર્ફ્યુનો ભંગ કરનાર 130થી પણ વધુ વ્યક્તિ વિરુદ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ નોંધવામાં આવી છે. 

  • Share this:
કોરોના સંક્રમણ વધવાના કારણે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રિ કરફ્યુ લાદવામાં આવ્યો છે. ત્યારે રાત્રિ કરફ્યુ લાદ્યા બાદ રાત્રી કર્ફ્યુ દરમિયાન હજારોની સંખ્યામાં કરફ્યુ ભંગ કરનાર વિરુદ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ નોંધવામાં આવી છે. સેંકડોની સંખ્યામાં વાહન પણ ડિટેઇન કરવામાં આવ્યા છે. તો સાથોસાથ સેંકડોની સંખ્યામાં સોશિયલ ડિસ્ટન્સના ભંગની ફરિયાદ પણ નોંધવામાં આવી છે.

પિતાની થઇ ધરપકડરાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ દ્વારા શહેરના સાધુવાસવાણી રોડ ઉપર વિશ્વકર્મા સોસાયટીમાં રાત્રી દરમિયાન લગ્ન પ્રસંગ ચાલુ હોય ત્યાં જઈને પુત્રના લગ્ન પ્રસંગનું આયોજન કરનાર પિતા ગેલાભાઇ રાહાભાઇ કિલ્હા વિરુદ્ધ ફરિયાદ નોંધી તેમની ધરપકડ કરવામાં આવી છે. તો સાથે જ રાત્રી કર્ફ્યુ દરમિયાન સાધુવાસવાણી રોડ પર ગુરુનાનક પંજાબી હોટલ ચાલુ રાખતા તેના સંચાલક મુકેશ સિંહ ભગતસિંહ ડાંગી નામના શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગત રાત્રી કર્ફ્યુ દરમિયાન રાજકોટ શહેર પોલીસ દ્વારા કર્ફ્યુનો ભંગ કરનાર 130થી પણ વધુ વ્યક્તિ વિરુદ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ નોંધવામાં આવી છે.

કોરોનાના ટેસ્ટ કરવામાં ગુજરાતની ખુલી પોલ, દેશમાં 22માં સ્થાને જ્યારે દિલ્હી અગ્રેસર

રાત્રી કરફ્યૂ દરમિયાન કોઇપણ કાર્યક્રમ યોજાશે નહીં

રાજકોટ શહેરના ડીસીપી ઝોન 2 મનોહરસિંહ જાડેજા દ્વારા અગાઉથી જ શહેરીજનોને સુચના આપવામાં આવી હતી કે, લગ્ન કરવા માટેની કોઇપણ જાતની મંજૂરી લોકોએ પોલીસ સ્ટેશનમાંથી મેળવવાની રહેશે નહીં.

અમદાવાદીઓ ચેતજો! માસ્ક ન પહેરવા બદલ 8 મહિનામાં 14.89 કરોડનો દંડ વસૂલાયો, પોલીસનો સપાટો

પરંતુ રાત્રી કર્ફ્યુ દરમિયાન કોઈપણ લગ્ન પ્રસંગે કોઈપણ જાતના કાર્યક્રમોને મંજૂરી આપવામાં નહીં આવે તેમ છતાં કોઈપણ વ્યક્તિ કે કોઈપણ સંસ્થા રાત્રી કર્ફ્યુ દરમિયાન કોઈપણ લગ્ન કે કોઈપણ કાર્યક્રમ યોજશે તો તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, દિવસે અને દિવસે રાજકોટ શહેર તેમજ જિલ્લામાં કોરોના સંક્રમણમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. મંગળવારના રોજ રાજકોટ શહેરમાં કોરોના વાયરસના 94 પોઝિટિવ કેસ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયા છે. જ્યારે કે રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના ચોપડે ગ્રામ્ય વિસ્તારોમાં થયેલા ટેસ્ટિંગ અંતર્ગત 66 વ્યક્તિઓના કોરોના વાયરસના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
Published by:Kaushal Pancholi
First published:December 02, 2020, 06:57 am

टॉप स्टोरीज