રાજકોટ શહેર પોલીસ દ્વારા જુદી જુદી ત્રણ જગ્યાએ દરોડા પાડી એક લાખ ચાલીસ હજારની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો છે. તો સાથે જ ચાર જેટલા લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.
ન્યૂઝ18ગુજરાતી સાથેની વાતચીતમાં ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર વિરલ ગઢવીએ જણાવ્યું હતું કે, અમારી ટીમને બાતમી મળી હતી કે, મહેશભાઈ ચમનભાઈ મકવાણા નામનો વ્યક્તિ. વડોદરા પાસીંગવાળી માલવાહક રીક્ષા ચલાવે છે. તે પોતાની રિક્ષામાં તેલના ડબ્બાની આડમાં વિદેશી દારૂની બોટલની હેરાફેરી કરી રહ્યો છે.
ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવતા જુના મોરબી રોડ પર વિદેશી દારૂ ભરેલી રિક્ષા સાથે જંગલેશ્વર ત્રણ માં રહેતો રિક્ષાચાલક મહેશ ચમનભાઈ મકવાણા સાથે નીકળતા તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. તો સાથે જ રિક્ષામાં રહેલી જુદી-જુદી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલ સહિત કુલ પોણા બે લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.
બીજા બનાવમાં પી.એસ.આઇ જેબલિયા અને તેમની ટીમને બાતમી મળી હતી કે, જમાતખાનાની બાજુમાં રામનાથ પરા ખાતે રહેતો શુભમ ઉર્ફે શુભો પોતાના ઘરમાં ભારતીય બનાવટની બ્રાન્ડેડ દારૂની બોટલ રાખે છે. ત્યારે પોલીસને મળેલી બાતમીના આધારે આરોપીના રહેણાંક મકાનમાં રેડ કરતા પ્લાસ્ટિકના ખાલી કેરબાની અંદર રાખવામાં આવેલી 24 જેટલી દારૂની બોટલ સાથે તેને ઝડપી પાડવામાં આવ્યો છે.
ભૂતકાળમાં શુભમ વિરુદ્ધ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં એક જ્યારે કે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બે જેટલા ગુના દાખલ થઇ ચૂક્યા છે.
શહેરના પ્રદ્યુમન પાર્ક નજીક બાઇક પર જઇ રહેલા શિવ નગરમાં રહેતા ભાવેશ જગદીશભાઈ શિયાળ અને બેડલા ગામના પિયુષ રમેશભાઈ ચોવટીયાને આજીડેમ પોલીસે 12 બોટલ સાથે ઝડપી પાડયો છે. જ્યારે પ્રોહિબિશનના ગુના અંતર્ગત ઝડપી પાડવામાં આવેલા તમામ આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે કે, તેઓ દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો ક્યાંથી લાવ્યા છે કોને આ જથ્થો આપવાના હતા.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર